________________
પંચમ પરિચ્છેદ સૂત્ર-૬-૭-૮
રત્નાકરાવતારિકા
ટીકાનુવાદ
‘‘સહભાવિત્વ” એ અહીં ગુણનું લક્ષણ છે. દ્રવ્યની સાથે જે સદા રહે, જે દ્રવ્યની સાથે સહવર્તી ધર્મ તે ગુણ કહેવાય છે. મૂલ સૂત્રમાં યથા વિગેરે પાછળલું જે વાક્ય છે તે ઉદાહરણ રૂપ છે. આત્મામાં રહેલી જે વિજ્ઞાન વ્યક્તિ અને વિજ્ઞાનશક્તિ વિગેરેને ગુણ કહેવાય છે. તદ્દાની વિદ્યમાનં યત્ક્રિશ્ચિત્ જ્ઞાનં તે વખતે એટલે ચાલુકાલે વર્તમાનકાલે આવિર્ભૂત થયેલું જે કોઈ જ્ઞાનવિશેષ
–
ભાવિકાળમાં
=
વિજ્ઞાનવ્યકિત કહેવાય છે. વિશિષ્ટ એવી જ્ઞાનશક્તિની જે વ્યકતતા પ્રકટીકરણ - આવિર્ભૂતતા તે વિજ્ઞાનવ્યકિત જાણવી. અને ઉત્તરજ્ઞાનપરિણામયોગ્યતા પ્રગટ થનારા જ્ઞાન પર્યાયની આત્મામાં રહેલી જે યોગ્યતા તે વિજ્ઞાનશક્તિ કહેવાય છે. અહીં મૂળસૂત્રમાં કહેલા સાવિ શબ્દથી સુખ, પરિસ્પન્દન (ગમનાગમનાદિની ચેષ્ટા - ક્રિયા) અને યૌવન વિગેરે પણ ગુણો કહેવાય છે. તે સમજી લેવું.
પ્રશ્ન - પ્રગટ વિજ્ઞાન, અને પ્રગટ થવાને યોગ્ય વિજ્ઞાનને એટલે કે ઉપયોગાત્મકજ્ઞાનને, અને લબ્ધિરૂપજ્ઞાનને જે આત્માના ગુણ યા તે બરાબર છે. પરંતુ આદિ શબ્દથી સુખાદિ ત્રણને જે ગુણો કહ્યા છે તે કેવી રીતે ગુણો કહેવાય ? કારણ કે ‘‘સાવિત્વ’’ લક્ષણ તેમાં સંભવતું નથી. સુખકાલે સુખ હોય છે પરંતુ દુઃખકાલે સુખ સંભવતું નથી, એટલે સુખ દુઃખ ક્રમવર્તી છે ગમનાગમન ક્રિયાકાલે પરિસ્પન્દન સંભવે છે. પરંતુ સ્થિરતાના કાલે પરિસ્પન્દન જરા પણ સંભવતું નથી. તેવી જ રીતે યુવાવસ્થાના કાલે યૌવન સંભવે છે. પરંતુ બાલ્ય અને જરા અવસ્થાના કાલે યૌવન સંભવતું નથી આ રીતે સદાકાલ સહભાવિ ન હોવાથી આ ત્રણને ગુણ કેમ કહેવાય ?
૭૩૧
=
ઉત્તર અહી સુખ-પરિસ્પન્દન અને યૌવન સામાન્યથી લઈએ તો તે ગુણ કહેવાય છે. અને પ્રતિક્ષણવર્તી લઈએ તો પર્યાય કહેવાય છે. આ જ ઉત્તર હવે પછીના સૂત્રમાં વધારે સ્પષ્ટ સમજાવાય જ છે.
पर्यायं प्ररुपयन्ति
-
=
पर्यायस्तु क्रमभावी यथा तत्रैव सुखदुःखादि: ॥५८॥
Jain Education International
=
હવે પર્યાયની પ્રરૂપણા કરે છે.
ક્રમભાવી” જે ધર્મ તે પર્યાય કહેવાય છે. જેમકે તે જ આત્મામાં (ક્રમશ: આવનારા) સુખ અને દુઃખ વિગેરે ॥૫-૮॥
ટીકા - ધર્મ ત્યનુવર્તનીયમ્ । મમાવિત્ઝમિદ્ રક્ષળમ્ । પરિશિષ્ટ તુ નિર્ધનમ્ । તત્રેત્યાત્મનિ । आदिशब्देन हर्षविषादादीनामुपादानम् । अयमर्थ:- ये सहभाविनः सुखज्ञानवीर्यपरिस्पन्दयौवनादयः, ते गुणाः, ये तु क्रमवृत्तयः सुखदुःखहर्षविषादादयः, ते पर्यायाः ।
ટીકાનુવાદ - ‘“ધર્મ’' શબ્દની ઉપરના સાતમા સૂત્રમાંથી અહીં અનુવૃત્તિ લાવવી અને મમાવી શબ્દની સાથે વિશેષ્ય રૂપે તેનું ગુંજન કરવું. ‘મનાવી’’ એવું જે પદ છે તે અહીં પર્યાયનું લક્ષણ છે. વા શબ્દથી પ્રારંભીને બાકીનું સમસ્ત વાકય દૃષ્ટાન્તરૂપ છે. નૈવ શબ્દનો અર્થ તે જ આત્મામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org