________________
દૈનિક - ભક્તિક્રમ
આ આત્મ જો વિશુદ્ધ ને કષાય દુશ્મન વીણ જો, અણમૂલ આસન થાય છે ઝટ સાધવા સુસમાધિ તો. ૨૨ મેળા બધા મુજ સંઘના નહિ લોકપૂજા કામની, જગબાહ્યની નહિ એક વસ્તુ કામની મુજ ધ્યાનની; સંસારની સૌ વાસનાને છોડ વ્હાલા વેગથી, અધ્યાત્મમાં આનંદ લેવા યોગબળ લે હોંશથી. . . . .
૨૩
....
૧૫૧
આ જગતની કો વસ્તુમાં તો સ્વાર્થ છે નહિ મુજ જરી, વળી જગતની પણ વસ્તુઓનો સ્વાર્થ મુજમાં છે નહીં; આ તત્ત્વને સમજી ભલા તું મોહ ઘરનો છોડજે, શુભ મોક્ષનાં ફળચાખવા નિજ આત્મમાં સ્થિર તું થજે. ૨૪ જે જ્ઞાનમય સહજ આત્મ, તે સ્વાત્મા થકી જોવાય છે, શુભ યોગમાં સાધુ સકળને આમ અનુભવ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા સ્થિરતા વળી નિજ આપાં, સંપૂર્ણ સુખને સાધવા તું આત્મથી જો આત્મમાં.... ૨૫ આ આત્મ મારો એક ને શાશ્વત નિરંતર રૂપ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં ૨મી રહ્યો છે નિત્ય તે; વિશ્વની સહુ વસ્તુનો નિજ કર્મ ઉદ્ભવ થાય છે, નિજકર્મથી વળી વસ્તુનો વિનાશ વિનિમય થાય છે.. ૨૬
જો આત્મ જોડે એકતા આવી નહીં આ દેહની,
તો એકતા શું આવશે સ્ત્રી પુત્ર મિત્રો સાથની ?
જો થાય જુદી ચામડી આ શરીરથી ઉતારતાં,
તો રોમ સુંદર દેહ પર પામે પછી શું સ્થિરતા ?. . . ૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International