________________
૪૦
શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો,
ભજીને ભગવંત ભવ-અંત લો. () પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય,
દીઠા નહીં નિજ દોષ તો, તરિયે કોણ ઉપાય ? (५) जाचूं नहीं सुरवास पुनि, नरराज परिजन साथ जी,
बुध जाचहुं तुव भक्ति भव भव दीजिये शिवनाथजी હું સ્વર્ગમાં રહેવાનું માગતો નથી, મોટો રાજા થવા કે સ્વજનોના સાથને પણ ઇચ્છતો નથી પરંતુ બુધજન કહે છે, તે મોક્ષના સ્વામી પરમાત્મા !
ભવોભવ તમારી ભક્તિ જ ચાહું છું તે મને (કૃપા કરીને) આપો. (6) मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् ।
ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये ॥ જેઓ મોક્ષમાર્ગના નેતા છે, કર્મરૂપી પર્વતોને ભેદી નાખનાર છે તથા અખિલ વિશ્વનાં તત્ત્વોના જાણકાર છે, તેમને, હું તેમના ગુણોની પ્રાપ્તિ
માટે વંદન કરું છું. (૭) (૩) ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય થયો છે કે
ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પરષોના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. () પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમપુરુષની મુખ્ય ભક્તિ છે. (#) પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. (૬) પોતાને મળેલો મનુષ્યદેહ ભગવાનની ભક્તિ અને સારા કામમાં ગાળવો જોઈએ. () ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વછંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. (૬) પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org