________________
રત્નાકરાવતારિકા તર્ક પ્રમાણનું નિરૂપણ
૩૯૮ વ્યાતિજ્ઞાનની જરૂર છે અને વ્યાતિજ્ઞાનમાં તર્કની જરૂર છે. એટલે તકત્મિક મૂલ જે ઉપાય છે તેનો જો અપલાપ કરશો એટલે કે તેને જો દૂર કરશો તો વ્યાતિજ્ઞાન-અનુમાનજ્ઞાન અને પ્રત્યક્ષજ્ઞાન એમ એકે પણ પ્રમાણ રહેશે નહીં. સર્વશૂન્યતાનું પાપ આવશે.
આ પ્રમાણે અનુમાન પ્રમાણ અને અધ્યક્ષ (પ્રત્યક્ષ) પ્રમાણ એમ બન્નેનો અભાવ થયે છતે પોતાને પ્રામાણિક માનતા એવા તમને પ્રમેયની વ્યવસ્થા પણ કેવી રીતે થશે ? આ કારણથી જેમ તમારું હૃદય સર્વથા શૂન્ય છે (તમારા હૃદયમાં સત્યાસત્યનું કંઈ પણ જ્ઞાન કે વિવેક જેમ નથી) તેમ પ્રમાણ અને પ્રમેય આદિ સર્વની શૂન્યતા તમને આવી પડશે.
તર્ક વિના વ્યાપ્તિ નહીં, વ્યાપ્તિ વિના અનુમાન નહીં, અનુમાન વિના પ્રત્યક્ષ નહીં અને પ્રત્યક્ષાદિ પ્રમાણો વિના પ્રમેય પણ નહીં. ઈત્યાદિ સર્વશૂન્યતા તો આવશે. પરંતુ હવે અમે તેથી પણ આગળ વધીને બીજો પાણ એક અધિક દોષ આપીએ છીએ કે -
તે શૂન્યતા પણ તમારા મતે તો ઘટશે નહીં, કારણ કે શૂન્યતા માનવી હશે તો શૂન્યતા સિધ્ધ કરવા માટે પણ પ્રમાણ તો આપવું જ પડશે. પ્રમાણને માંન્યા વિના તે શૂન્યતાની પણ પ્રતિપત્તિ કરવી અશક્ય છે. માટે હે બૌધ્ધ! તું તો મહાન એવા પ્રગટ કષ્ટ સંકટમાં ફસાયો છે. હવે બીચારો આ બૌધ્ધ શું કરશે? અર્થા પ્રમાણ-પ્રમેય પણ નહી માની શકે અને સર્વશૂન્યતા પણ નહી માની શકે? પ્રામાણિક માણસોની સભામાંથી ઉઠે જ છુટકો છે. ગય -
धूमाधीर्वहिविज्ञानं, धूमज्ञानमधीस्तयोः ।
प्रत्यक्षानुपलम्भाभ्यामिति पञ्चभिरन्वयः ॥१॥ निर्णेष्यते । अनुपलम्भोऽपि प्रत्यक्षविशेप एवेति प्रत्यक्षमेव व्याप्तितात्पर्यपालोचनचातुर्यवर्यम्, किं तर्कोपक्रमेणेति चेत् ? ननु प्रत्यक्षं तावन्नियतधूमाग्निगोचरतया प्राक् प्रावृतत् । तद्यदि व्याप्तिरपि तावन्मात्रे एव स्यात्तदाऽनुमानमपि तत्रैव प्रवर्तेतेति कुतस्त्यं धूमान्महीधरकन्धराऽधिकरणाशुशुक्षणिलक्षणम् ?
બૌધ્ધ - હવે કદાચ બૌધ્ધદર્શનકાર જે આમ કહે કે પ્રથમ ધૂમાધીઃ એટલે ધૂમનું અજ્ઞાન, પછી વહ્નિનું જ્ઞાન, પછી ધૂમનું જ્ઞાન, અને ત્યારબાદ તો સધી: = તે બન્નેનું વહ્નિનું અને ધૂમનું અજ્ઞાન, એમ કુલ ૨ પ્રત્યક્ષ (ઉપલંભ) વડે અને ૩ અનુપલંભ વડે એમ પાંચ જ્ઞાન વડે અન્વયવ્યાપ્તિનો નિર્ણય થઈ જશે. તર્કને પ્રમાણ માનવાની શી જરૂર ? ભાવાર્થ એમ છે કે પ્રથમ રસોડામાં પ્રત્યક્ષ અનુભવ કરવા જઈએ ત્યારે ધૂમ વિનાનું રસોડાનુ ભૂતલ જ માત્ર દેખાય છે તે સૌથી પ્રથમ ધૂમાધી(ધૂમનું અજ્ઞાન), પછી તે જ રસોડામાં અગ્નિ પ્રગટાવ્યો એટલે બીજું વતિજ્ઞાન, ત્યારબાદ તેમાંથી ધૂમ જન્મ્યો એટલે ત્રીજુ ધૂમજ્ઞાન, ત્યારબાદ વહ્નિ બુઝાઈ ગયો એટલે એ જ વખતે ધૂમ પાણ સમાપ્ત થઈ ગયો એટલે ચોથું વહ્નિનો અનુપલંભ અને પાંચમું ધૂમનો અનુપલંભ એમ કમશઃ જે આ પાંચ જ્ઞાનો થાય છે તેનાથી જ વ્યાતિજ્ઞાન થઈ જાય છે. સારાંશ કે રસોડામાં પ્રથમ ભૂતલમાત્ર જોવાથી ધૂમાધી ૧, પછી વહ્નિ પ્રગટાવવાથી વદ્વિજ્ઞાન ૨, તેમાંથી જન્મેલા ધૂમનું જ્ઞાન તે ધૂમજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org