________________
વખતે નોંધ્યો છે. પત્રાંક ૯૧, ૧૬૦, ૧૮૦, ૨૩૪, ૨૫૫, ૩૨૨, ૪૩૧, પ૬૦, ૫૮૩ તથા વ્યાખ્યાનસાર ૨૦/૨/o ઇત્યાદિમાં તેનો નિર્દેશ કરેલો છે તે અભ્યાસીએ ત્યાંથી જોવા વિનંતી છે. સત્પાત્રતા, નિષ્પક્ષતા અને ગુરુગામની પ્રાપ્તિ થાય તો જ આ વાત વિશેષ પ્રકારે જાણી શકાય એમ જાણવું. ઉપસંહાર :
આમ છતાં ગુણગ્રાહકતા કેળવી તેમની આજ્ઞા પાળવાનો પ્રયત્ન કરીએ.
તેઓના મહાન અને અલૌકિક વ્યક્તિત્વને એક નાના નિબંધમાં આલેખિત કરી શકાય નહી. તે માટે ઉત્તમ પાત્રતા, અભ્યાસ, સગુણ સંપન્નતા ગુરુગમ અને વિસ્તૃત આલેખનની આવશ્યકતા રહે. આપણે માત્ર તેમના પ્રશંસક બનીને જ અટકી ન જઈએ પણ તેમની આજ્ઞાના. આરાધક બનીને તેમના સાચા અનુયાયી પણ બનીએ. “સંધ: શf: નૌ યુ' એ ઉક્તિને ખ્યાલમાં રાખીને, આપણા સૌના સર્વાંગ ઉત્થાન
માટે “શ્રીમદ્ રાજચંદ્ર'ના તત્ત્વજ્ઞાનને અનુસરતી સૌ સંસ્થાના અગ્રણીઓ અને મુમુક્ષુઓ પરસ્પર પોતાની સ્વાયત્તતા સાચવીને પણ સાચું સૌહાર્દ અને સૌમનસ્ય કેળવી, સમયે સમયે એક બીજાને મળે ને આ રીતે પરસ્પર વાત્સલ્ય. કેળવી રૂડી ધર્મપ્રવૃત્તિઓમાં એકબીજા સાથે સહકાર અને સદ્ભાવથી વર્તે તો આ પુનિત મિલેનિયમ વર્ષમાં એક મહાન કાર્ય થયું ગણાશે. એ હકીકત છે. તે માટે કોબાની સંસ્થા બહુઆયામી સહયોગ આપશે તેવી અમે ખાતરી આપીએ છીએ.
તેમના ટૂંકા જીવનમાં પણ તેઓએ કરેલી અધ્યાત્મસાધના તથા મુમુક્ષુઓને તેઓશ્રીએ આપેલી ઉત્તમ અધ્યાત્મ સાહિત્યની ભેટબો, સત્સંગના યોગે અને સત્પાત્રતાની પ્રાપ્તિ કરીને, મર્મ સમજીએ અને આપણા જીવનને ઊર્ધ્વગામી, દિવ્ય અને સ્વપર-કલ્યાણમય બનાવીએ તે જ તેમના સમાધિ-શતાબ્દી વર્ષની સાચી ઉજવણી ગણાશે.
– ૮ –
1 સુખની સપ્તપદી બીજાનો જેવો વ્યવહાર તમને ગમતો હોય એવો વ્યવહાર તમે બીજાના પ્રતિ કરવાનું રાખો. તમને જે કંઈ મળ્યું છે એને કુદરતના આશીર્વાદરૂપ સમજી એની ગણતરી કરો; રોજેરોજ બીજાને બદલવાનો પ્રયાસ કરવાને બદલે તમે પોતે જ એક ઉમદા ઉદાહરણ બની રહો. સામો માણસ ગમે એવો દેખાતો હોય તો પણ એ કુદરતનું સર્જન છે એ યાદ રાખી એનામાં રહેલા આત્મતત્વને ઓળખવાનો પ્રયાસ કરો. પૂર્વગ્રહ સેવશો નહીં. ક્ષમાશીલ બનો. અપૂર્ણતા સહુમાં હોય છે - આપણી જેમ જ! - એ યાદ છે રાખો. શાંતિ જાળવો. કોઈ પરિસ્થિતિને તમારા ઉપર સવાર થવા દેશો નહીં. નાનું મોટું કોઈ જીવનકાર્ય શોધી કાઢો.
-૮૨ | તીર્થ-સૌરભ ?
રજતજયંતી વર્ષ : ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org