________________
૧૫૨
દૈનિક - ભક્તિક્રમ
આ વિશ્વની કો વસ્તુમાં જો સ્નેહબંધન થાય છે, તો જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે; મુજ મન, વચન ને કાયનો સંયોગ પ૨નો છોડવો, શુભ મોક્ષની અભિલાષનો આ માર્ગ સાચો જાણવો. ૨૮ સંસારરૂપી સાગરે જે અવનતિમાં લઈ જતી, તે વાસનાની જાળ પ્યારા તોડ સંયમ જોરથી; વળી બાહ્યથી આત્મા છે જુદો ભેદ મોટો જાણવો, તલ્લીન થઈ ભગવાનમાં ભવપંથ વિકટ કાપવો. ... ૨૯
કર્મો કર્યાં જે આપણે ભૂતકાળમાં જન્મો લઈ,
તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં; પરનું કરેલું કર્મ જો પરિણામ આપે મુજને,
તો મુજ કરેલાં કર્મનો સમજાય નહિ કંઈ અર્થને.... ૩૦ સંસારના સૌ પ્રાણીઓ ફળ ભોગવે નિજ કર્મનું, નિજ કર્મના પરિપાકનો ભોક્તા નહિ કો આપણું; લઈ શકે છે અન્ય તેને છોડ એ ભ્રમણા બૂરી, પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થા તુજ આત્મનો આશ્રય કરી. ૩૧ શ્રી અમિતગતિ અગમ્ય પ્રભુજી ગુણ અસીમ છે આપના, આ દાસ તારો હૃદયથી ગુણ ગાય તુજ સામર્થ્યનાં; પ્રગટતા જો ગુણ બધા મુજ આત્મમાં સદ્ભાવથી, શુભ મોક્ષને વરવા પછી પ્રભુ વાર ક્યાંથી લાગતી ? ૩૨ (દોહરો)
ત્રિસ ચરણનું આ બન્યું, મંગળ સુંદર કાવ્ય;
Jain અનુભવતાં એક ધ્યાનથી, મોક્ષગતિ જીત જાય. www.jainelibrary.org