________________
૩૮૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬
રત્નાકરાવતારિકા सादृश्याभावो वैसदृश्यमित्यभावप्रमाणपरिच्छेद्यमेवैतदिति चेत् ? वैसदृश्याभावः सादृश्यमितीदमपि तत्परिच्छेद्यमेव किं न स्यात् ? यदि वैसदृश्याभावः सादृश्यं स्यात्, (तदा) “स गौः सदृशो गवयेन" इति विधिमुखेन नोल्लिखेदिति चेत् ? तदितरत्रापि तुल्यम् ॥
ઉપમાન એ પ્રત્યભિજ્ઞાનથી જુદુ પ્રમાણ નથી આ બાબત ઉપર નૈયાયિકનું ખંડન કરી ટીકાકારશ્રી હવે મીમાંસકનું ખંડન કરતાં જણાવે છે કે મીમાંસકો એમ માને છે કે “મનધાતાથfધાન્તુ પ્રમાણમ્'' જે અર્થ ન જાણેલો હોય તેને જણાવનારૂં જે જ્ઞાન તે પ્રમાણ કહેવાય છે. તેથી “મનેન સરક સ નૌઃ' આ ગવયની સાથે જે સમાન છે તે ગાય છે” જ્યારે જંગલમાં ફરતાં ફરતાં ગવય નજરે પડે છે ત્યારે ગવયને જોઈને તેની સાથેની સદશતા ગાયમાં કલ્પ છે. તે સદશતા ગાયમાં પહેલાં જાણેલી ન હતી. ગાય માત્ર જોયેલી હતી પરંતુ બન્ને પદાર્થો જોયા પછી જ સદશતા જણાતી હોવાથી ગવય દેખવાથી ગાયમાં સદશતા જાણી છે. તેથી મનધાનં નવિ સરિયમ્ વત્ = પૂર્વે ગાયમાં નહીં જાગેલું ગવયનું સાદશ્ય જણાવતું એવું જે જ્ઞાન તે ઉપમાન પ્રમાણ કહેવાય છે એમ મીમાંસકો કહે છે. (અહીં ૩વત્ = નવ ઉપસર્ગ છે અને સો ધાતુ ચોથો ગણ કર્તરિ વર્તમાન કૃદન્ત છે.)
- ઉપરોકત રીતે અનધિગત (નહી જાગેલી) એવી સદશતાને જણાવતા જ્ઞાનને “ઉપમાન પ્રમાણ” કહેતા મીમાંસકોને પણ “મનેન મગ વિસ: { નો:' આ મહિષ કરતા તે ગાય વિસદશ છે. એવા પ્રકારના જ્ઞાન પ્રસંગે “ગાયમાં નહીં જાગેલી એવી વિસદશતાનો વ્યવસાય (નિર્ણય) કરાવતા જ્ઞાનને પણ એક જુદુ પ્રમાાણાન્તર માનવાનો પ્રસંગ આવશે જ' એમ દોષ આપવા વડે ખંડન કરવા યોગ્ય છે. સારાંશ કે ગાયમાં નહી જાગેલી એવી ગવયની સદશતાને જણાવનારા જ્ઞાનને જેમ તમે જુદુ ઉપમાન પ્રમાણ માનો છો તેમ ગાયમાં અનધિગત એવી મહિષની વિસદશતાને જણાવનારા જ્ઞાનને પણ પ્રમાણાન્તર માનવું પડશે. જેથી પ્રમાણોની નિયતસંખ્યા રહેશે નહીં. માટે આવું જુદુ ઉપમાન પ્રમાણ ન માનતાં પ્રત્યભિજ્ઞાન જ સર્વત્ર માનવું જોઈએ.
મીમાંસક = ગાયમાં અનધિગત ગવયની સદશતાને જણાવનાર ઉપમાન પ્રમાણ જેમ કહેવાય છે. તેમાં અનધિગત મહિષની વિસદશતાને જણાવનારા જ્ઞાનને પ્રમાણાન્તર માનવાની જરૂર રહેતી નથી કારણ કે “સારામાવો વૈસરમ્'' સદશતાનો જે અભાવ તે જ વિસદશતા કહેવાય છે, ગાયમાં મહિષની વિસદશતા જણાય છે તેનો અર્થ એવો છે કે મહિષની સદશતાનો અભાવ જણાય છે અને અભાવને જણાવનારૂં “માવ'' નામનું એક પ્રમાણ અમે માનેલું છે. તેથી સદશતાના અભાવાત્મક એવું આ વૈસદશ્ય “અભાવ' નામના પ્રમાણ વડે જ પરિચ્છેદ્ય છે તેથી તેના માટે પ્રમાણાન્તર માનવાનો તમે (જેનોએ) અમને જે દોષ આપ્યો તે વ્યાજબી નથી.
જૈન :- જો મહિષની વિસદશતાને સાદડ્યાભાવ કહીને અભાવપ્રમાણથી પરિચ્છેદ કહો છો તો ગાયમાં ગવયની સદશતા જે જણાય છે તે પણ “વિસદશતાના અભાવરૂપ જ છે' એમ માનીને ગવયની સદશતાને જણાવનારું આ જ્ઞાન પણ (વિસદશતાના અભાવરૂપ હોવાથી) તરછેદ્યમેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org