SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા હેતુનું સાચું લક્ષણ ૪૧૪ ‘“સાધ્ય’' ની જ સાથે અન્યથાનુપપત્તિ સમજવી. પરંતુ સાધ્યથી ઈતરની સાથે ન સમજવી. ઘટપટાદિ હોય તો જ તેનુ ચાક્ષુષપ્રત્યક્ષાદિ જ્ઞાન થાય છે. જો ઘટપટાદિ ન હોય તો તે વિષયનું પ્રત્યક્ષજ્ઞાન ન થાય. માટે પ્રત્યક્ષજ્ઞાનો ઘટપટાદિની સાથે અન્યથાનુપપન્ન બને છે. પરંતુ તેને હેતુ કહેવાય નહીં, કારણ કે પરોક્ષવસ્તુને સાધવામાં જે અવિનાભાવ સંબંધવાળું હોય તે હેતુ બને છે. પ્રત્યક્ષ વસ્તુમાં સાક્ષાત્ પદાર્થ જણાતો હોવાથી હેતુ-હેતુમદ્ભાવ હોતો નથી. છતાં આ લક્ષણ ત્યાં ચાલ્યું જાય છે માટે “સાધ્ય’ની જ સાથે અવિનાભાવ હોવો જોઈએ એમ સમજી લેવું. ।।૩-૧૧૫ एतद् व्यवच्छेद्यं दर्शयन्ति - ન તુ ત્રિશળાવિ ૫રૂ-શા હેતુના આ લક્ષણથી અન્ય લક્ષણોનો વ્યવચ્છેદ સમજાવે છે કે ‘‘ત્રિલક્ષણ’” આદિ અન્ય દર્શનકારોએ કરેલાં હેતુનાં સાચાં લક્ષણો નથી. ૫૩-૧૨૫ ટીકા :- ત્રળિ પક્ષધર્મત્ર-સપક્ષસત્ત્વ-વિપક્ષાસન્માનિ ક્ષાનિ યસ્ય સૌતસમ્મતસ્ય હેતો, માदिशब्दाद् यौगसङ्गीतपञ्चलक्षणक हेत्ववरोधः । तेनावाधितविषयत्वासत्प्रतिपक्षत्वयोरपि तल्लक्षणत्वेन कथनात् । तथाहि - वह्निमत्त्वे साध्ये धूमवत्त्वं पक्षस्य पर्वतस्य धर्मः, न शब्दे चाक्षुपत्ववद्तदधर्मः । सपक्षे पाकस्थाने सन्, न तु प्राभाकरेण शब्दनित्यत्वे साध्ये श्रावणत्ववत् ततो व्यावृत्तम् । विपक्षे प प्रदेशेऽसन्, न तु तत्रैव साध्ये प्रमेयत्ववत् तत्र वर्तमानम् । अबाधितविषयम्, प्रत्यक्षागमाभ्यां अवाध्यमानसाध्यत्वाद् न तु अनुष्णस्तेजोऽवयवी द्रव्यत्वाज्जलवत्, विप्रेण सूरा पेया द्रवत्वात् तद्वदेवेतिवत् ताभ्यां बाधितविषयम् । असत्प्रतिपक्षम् - साध्यविपरीतार्थोपस्थापकानुमानरहितम्, न पुनर्नित्यः शब्दोऽनित्यधर्मानुपलब्धेरित्यनुमानमिव सत्प्रतिपक्षम् इति लक्षणत्रयपञ्चकसद्भावाद् गमकम् । तत एतादृक्षलक्षणलक्षितमेवाक्षूणं નિમ્ - તિ સૌતથી યોમિપ્રાયઃ । ન ચાય નિપાયઃ ॥૩-૨ ટીકાનુવાદ :- ગ્રંથકારશ્રી ‘સાધ્યની સાથે નિશ્ચિતાન્યથાનુપપત્તિ’” એ એક જ લક્ષણ હેતુનું માને છે. હવે બૌદ્ધો અને નૈયાયિકો હેતુનું શું લક્ષણ માને છે તે કહીને તે યથાર્થ છે કે મિથ્યા છે ? તે સમજાવે છે. ત્રિલક્ષણક અને આદિશબ્દથી પંચલક્ષણક ઈત્યાદિ હેતુનાં અન્યદર્શનકારોએ કરેલાં લક્ષણો યથાર્થ નથી. કારણ કે ત્રણ કે પાંચ લક્ષણો સંભવવા છતાં પણ હેત્વાભાસ હોય છે. બૌધ્ધો હેતુનાં ત્રણ લક્ષણો માને છે અને નૈયાયિકો હેતુનાં પાંચ લક્ષણો માને છે. ત્યાં પ્રથમ બૌધ્ધોના માનેલાં હેતુનાં ત્રણ લક્ષણો પૂર્વપક્ષરૂપે સમજાવાય છે. પક્ષધર્મત્વ એ પહેલું, સપક્ષસત્ત્વ એ બીજું, અને વિપક્ષ અસત્ત્વ એ ત્રીજું, એમ આ ત્રણ લક્ષણો છે જેને તે ‘ત્રિલક્ષણક' હેતુ બૌધ્ધને સમ્મત છે. તથા આદિ શબ્દથી યોગદર્શનકારોએ (નૈયાયિક-વૈશેષિકોએ) કહેલ પંચલક્ષણક હેતુ પણ જાણવો, કારણ કે તે નૈયાયિકો વડે અબાધિતવિષયત્વ અને અસત્પ્રતિપક્ષત્વ એ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy