________________
૩૯૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭
રત્નાકરાવતારિકા . ઉપાયનો જ અભાવ થવાથી અનુમાનની પ્રમાણતા સિધ્ધ થશે નહીં.
અનુમાનની સિદ્ધિ પ્રતિબંધની પ્રાપ્તિ (વ્યાપ્તિજ્ઞાનની પ્રાપ્તિ) થી થાય છે. અને તે પ્રતિબંધની પ્રાપ્તિનો ઉપાય (એટલે કે વ્યાતિજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય) તર્કજ્ઞાન છે. તે તર્કને તમે પ્રમાણ માન્યું નથી. તેથી ઉપાયભૂત એવા તર્કજ્ઞાનની અપ્રમાણતાના કારણે પ્રતિબંધ પ્રાપ્તિ (વ્યાતિજ્ઞાનની પ્રાપ્તિ) થશે નહીં અને પ્રતિબંધ પ્રાપ્તિના અભાવે અનુમાનની પણ સિદ્ધિ થશે નહીં.
સારાંશ કે તર્ક વિના વ્યાપ્તિ ન થાય, અને વ્યાપ્તિ વિના અનુમાન ન થાય, આ રીતે અનુમાન પ્રમાણ રહેશે નહીં. તમારે વ = તે અનુમાન પ્રમાણનો અભાવ થયે છતે પ્રત્યક્ષા = પ્રત્યક્ષપ્રમાણના પ્રાણો પણ ટકશે નહીં. અનુમાન પ્રમાણ વિના પ્રત્યક્ષ પ્રમાણ પણ પ્રમાણ કહેવાશે નહીં. તે આ પ્રમાણે -
प्रत्यक्षेण हि पदार्थान् प्रतिपद्य प्रमाता प्रवर्तमान: क्वचन संवादाद् "इदं प्रमाणम्" इति, अन्यत्र तु विसंवादाद् इदमप्रमाणम्" इति व्यवस्थाग्रन्थिमाबनीयात् । न खलूत्पत्तिमात्रेणैव प्रमाणाप्रमाणविवेकः कर्तुं शक्यः । तद्दशायां उभयोः सौसदृश्यात् । संवादविसंवादापेक्षायां च तन्निश्चये निश्चित एवानुमानोपनिपातः । न चेदं प्रतिबन्धप्रतिपत्तौ तर्कस्वरूपोपायापाये । अनुमानाध्यक्षप्रमाणाभावे च प्रामाणिकमानिनस्ते कौतस्कुती प्रमेयव्यवस्थापीत्यायाता त्वदीयहृदयस्येव सर्वस्य शून्यता। साऽपि वा न प्राप्नोति । प्रमाणमन्तरेण तस्या अपि प्रतिपत्तुमशक्यत्वादिति अहो ! महति प्रकटकष्टसङ्कटे प्रविष्टोऽयं तपस्वी किं नाम कुर्यात् ? - પ્રત્યક્ષ પ્રમાણ વડે પદાથોને જાણીને પ્રવર્તતો એવો પ્રમાતા કોઈક જગ્યાએ સંવાદથી “આ જ્ઞાન પ્રમાણ છે” એમ માને છે અને વળી બીજી જગ્યાએ જ્યાં વિસંવાદ આવે છે ત્યાં વિસંવાદથી “આ જ્ઞાન અપ્રમાણ છે” એવા પ્રકારની વ્યવસ્થાની રીત અનુમાનથી જ બાંધે છે. આ જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ છે એવા નિર્ણયનો વિવેક કરવો એ જ્ઞાનની ઉત્પત્તિમાત્ર વડે જ શકય નથી. કારણ કે જ્યારે ઉત્પત્તિકાળ હોય છે ત્યારે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત એમ બન્ને જ્ઞાનો સમાનભાવ વાળાં જ હોય છે. સંવાદ અને વિસંવાદની અપેક્ષાએ જ તનિશ્ચયે = તેનો (પ્રમાણતા અને અપ્રમાણિતાનો) નિર્ણય થાય છે. અને એમ થયે છતે અનુમાનની પ્રાપ્તિ નિશ્ચિત જ છે.
ભાવાર્થ એવો છે કે ઝાંઝવાના જળમાં કે તળાવના જળમાં “રૂટું નમ્' આવા પ્રકારનું પ્રથમ જે ચક્ષુદ્રારા જળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે ઉત્પત્તિકાલે બન્નેમાં જલજ્ઞાન સમાન જ છે. ત્યારબાદ અનુભવ કરવા જતાં સ્નાન-પાનાદિ અર્થક્રિયા ઝાંઝવાના જલમાં થતી નથી એટલે તે જલસંબંધી કિયાનો વિસંવાદ દેખાવાથી અનુમાન થાય છે કે રૂટું જ્ઞાનં ૩મામાપ વિસંવાતુ'' અને તળાવના જલજ્ઞાનમાં સ્નાન-પાનાદિ અર્થક્રિયા સંભવતી હોવાથી સંવાદ થવાથી આવું અનુમાન થાય છે કે
રૂટું નજ્ઞાન, પ્રમાઈ સંવાતુ'' આ પ્રમાણે સંવાદ અને વિસંવાદ આ બન્ને હેતુઓ વડે પ્રમાણાપ્રમાણ સાધ્યનો નિર્ણય કરાય છે. માટે જો તર્ક રૂપ ઉપાયને પ્રમાણ ન માનો તો વ્યાપ્તિજ્ઞાનની અપ્રતિપત્તિ થતાં આ અનુમાન પાગ પ્રમાણ બનશે નહીં અને અનુમાન વિના સંવાદ-વિસંવાદથી થતું પ્રમાણાપ્રમાણનું પ્રત્યક્ષજ્ઞાન પણ અપ્રમાણ ઠરશે. સારાંશ કે પ્રત્યક્ષજ્ઞાનની પ્રમાણતામાં અનુમાનની જરૂર છે અનુમાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org