________________
પ્રમાણે હિંસા નથી? સ્થૂળઘાત એ જ માત્ર હિંસા નથી. સૂક્ષ્મ હિંસા એ સ્થૂળહિંસા કરતાં પણ મોટી છે. સ્થૂળ હિંસાનું બી સૂક્ષ્મ હિંસામાં છૂપાયેલું છે. ઇશારાથી તો હિંસા થાય પણ મૌન રહીને પણ હિંસાને પાણી પાઈ શકાય છે.
અસલમાં હિંસા કે અહિંસા એ આપણી અંતરની ભાવદશા છે. જેવો ભાવ તેવો પ્રત્યાઘાત.
તો શું હિંસાનું આવું સામ્રાજ્ય પથરાયેલું જોઈને આપણે હિંસાને જ જીવનના નિયમ તરીકે સ્થાપિત કરીશું? હરગીજ નહીં.
અહિંસાનો સંદેશ ભગવાન મહાવીરના જમાના કરતાં આજના યુગ માટે ઘણો વધારે પ્રસ્તુત છે. મહાત્મા ગાંધીજીએ એક અદ્ભુત વાત કરી છે. ‘આટ-આટલી હિંસા વચ્ચે હજુ ‘જીવન' ઊભું છે. એ જ બતાવે છે કે હિંસા કરતાં અહિંસા બળવાન છે.'
મિત્રો! રાત્રિનું અંધારું ગાઢ થાય છે ત્યારે આપણે ગભરાઈ જતા નથી. આપણો વિશ્વાસ છે કે હવે હોં ફાટવાની તૈયારી છે. અરુણોદય તો થશે જ અને સૂર્યોદય પણ થશે.
આ છે અહિંસા માટેની પ્રતીતિકર એવી
શ્રદ્ધા.
વીસમી સદી, હિંસાની સદી હતી પણ એકવીસમી સદીએ, બાવીસમી સદીનો સૂર્યોદય જોવો હશે તો હિંસાનો ત્યાગ કર્યા વિના જીવવાનો કોઈ ઉગારો નથી.
અણુશક્તિએ સર્જેલો એટમબોમ્બ પડકાર આપતો ઊભો છે કે શું જોઈએ છે? મોત કે જીવન? જો જીવનને વરવું હશે તો હિંસાને રામ-રામ કર્યા વિના માનવજાતનો ઉગારો નથી.
કુદરતમાં તો ‘મત્સ્યન્યાય' ચાલે છે. મોટી માછલી નાની માછલીને ગળી જાય છે. માણસની મહાનતા એ છે કે આ જે
૧૨૦ તીર્થ-સોરભ
Jain Education International
‘પ્રાકૃતિક' છે તેને તેણે ‘સાંસ્કૃતિક' સ્વરૂપ આપ્યું.
હું બળિયો છું તો મારા બે ભાગ. એ તો પશુસૃષ્ટિનો નિયમ થયો. હું જો બળિયો છું તો મારે જે દુર્બળ છે તેનું રક્ષણ કરવું એ મારો ધર્મ. આ અહિંસાની દિશાનું કદમ છે.
મારી પાસે ખાવાનું છે તો હું જેની પાસે નથી તેને ખવડાવીને ખાઉં એમાં મારી માનવતા. બીજા પાસેથી ઝૂંટવીને ખાઈ જવું એ પશુતા છે, હિંસા છે. વહેંચીને ખાવું એ અહિંસા છે.
ગાંધીજી કહેતા કે હું નીકળ્યો હતો તો સત્યની શોધમાં પણ એ રસ્તે જતાં મને અહિંસા જડી. આ વાત સમજવા જેવી છે.
અહિંસાના સાથ વિનાનું સત્ય ભારે જોખમી છે. આપણે મનુષ્યો અપૂર્ણ છીએ તેથી આપણું સત્યદર્શન પણ અપૂર્ણ જ હોય. જેમ આપણે વિકસતા જઈએ તેમ આપણું સત્યનું દર્શન પણ વિકસતું જાય છે. તેથી ગાંધીજી કહેતા કે મેં જે છેલ્લું કહ્યું હોય તે માનજો.
સત્યની શોધનો અંત નથી. એ વિકસતી ચેતના છે. આપણી ભૂમિકા પ્રમાણેનું આપણને સત્ય દર્શન થતું હોય છે. હવે આપણે ‘મમ સત્યમ્' માટે મમત્વ રાખીએ તો એમાં બીજાનું સત્ય દર્શન આપણા કરતાં જુદુ હોય તો ઝઘડા જ થાય, અરે ઝઘડા જ નહીં, લડાઈઓ પણ થાય છે.
પોતાના સત્યની સ્વીકૃતિ માટે હજાર-હજાર વર્ષો, ધર્મયુદ્ધ ચાલ્યાં છે. ધર્મને નામે કેટલું લોહી રેડાયું છે.
ત્યારે અહિંસાની શોધ કરી. માણસજાતે તેનું સત્ય સાથે અનુસંધાન કરતાં, જીવનનો એક નવો માર્ગ વિકસ્યો.
હું અહિંસાને માર્ગે મારા સત્યનું પાલન
રજતજયંતી વર્ષ : ૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org