________________
૩૯૫ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૭
રત્નાકરાવતારિકા અને સાધનના સંબંધના આલંબનવાળું, “આ હોય તો જ આ હોય” એવા આકારવાળું જે સંવેદન (જ્ઞાન) તે તર્ક કહેવાય છે તેનુ ઊહ એવું બીજું નામ છે ૩-છા
ટીકા - ૩૫૪માનુપમમ્યિાં પ્રમાણમાળ પ્રાપ્રદામ્યાં સન્મ ઉત્પત્તિર્યતિ IRMીર્તનમ્ | त्रिकालीकलितयो: कालत्रयवर्तिनो: साध्यसाधनयोर्गम्यगमकयोः सम्बन्धोऽविनाभावो व्याप्तिरित्यर्थः । स
आदिर्यस्याशेषदेशकालवर्तिवाच्यवाचकसम्बन्धस्यालम्बनं गोचरः यस्य तत् तथेति विषयाविष्करणम् "इदमस्मिन् सत्येव भवति" इत्यादिशब्दाद् "इदमस्मिन्नसति न भवत्येव" इत्याकारं, साध्यसाधनसम्बन्धालम्बनम्, "एवं जातीयः शब्द एवं जातीयस्यार्थस्य वाचकः," "सोऽपि तथाभूतस्तस्य वाच्यः" इत्याकारं वाच्यवाचकभावाऽऽलम्बनं च संवेदनमिहोपादीयतेति स्वरूपप्रतिपादनम् । एवं रूपं यद् वेदनं स तर्कः कीर्त्यते । ऊह इति च संज्ञान्तरं लभते ॥
ટીકાનુવાદ - ઉપલંભ એટલે પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે ગ્રહણ અને અનુપલંભ એટલે પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે અગ્રહાણ, એમ ગ્રહણ અને અગ્રહણ બન્ને વડે ઉત્પત્તિ છે જેની તે તકે કહેવાય છે. આ પ્રથમપદથી તર્કના કારણનું નિરૂપણ કર્યું છે. મહાનસ આદિમાં ધૂમના ગ્રહણથી વહ્નિનું ગ્રહણ અને હ્રદાદિમાં વહ્નિના અનુપલંભથી ધૂમનો અનુપલંભ જે થયેલો છે. તે ઉપલંભ અને અનુપલંભ રૂપ અનુભવ પહેલાં લીધેલો છે તેનાથી જ કાલાન્તરે પર્વતાદિમાં ધૂમ દેખવાથી તર્કની ઉત્પત્તિ થાય છે માટે મહનસાદિમાં પૂર્વપ્રાપ્ત ઉપલંભ અને હ્રદાદિમાં પૂર્વપ્રાપ્ત અનુપલંભનો જે અનુભવ તે જ તર્કની ઉત્પત્તિનું કારણ છે.
હવે તર્કનો વિષય સમજાવે છે -
ત્રણે કાલથી કલિત એવા- એટલે કે ત્રણે કાળમાં વર્તનારા એવા, સાધ્ય અને સાધનનો એટલે કે ગમ્ય અને ગમકનો જે અવિનાભાવ એવો સંબંધવિશેષ તે વ્યાપ્તિ કહેવાય છે. તે વ્યાપ્તિ છે આદિમાં જેને એવા સર્વદશ અને સર્વકાળવર્તી વાચ્ય અને વાચકના સંબંધનું આલંબન એ જ છે વિષય જેનો તે તથતિ = સાધ્યસાધનસંબંધાલંબન કહેવાય છે. આ વિષયનું નિરૂપણ કર્યું. અહીં
જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે. ઈત્યાદિ વ્યાપ્તિસૂચક વાક્યમાં જ્યાં જ્યાં અને ત્યાં ત્યાંનો અર્થ એ છે કે જે જે ક્ષેત્રે અને જે જે કાલે ધૂમ છે તે તે ક્ષેત્રે અને તે તે કાલે વહ્નિ છે જ. એમ અશેષ દેશ અને અશેષ કાલમાં સાધ્ય એવા વહ્નિનો અને સાધન એવા ધૂમનો જે અવિનાભાવસંબંધ બતાવાય છે તેને જ તર્ક કહેવાય છે. તથા આવા આવા પ્રકારના શબ્દો (વાચકો) આવા આવા પ્રકારના અર્થના (વાના) વાચક છે. એવો વાચ-વાચકભાવનો જે સંબંધ તે પણ તર્ક કહેવાય છે. સંક્ષેપમાં સાધ્ય-સાધનનો, વાચ્ય-વાચકનો, જે અવિનાભાવ સંબંધ તે તર્ક, આ તર્કના વિષયનું નિરૂપણ કર્યું.
હવે તર્કનો આકાર સમજાવે છે -
(૧) મલ્મિનું સત્વેવ મવતિ” આ અન્વયવ્યાતિનો આકાર છે. અહીં દ્રમ્ = આ સામે દેખાતો ધૂમ, મમિનું સત્યેવ = અંદર આ વહ્નિ હોય તો જ હોઈ શકે છે. આવા પ્રકારનું જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org