________________
૧૫૦
દૈનિક - ભક્તિક્રમ ત્રિલોકમાં વ્યાપી રહ્યા છે સિદ્ધ ને વિબુદ્ધ જે, નહિ કર્મ કેરા બંધ જેને ધૂર્ત સમ ધૂતી શકે; વિકાર સૌ સળગી જતા મન મસ્ત થાતાં ધ્યાનમાં, તે દેવના પણ દેવ વ્હાલા સિદ્ધ વસજો હૃદયમાં.... ૧૭ સ્પર્શ તલભાર તિમિર કેરો થાય નહિ જ્યમ સૂર્યને, ત્યમ દુષ્કલંકો કર્મનાં અડકી શકે નહિ આપને; જે એક ને બહુરૂપ થઈ વ્યાપી બધે વિરાજતો, તેવા સુદેવ સમર્થનું સાચું શરણ હું માગતો....... ૧૮ રવિ તેજ વિણ પ્રકાશ જે ત્રણ ભુવનને અજવાળતો, તે જ્ઞાનદીપ પ્રકાશ તારા આત્મમાં શું દીપતો; જે દેવ મંગળ બોધ મીઠા મનુજને નિત્ય આપતો, તેવા સુદેવ સમર્થનું સાચું શરણ હું માગતો....... ૧૯ જો થાય દર્શન સિદ્ધનાં તો વિશ્વદર્શન થાય છે, જ્યમ સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે; અનંત અનાદિ દેવ જે અજ્ઞાન તિમિર ટાળતો, તેવા સુદેવ સમર્થનું સાચું શરણ હું માગતો.. . . . . . ૨૦ જેણે હણ્યા નિજ બળવડે મન્મથ અને વળી માનને, જેણે હણ્યા આ લોકના ભય શોક ચિંતા મોહને; વિષાદ ને નિદ્રા હણ્યાં જ્યમ અગ્નિ વૃક્ષો બાળતો, તેવા સુદેવ સમર્થનું સાચું શરણ હું માગતો....... ૨૧ હું માગતો નહિ કોઈ આસન દર્ભ પથ્થર કાષ્ઠનું મુજ આત્માના નિર્વાણ કાજે યોગ્ય આસન આત્મનું;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org