________________
૪૨૫ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૩
રત્નાકરાવતારિકા આવું કહેતો તે મહાત્મા નકકી કંટાળેલો હોય તેમ લાગે છે. કારણ કે સત્તા હેતુથી જ્યારે જ્યારે ક્ષત્વિાદ્રિ ને સાધવાનું અનુમાન ચાલતું હોય ત્યારે “પક્ષસવારિ” જાણવાના સમયે જ કુટાદિ પદાથોંમાં સાધ્યધર્મ (ક્ષણિકત્વ) નક્કી છે જ એમ જાણી લેવાથી આ કરાતું અનુમાન નિરર્થક જ બનેશે. કારણ કે પક્ષ જ સાધ્યધર્મ વાળો હોવાથી સપક્ષ જ છે એવો મનમાં નિર્ણય થયો, અને ત્યાં સત્વહેતુ પણ વર્તે જ છે એમ જ્યારે જાણી લીધું. તો પછી બાકી શું રહ્યું કે જે હેતુ વડે સાધવું પડે ? અર્થાત્ પક્ષને જ સપક્ષ માનશો તો પક્ષમાં સાધ્ય સિદ્ધિ થઈ ચુકેલી હોવાથી અને સત્વ હેતુની વિદ્યમાનતા હોવાથી સાધવાનું કંઈ બાકી જ રહેતુ નથી કે પાછળથી હેતુ દ્વારા સાધી શકાય ? માટે અનુમાન કરવું નિરર્થક જ થશે.
તથા વળી “પક્ષ એ જ વિવક્ષાએ સપક્ષ કહેવાય” આવા પ્રકારનું સપનું લક્ષણ કરતા એવા આ વાદીવડે પોતાના ધર્માચાર્ય દિગ્ગાગનું અને ધર્મકીર્તિનું એમ બન્નેનું વચન નક્કી વંચ્યું જ કહેવાશે. આ બન્ને ધર્મગુરૂઓનું વચન લોખું કહેવાશે. કારણ કે “સાધ્યધર્મ સામાન્ય નથી હોવાના) કારણે પક્ષની સાથે જે સમાન હોય તે સપક્ષ. એમ પક્ષ તથા સપક્ષને ભિન્ન ભિન્ન બતાવનાર દિગ્ગાગ છે. તથા અનુમયમાં (પક્ષમાં) અને તેની તુલ્ય એવા અર્થમાં = સપક્ષમાં હેતુનો સદ્ભાવ હોય છે. અને વિપક્ષમાં હેતુની નાસ્તિતા હોય છે. આવું કહેનારા ધર્મકીર્તિ છે બન્નેના વચનોમાં પક્ષ અને સપક્ષ ભિન્ન ભિન્ન કહ્યા છે. અને આ બૌદ્ધ પક્ષને જ સપક્ષ કહે છે. માટે બન્ને ધર્મગુરૂઓના વચનને લોપનાર બને છે. ____ योगश्च केवलान्वयव्यतिरेकमनुमानमनुमन्यमानः कथं पञ्च लक्षणतां लिङ्गस्य संवाहयेत् ? इति निश्चितान्यथानुपपत्तिरेवैकं लिङ्गलक्षणमषणम् । तत्त्वमेतदेव, प्रपञ्चः पुनरयमिति चेत् तर्हि सौगतेनाबाधितविषयत्वमसत्प्रतिपक्षत्वम्, ज्ञातत्वं च योगेन च ज्ञातत्वं लक्षणमाख्यानीयम् ।।
अथ विपक्षानिश्चितान्यथाव्यावृत्तिमात्रेणाबाधितविषयत्वमसत्प्रतिपक्षत्वं च, ज्ञापकहेत्वधिकारात् ज्ञातत्वं च लब्धमेवेति चेत्, तर्हि गमकहेत्वधिकारादशेषमपि लब्धमेवेति किं शेषेणापि प्रपञ्चेनेति ॥३-१३॥
બૌદ્ધ ત્રણ લક્ષણ માને છે તેનું “સપક્ષસર્વ” ની બાબતમાં ખંડન કર્યું. હવે તૈયાયિક પણ હેતુનાં પાંચ લક્ષણો માને છે. તેનું “સપક્ષસત્ત્વ” ની બાબતમાં ખંડન કરે છે કે -
કેવલાન્વયિ પણ હેતુ હોઈ શકે છે. અને કેવલવ્યતિરેકિ પણ હેતુ હોઈ શકે છે એવું માનતો નૈયાયિક પણ હેતુનાં “પાંચ લક્ષણો હોય છે” આ વાતને કેવી રીતે સિદ્ધ કરી શકશે ? કારણ કે કેવલાન્વયિ હેતુમાં માત્ર અન્વય જ હોવાથી વિપક્ષ ન હોવાથી “વિપક્ષાસત્વ” એવું ત્રીજું લક્ષાણ સંભવતું નથી અને કેવલવ્યતિરેકમાં અન્વય ન હોવાથી સપક્ષના અભાવે “સપક્ષસત્ત્વ' સંભવતું નથી. જેથી શેષ ચાર જ લક્ષણો સંભવે છે. માટે આ તૈયાયિક પ્રથમ હેતુનાં પાંચ લક્ષણો કહે છે અને પછી હેતુ કેવલાન્વય, કેવલવ્યતિરેક અને અન્ય વ્યતિરેક એમ ત્રિવિધ છે એમ કહે છે આ બન્ને વાત કેમ સંગત કરશે ? કારણ કે કેવલાન્વયિ અને કેવલવ્યતિરેકિમાં પાંચ લક્ષણો સંભવવાનાં જ નથી. માટે પણ પંચલક્ષણતા બરાબર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org