SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ હું જન્મે જૈન નથી પણ મારો અહિંસામાં વિશ્વાસ છે તેથી તમે મને તમારી વચ્ચે બોલાવ્યો છે. અહિંસાની ચર્ચા હું જૈનધર્મની પરિભાષામાં નહીં કરું એ તો તમે જાણો છો પણ એક Outsider અહિંસાપ્રેમી અહિંસાને કેવી રીતે સમજે છે તેની વાત હું તમને કરીશ. આપણે તાત્ત્વિક દૃષ્ટિએ અહિંસાની ચર્ચા કર્યા કરીએ છીએ પણ પ્રશ્ન એ પૂછાય છે કે જો અહિંસા એ પરમ ધર્મ હોય તો પછી આપણી ચારેકોર આટલી બધી હિંસા ચાલી રહી છે તેનું શું? અહિંસાનો આજનો સંદર્ભ શ્રી ગોવિંદભાઈ રાવલ શું અહિંસા એ દેરાસર કે ઉપાશ્રય પૂરતી સીમિત છે? હકીકત તો સાચી છે કે દેશ અને દુનિયામાં હિંસા જ હિંસા પ્રવર્તે છે. આપણને ખબર નથી કે અહીંથી ઊઠીને ઘેર સલામત પહોંચીશું કે કેમ? માત્ર ટ્રાફિકના અકસ્માતથી થતી હિંસાની વાત નથી એ પણ ભયંકર છે. પણ રસ્તે જતા નિર્દોષ નાગરિકને કોઈક ચપ્પુ હુલાવી દે કે કોઈક આતંકવાદી બોમ્બ ફોડે અને એક નહીં અનેકના રામ રમી જાય. કોઈ બહેન દીકરીનું ગમે ત્યારે અપહરણ થાય છે અને પછી બળાત્કાર પણ થાય છે. એટલું જ નહીં એને મારી નાખવામાં પણ આવે છે. બહેનો ઉપર જે હિંસા થાય છે તેનો કોઈ સુમાર નથી. સગો ધણી અને એની મા વહુને જીવતી જલાવી દે છે. આ અમદાવાદમાં ઢોરોનાં કતલખાનામાં કસાઈઓ જીવહિંસા કરે છે તે તો ઠીક પણ ભણેલા મોટી ડીગ્રીઓ ધરાવનાર, ડૉક્ટરની માનવંતી પદવી શોભાવતા, સુધરેલા રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International - કસાઈઓ રોજ રોજ હજારો કન્યા-ભૃણની કતલ કરે છે, તેનું શું? શું આ હિંસા નથી? આ હિંસા કોઈ આતંકવાદી કરે છે? આ એકવીસમી સદી, ઇન્ફો-ટેકનોલોજીની સદી કહી આપણે પોરસાઈએ છીએ તેમાં સ્ત્રીનો આ ધરતી પર જન્મવાનો અધિકાર પણ આપણે ઝૂંટવી લઈએ છીએ. હિંસા, યુદ્ધો કે લડાઈઓમાં થાય એ તો સમજાય પણ એક જ ધર્મના બે પંથ એકબીજાની હિંસા કરે અને તે પણ ધર્મને નામે! આ કેવું? શિયા-સુન્નીને મારે કે સુન્ની શિયાને, પ્રોટેસ્ટંટ કેથોલિક વચ્ચે પણ લોહિયાળ જંગ ખેલાતા હોય છે. પશ્વિમના સુધરેલા કહેવાતા જગતમાં કાળા-ગોરાનો રંગભેદ પણ હિંસાને બહેકાવે છે. હિંદુઓ પોતાના જ ધર્મબંધુ હરિજનો દલિતોની આખી ને આખી વસ્તીને જલાવી દે છે. = હા, સારું છે. જૈનો આવી ખુલ્લી હિંસા નથી કરતા પણ ધર્મને નામે કોર્ટબાજીમાં તો એ પણ ક્યાં ઊણા ઊતરે છે? અપવાદ છે પારસીકોમ. ભલે એ માંસાહારી હશે પણ એ માનવીના ગળાં ટુંપતા નથી. આ માટે આપણે એમને સલામ ભરવી જોઈએ. હિંદુઓએ ગાયને ‘અધન્યા’ ગણી છે. પણ માણસ જાતે, સંસ્કૃતિનાં ૧૦,૦૦૦ વર્ષ પછી પણ હજુ માણસને ‘અધન્ય' - જેનો વધ ન કરાય એવી ઘોષણા કરી નથી. ક્ષુબ્ધ થઈ જવાય એવું આ ચિત્ર શું ખોટું છે? આ તો માણસ માણસની હિંસા કરે છે એની વાત થઈ. પણ સમાજમાં જે શોષણ, જુલમ અને અન્યાય ચાલે છે તે બધાં જૈન પરિભાષા - For Private & Personal Use Only : તીર્થ-સૌરભ ૧૧૯ www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy