________________
દૈનિક - ભક્તિક્રમ હે દેવ! મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ થશે?
પાપમાં બૂડી રહ્યો છું. હરઘડી પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારું કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા મને દર વખતે ચેતવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર.
તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહશત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ, પડવા ન દે. મને તારામાં રાખ, તું મારામાં રહે. જે તારી કૃપાનજર થઈ તે પૂરી કર.
તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝિલાવ. તારો સર્વે મહિમા મને દેખાડ.
તું આનંદ છે, તે પ્રેમ છે, તું દયા છે, તે સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તું નિર્ભય છે, તું એક શુદ્ધ અને નિત્ય છે, તું અબાધિત છે; તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર ક૨.
દૈહિક કામનાથી અને વિષયની ભીખથી મારા દિલને વાર. કષાયની તપ્તિથી બચાવ. મારા સર્વે વિઘ્નો દૂર કર, જેથી સ્થિરતા અને આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું.
મારી સર્વે શુભેચ્છા તારા વચનપસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર ગુરુના પસાયથી પૂર. મને જૂઠા હઠવાદથી અને જૂઠા ધિર્મથી છોડાવ. કુગુરુના ફંદથી બચાવ.00
ચીવ. Boor Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org