________________
ભણી પડેલી કે હનુમાનદાસજી ટેટવાડામાં પણ સમાન ભાવે જાય છે અને ત્યાંથી પાછા ફરી નથી નહાતા કે નથી છાંટ લેતા. તે વખતે આ તત્ત્વ સમજવું મારે માટે તો શું પણ ભલભલા માટેય અઘરું હતું. પરંતુ એના ઉપર પાછળથી જ્યારે જ્યારે વિચાર આવ્યો છે ત્યારે એમ જ લાગ્યું છે કે નાતજાતના અને ઊંચનીચના ભેદ વિના સમગ્ર માનવતામાં માનનાર સંતોમાંના એ એક હોવા જોઈએ. નહિ તો એ જમાનામાં અને એ રૂટ સમાજમાં એવી નિર્ભય હિંમત બીજો કોણ કરે?'
ગિરનારી હનુમાનદાસજીનું દર્શન એ લેખકનું પ્રભાવશાળી અવધૂતનું પહેલું અને છેલ્લું દર્શન હતું. આ પછી ભવિષ્યમાં ઘણા સાધુઓનો મેળાપ થયો, પરંતુ એમના સાક્ષાત્ ચક્ષુદર્શન થયા નહીં. એમની વર્ણનકલાની પેઠે શબ્દ પસંદગી પણ નોંધપાત્ર છે. આમાં એમનું શાસ્ત્રીય જ્ઞાન કે પાંડિત્ય કૃત્રિમ રીતે કે આયાસપૂર્વક નહીં, બલ્લે ખૂબ જ સાહજિકતાથી પ્રગટ થાય છે. એમના આવા પાંડિત્યપૂર્ણ લાલિત્યનાં દૃષ્ટાંતો જોઈએ.
“વાણિયાશાહી વાટાઘાટ વખતે શ્રી જિનવિજયજીની ક્ષત્રિય પ્રકૃતિ બહાર આવી.. એમની રુઆબી ધમકી સાંભળતાં જ બધા વાણિયા ઠંડાગાર.”
“લીંબલી અને ખોલડીયાદનાં કુટુંબોના કૌરવ-પાંડવીય કલહે તેમની પ્રતિષ્ઠા અને જાહોજલાલી ઘણા અંશે છિન્નભિન્ન કરી.”
શકુંતલા જેવી નિર્દોષ ભોજાઈ ઉપર મારું દુર્વાસન અકારણ કોપ કરી બેસે.”
આવી જ રીતે “શેખવાપીર'ના સાચને પારખવાના પ્રસંગમાં પણ કાકતાલીય ન્યાય જુએ છે. તમાકુના વ્યસનનો અને એ પછી છીંકણીની મોહિનીનો પ્રસંગ પંડિતજીની સૂક્ષ્મ
નર્મ-મર્મવૃત્તિનો પરિચય કરાવે છે.
“મારું જીવનવૃત્ત' એ એમના જન્મથી ૧૯૨૧ સુધીની આપવીતીનું આલેખન છે. હકીકત તો એ છે કે “મારું જીવનવૃત્ત' છેક ૧૯૪૬માં લખાયું. પરંતુ ડો. રાજેન્દ્રપ્રસાદની આત્મકથા વાંચ્યા પછી પંડિતજીને પોતાની આત્મકથા જુદી રીતે લખવાનો વિચાર હતો. એ શક્ય બન્યું નહિ. અંતે ૧૯૦૮ના જાન્યુઆરીમાં પંડિતજીએ શ્રી દલસુખભાઈ માલણિયાને આ આત્મકથા પ્રકાશિત કરવાની મંજૂરી આપી અને પરિણામે ગુજરાતી આત્મકથા-સાહિત્ય એક ચિંતકની આત્મકથાથી ન્યાલ થયું. પુસ્તકની બીજી આવૃત્તિમાં આપવામાં આવેલી પૂર્તિ એમના જીવનની વિગતો પૂરી પાડે છે. પરંતુ ૧૯૪૬ પછીના પંડિતજીના જીવનકાળની આત્મકથા મળી હોત તો એમની પાસેથી ભારતીય દર્શનો વિશેની ઘણી ચિંતનસામગ્રી પ્રાપ્ત થઈ હોત.
“મારું જીવનવૃત્ત' અનેક દૃષ્ટિએ હૃદયસંતર્પક બની રહે છે. જીવનના પ્રત્યેક પ્રસંગમાં પ્રગટતી પં. સુખલાલજીની સત્યશોધક વૃત્તિનો ડગલે ને પગલે આલેખ મળે છે. વિષમ પ્રતિકૂળતાના સામા પૂરે તરીને પુરુષાર્થથી જીવતાજાગતા જ્ઞાનકોશ અને જંગમ વિદ્યાપીઠ બનેલા પંડિતજીની માનવ-પ્રયત્નગાથા છે. એમની શૈલીમાંથી એમનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ સત્યની પ્રયોગશાળામાં પોતાના હૃદયની ગડમથલ કઈ રીતે કસોટીએ ચડાવી તેની વાત કરી છે તો. મારું જીવનવૃત્ત'માં અપ્રમાદ ધરાવતી ચેતનામાં ચાલતી સત્યખોજની સાહસયાત્રા રજૂ થઈ છે અને એ દૃષ્ટિએ આ કૃતિ આપણા સાહિત્ય અને સંસ્કારજગતની એક વિરલ ઘટના ગણાય.
- ૧૦૪ | તીર્થ-સૌરભ
રજતજયંતી વર્ષ : ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org