________________
છૂટ મળી જાય છે રાગમાંથી છૂટવાનો પ્રયત્ન એ જ એની સાધના છે. આમ પૂ. આત્માનંદજી શિબિરોમાં અને પ્રત્યક્ષ સંપર્કમાં વારંવાર આજ વિચારને ઘટ્ટ સ્વરૂપ આપે છે. ક્યારેક કોઈ પ્રશ્ન કરે કે આજની પેઢી જે ટી.વી., ચેનલોના પ્રોગ્રામોમાં રચી-પચી રહે છે તેના ઉપર શું અસર થવાની? કળિયુગ છે આમ છે જ ચાલે. જેને માટે શિબિરો, સારા પુસ્તકો, સારું વાચન છે એ વાંચતા નથી. જે વાંચે છે એને વિશેષ જરૂર નથી. પુસ્તકાલયો સુના પડ્યા છે. ધૂળ ખંખેરનારા ક્યાં છે? પેઢી પર ચડે તો લેતી-દેતી થાય ને? આ વાત સત્યની નજીક હોવા છતાં શ્રદ્ધા ગુમાવવા જેવી નથી. આ વાત ભારપૂર્વક પૂ. આત્માનંદજી જણાવે છે. એટલે જ તેઓ પહેલાં ‘એકડો' ઘૂંટવાની વાત કરે છે. પછીની વાત ‘સમય’ પર છોડી દે છે.
ક્યારેક કોઈ વિચાર-તણખો તરતો મૂકે છે કે સાહેબે તો માત્ર ‘ સાધના'માં લીન થઇ જવાનું હોય. બીજી પળોજણમાં પડવાનું ન હોય. આટલી બધી દોડધામ, ઘડીની નવરાશ નહીં, સતત કામ કરતા રહે અને બધાને કામ કરતા - ગતિશીલ રાખે, પણ આપણે વિચારીએ તો તરત ખ્યાલ આવશે કે ‘ સાધના કેન્દ્ર’નું જીવંત વાતાવરણ એમની જાગ્રતતા અને સજાગતાને કારણે છે. કલ્પના કરી જુઓ કે ‘સાહેબની ગેરહાજરીને કારણે' રૂટીન-નિત્યક્રમ તો ચાલે છે પણ વાતાવરણમાં ‘ હૂંફ’ જેવી જોઈએ એવી ક્યાં હોય છે? એ તો લગભગ બધાએ
ܗ
અનુભવ્યુંહશે.ક્યારેક આપણને તેમના પારિવારિક સંદર્ભોને કારણે વિચારતા કરી મૂકે પણ ખૂબ જ ઊંડે જતાં આપણને અહોભાવ ઉત્પન્ન થાય છે કે ‘જલકમલવત્' ખરા જલ ત્યાગી નહીં. આવી અવસ્થાએ પહોંચવું એ તો ભલભલા ત્યાગી કે સાધુ માટે અશક્ય છે. એમની દૃષ્ટિ કે આશય ‘વિનય’ વિશે હું શું કહું? એ તો ગુણ અમૂલ્ય. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની આ પંક્તિનો ( આ.સિ./ ૧૯) યોગ્ય સંદર્ભ પૂ.શ્રી આત્માનંદજીએ જીવનમાં રેડ્યો
૬
તીર્થ-સૌરભ
Jain Education International
છે. એમની આ સંસ્કાર યાત્રા અનેકવિધ પ્રવૃત્તિ દ્વારા વૃદ્ધિ પામો. વ્યક્તિ તુચ્છ છે માટે એનો ત્યાગ કરો એમ નથી પણ એને પરિવવર્તિત કરો, સંસ્કારી કરો, આગળના તબક્કાની ભૂમિકા બાંધો, દૃઢ કરો. આ કામ નાનું નથી. ભગીરથ કાર્ય છે. એમાં શ્રદ્ધા જરૂરી છે. એ એમનું કહેવું છે. આ કામ માટે બાળક બનવું. પડે તો બનવું એ તો આપણે યુવાશિબિરો કે શાળાઓમાંના એમના સ્વાધ્યાયોમાં જોઈ શકીએ છીએ. આપણે મૂળ વાત પર આવીએ. પૂ. શ્રી આત્માનંદજીએ અગાઉ જણાવ્યું છે તેમ ‘વિનય’ અને ‘ ચારિત્ર' પર ભાર મૂક્યો છે. કોરો વિનય નહીં ‘ભાવ' સાથેનો વિનય, હૃદયમાં કોતરાયેલો વિનય. અહને ઓગાળવાનું આ પગથિયું છે. કોઈને પ્રણામ કરીએ કે પ્રણિપાત - સાષ્ટાંગ કરીએ એમાં આપણે સામી વ્યક્તિને માન આપીએ છીએ એ તો ખરું જ પણ એથીય વિશેષ તમે તમારા અહને ઓગાળી નાંખો છો. જરા વિચાર કરી જુઓ અહમ્ને ઓગાળ્યા વિનાના ગમે તેવા લચી લચીને પ્રણામ કર્યા હોય એનો કોઈ અર્થ ખરો? જાતને છેતરવા બરાબર છે.એટલે સંસ્કારનું
આ પહેલું પગથિયું છે. ક્રમે ક્રમે પગથિયા ચડવાના
છે. વચલી અવસ્થામાં અનેક તર્ક-વિતર્ક વિકલ્પો આવવાના સહજ છે; પરંતુ એને વશ કરી આગળ વધવાનો પ્રયત્ન કરવો એ જિજ્ઞાસુથી સાધક તરીકેની યાત્રા છે. સંસ્કાર થકી સાધના છે.
આપણે મુમુક્ષુ છીએ અને સંસારી પણ છીએ. સમ્યજ્ઞાન મેળવવા કે મોક્ષ માર્ગ મેળવવા સંસાર છોડી દેવાની જરૂર નથી. ગૃહસ્થાશ્રમમાં સંયમપૂર્વક
રહીને પણ એ પ્રાપ્ત કરી શકાય છે અને જેઓ ગૃહસ્થાશ્રમમાં હોય તેમણે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ નહિ તો ઉપદેશ વગેરેનો કશો અર્થ નથી, એની શરૂઆત ઉપર કહી તે પ્રમાણે વિનયથી થવી જોઈએ અનેકવિધ પ્રવૃત્તિ દ્વારા વૃદ્ધિ પામો.
આ યાત્રા
For Private & Personal Use Only
-
· અસ્તુ
રજતજયંતી વર્ષ : ૨૫
www.jainelibrary.org