________________
તેમા દૃઢપણે બુદ્ધિને સ્થિર કરાવી, ચિત્તની ચંચળતાના કારણભૂત એવા આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવા માટેની આજ્ઞા આપવાવાળા હોય,
(૭) સાધકમાં રહેલા અનેકવિધ દોષોનું નિરૂપણ કરી સાધકને દોષોનું સ્પષ્ટપણે દર્શન કરાવનારા હોય,
(૮) વસ્તુસ્વરૂપને યથાર્થપણે દર્શાવી સંશયાદિ અનેક દોષોને ટાળી જ્ઞાનને નિર્મળ કરનારા અને મોક્ષમાર્ગમાં સાધકને સ્થિરતા ઉપજે તેવા સત્સાધનોનો સ્પષ્ટ નિર્દેશ કરનારા હોય.
આવા ગુણોથી અલંકૃત ઉપદેશ જે શાસ્ત્રોમાં
જીવનરદેવે જે ધર્મબીજનું વાવેતર કર્યું છે, તેને પરિણામે જે ફૂલીફાલીને વિશાળ વડોલ બન્યો છે તે ‘ધર્મવડ' કબીરવડની જેમ સુવિખ્યાત છે. સંસાર પરિભ્રમણમાં ક્લાંત થયેલો જીવ કોઈ એવા સ્થાનને ઇચ્છે છે કે જ્યાં તેની સઘળી ઉપાધિ અને અશાંતિ દૂર થાય. અનેક પ્રયત્નો કર્યા છતાં પણ હજી સુધી તેને શાંતિ મળી નથી. એક ધર્મવડ જ એવું સ્થાન છે કે જ્યાં તે શાંતિ મેળવી શકે અને વિશ્રાંતિ પામી શકે.
આ ધર્મવડ કેવો છે? આધિ, વ્યાધિ અને ઉપાધિઓથી જીવોને તે શાંતિ આપનાર છે. તેની શીતળ છાયામાં જ્ઞાનીઓ અને સંતો મૈત્રી, પ્રેમ, દયા કરૂણા અને જ્ઞાનની પરબ માંડીને બેઠા છે. ચોરાશીના ચક્કરમાં અટવાતો જીવ જ્યારે આ વડનો આશ્રય લે છે ત્યારે તેનો પરિભ્રમણનો થાક ઉતરી જાય છે. અને તે અપાર શાંતિ પામે છે. આ વડ વિનયરૂપી મૂળથી પોષાયેલો છે અને
તીર્થ-સૌરભ
દર
ધર્મવડ
બહેનશ્રી પૂર્ણિમા શાહ
Jain Education International
આપવામાં આવ્યો હોય તેવા શાસ્ત્રોની પસંદગી સ્વાધ્યાય માટે કરવી હિતાવહ છે.
દયા, શાંતિ, સરળતા, સાદાઈ, સંતોષ, વિનય, વિવેક અને સમર્પણાદિ પાયારૂપ સદ્ગુણો છે; જેને જીવનમાં પ્રગટ કરવા માટે વારંવાર આત્મનિરીક્ષણ કરવું અને જાગૃતિ વધારતા જવું. આમ કરવાથી ધીમે ધીમે દુર્ગુણોની બાદબાકી અને સદ્ગુણોની આપણા જીવનમાં ધીમે ધીમે વૃદ્ધિ થાય છે. આવી દશા આવ્યે સદ્ગુરુનો બોધ પરિણામ પામે છે. પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવો આત્મઉન્નતિનો પુરુષાર્થ કરવાની આપણને સૌને શક્તિ આપે.
વૈરાગ્યરૂપી જળથી સિંચાયેલો છે. શ્રદ્ધારૂપી થડથી શોભતો આ વડ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવવા સમર્થ છે. તેની અનિત્ય, એકત્વ, અન્યત્વ, અશરણ આદિ ભાવનાઓ રૂપી શાખાઓ, અને ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સંતોષ, તપ, સંયમ, સત્ય, અકિચનત્વ અને બ્રહ્મચર્ય આદિ પ્રશાખાઓ કેવી લચી રહી છે! એના સેવનથી જીવ મોક્ષ માર્ગમાં પ્રગતિ કરી પોતાના આત્માને ઉજ્વળ બનાવી શકે છે. આ વડ ઉપરના અધ્યાત્મરૂપી મધપૂડામાંથી ઝરતા મધુનું પાન કરીને જીવ તૃપ્તિનો અનુભવ કરે છે. અને મોક્ષરૂપી ફળ મેળવીને પરમતૃપ્તિ, પરમસુખ, પરમપદને પ્રાપ્ત કરે છે.
હે જીવ! તું ધન્ય છે કે આવા પરમપવિત્ર ધર્મવડનું શરણ તને મળ્યું છે. પ્રમાદને વશ થઈ ક્યારેય તેનો આશ્રય છોડીશ નહીં.
ૐ શાંતિ
For Private & Personal Use Only
રજતજયંતી વર્ષ : ૨૫
www.jainelibrary.org