________________
૧૦૨
દૈનિક - ભક્તિમ જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. . ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ....... ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.. ...... ૧૩ર ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય....... સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સક્રુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય........ ૧૩પ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ...... ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતરૂ છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. . . દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. . . . . . ૧૩૮ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ બ્રાંત. ...... ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન;
૧૪) .. www.jainelibrary.org
Jain Education International
For Private & Personal use