________________
રત્નાકરાવતારિકા
હેતુનું સાચું લક્ષણ
૪૨૪
સારાંશ કે સર્વપદાર્થોની ક્ષણિકતા સિદ્ધ કરવામાં સર્વે પદાર્થો પક્ષ તરીકે સ્વીકાર્યા હોવાથી સપક્ષસત્ત્વ કોઈ જ નથી, છતાં સાધ્યસિદ્ધિ થાય છે. માટે તે લક્ષણ આવશ્યક નથી. માત્ર પોતે માનેલી તેની આવશ્યકતા રૂપ અજ્ઞાનને છાવરવા માટે જ આવાં બે અનુમાન કલ્પવાં પડે છે. અને છતાં પણ તેમાં કાં તો અનવસ્થા દોષ આવે છે. અથવા કાં તો સપક્ષસત્ત્વ વિના સાધ્યસિદ્ધિ માનવી જ પડે છે. માટે હઠાગ્રહ છોડીને ‘“સપક્ષસત્ત્વ’’ ની આવશ્યકતા ત્યજીને નિશ્ચિતાન્યથાનુપપત્તિ રૂપ સત્ય એવા એક લક્ષણનું જ શરણ લેવા લાયક છે.
यस्तु " साध्यधर्मवान् सपक्षः" इति सपक्षं लक्षयित्वा पक्षमेव सपक्षमाचक्षीत “साध्यधर्मवत्तया हि सपक्षत्वम्, साध्यत्वेन इष्टतया तु पक्षत्वम्, न च विरोधः, वास्तवस्य सपक्षत्वस्येच्छाव्यवस्थितेन पक्षत्वेन निराकर्तुमशक्यत्वात्" इति स महात्मा निश्चितं निर्व्विण्णः । सत्त्वादेः क्षणिकत्वाद्यनुमाने सपक्षसत्त्वावसायवेलायामेव साध्यधर्मस्यावबोधेनानुमानानर्थक्यात् । पक्षो हि साध्यधर्मवत्तया सपक्षश्चेत् निश्चिक्ये । हेतोश्व तत्र सत्त्वम्, तदा किं नाम पश्वाद्धेतुना साधनीयम् ?
किश्च - एवमनेन सपक्षं लक्षयता " साध्यधर्मसामान्येन समानोऽर्थः सपक्षः इति दिग्नागस्य, “ अनुमेयेऽर्थे तत्तुल्ये सद्भावो नास्तिताऽसति" इति धर्मकीर्तेश्च वचो निश्चतं वश्चितमेव स्यात् ।
બૌદ્ધ :- જે બૌદ્ધ હવે આવી દલીલ કરે છે તે મહાત્મા નક્કી હેતુનાં લક્ષણો કરવામાં પૂર્વાપર વચનોથી પકડાઈ જવાના કારણે (બંધાઈ જવાના કારણે) કંટાળી ગયો હોય તેમ લાગે છે. સાંભળો હવે કદાચ તે આવી દલીલ કરે કે સાધ્યધર્મ વાળો જે હોય તે સપક્ષ કહેવાય છે” આવું પ્રથમ સપક્ષનું લક્ષણ કરીને પક્ષને જ વિવક્ષાના વશથી સપક્ષ કહેવાય છે. એમ અમારૂં કહેવું છે. અર્થાત્ એકની એક જ વસ્તુ વિવક્ષા બદલવાથી પક્ષ પણ બને અને સપક્ષ પણ બને એમ અમારૂં બૌદ્ધોનું કહેવું છે. એકના એક પદાર્થમાં જ્યારે સાધ્ય ધર્મ સિદ્ધ થઈ ચુક્યું છે. એટલે કે તે પદાર્થ સાધ્યધર્મવાળો છે ત્યારે તેને સપક્ષ કહેવાય છે. અને હજુ તેમાં સાધ્ય સિદ્ધ થયું નથી પરંતુ સાધ્ય સિદ્ધ કરવાનું છે. એમ સાધ્યપણે ઈષ્ટ કરાય ત્યારે તેને જ પક્ષ કહેવાય છે. એમ એક જ પદાર્થને સપક્ષ અને પક્ષ બન્ને માનવામાં કંઈ વિરોધ નથી. જેમાં નિશ્ચિત સાધ્ય સિદ્ધ થયેલું હોય તેને સાધ્યધર્મવાળું હોવાના કારણે વાસ્તવિક સપક્ષ હોવા છતાં પણ ઈચ્છાના વશથી (તેને જ સાધ્ય તરીકે સાધવાની ઈચ્છા થાય ત્યારે) પક્ષપણું આવતું દૂર કરવાને અશક્ય જ છે.
જેમ નાં મેધવત્ ધનાવિશ્રવળાત્ અહીં મેઘ ગગનમાં જ હોય છે તે વાત નિશ્ચિત છે. તેથી ગગન સપક્ષ હોવા છતાં પણ તેમાં મેઘ સાધવાની જ્યારે ઈચ્છા થાય છે ત્યારે સાધ્યમાન દશા હોવાથી પક્ષ પણ કહી શકાય છે. તેમ કુટાદિ પદાર્થો પણ ક્ષણિકત્વ સાધ્યધર્મવાળા છે. એમ જ્યારે વિવક્ષાય ત્યારે તે જ કુટાદિ સપક્ષ કહેવાય અને આ જ કુટાદિ પદાર્થોમાં ક્ષણિકત્વ સાધ્ય સાધવાની ઈચ્છા થાય છે ત્યારે તેને પક્ષ કહેવાય, એમ સાધ્યધર્મવિશિષ્ટપણે સપક્ષત્વ, અને સાધ્યમાનપણે પક્ષત્વ એમ બન્ને માનવામાં કોઈ વિરોધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org