________________
ચોથા અધ્યાય પ્રભુભક્તિનું પરિશિષ્ટ
(१) मोक्षकारणसामग्रयां भक्तिः एव गरीयसी।
स्वस्वरूपानुसंधानं भक्ति इति अभिधीयते ॥ મોક્ષપ્રાપ્તિનાં કારણોની સામગ્રીમાં ભક્તિ જ મહાન છે. પોતાના
આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું તેને જ ભક્તિ કહેવામાં આવે છે. (२) सा तु अस्मिन् परमप्रेमरूपा । प्रकाशते क्वापि पात्रे । गुणरहितं कामनारहितं प्रतिक्षणवर्धमानं सूक्ष्मतरं अनुभवस्वरूपं । तत्तु विषयत्यागात् संगत्यागात् च । अव्यावृतभजनात् । यं लब्ध्वा पुमान् सिद्धो भवति, अमृतो भवति तृप्तो भवति । अन्यसमात् सौलभ्यं भक्तौ । तस्मात् सा एव ग्राह्या मुमुक्षुभिः । તે ભક્તિ પરમાત્મામાં પરમપ્રેમ કરવારૂપ છે, કોઈ સુપાત્રમાં ક્યારેક પ્રગટે છે, અતિસૂક્ષ્મ અને અનુભવરૂપ છે. તામસિકાદિ ગુણોથી રહિત, કેવળ નિષ્કામ અને પ્રતિદિન વધવાવાળી છે. વિષયોના ત્યાગથી, સંગના ત્યાગથી અને નિરંતર ભજનના અભ્યાસથી તે સિદ્ધ થાય છે. વળી બીજાં (સાધનો) કરતાં ભક્તમાં સુલભતા છે. તેને પ્રાપ્ત કરીને પુરુષ સિદ્ધ થાય છે, અમર થાય છે, તૃપ્ત થાય છે તેથી મુમુક્ષુઓએ તેને
અવશ્ય ગ્રહણ કરવી જોઈએ. (૩) મા-બાવાઈ-વહુયુતેષુ પ્રવનેષુ રા
भावविशुद्धियुक्तः अनुरागः भक्तिः॥ પરમાત્મા અરિહંત, આચાર્ય, બહુશ્રુતજ્ઞાની અને પરમાત્માના ઉપદેશ
પ્રત્યે યોગ્ય ભાવવિશુદ્ધિ સહિતનો જે (પ્રશસ્ત) અનુરાગ તે ભક્તિ છે. (૪) (મ) જહાં શંકા ત્યાં ગણ સંતાપ
જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ, પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન
પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. (a) સમભાવી સદા પરિણામ થશે,
જડ મંદ અધોગતિ જન્મ જશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org