________________
૭૨૧ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫
રત્નાકરાવતારિકા છે તેથી તનૂ આદિ કારણોથી પટ ઉત્પન્ન થતો હોય તો ભલે થાઓ, તે પટ ઉત્પન્ન થવા છતાં પણ ઘટ તો પોતાનો ઉપલંભ અને પોતાની જલાધારાદિ અર્થક્રિયા કરે જ છે. તેને તેમ કરતો રોકવા કોઈ જ સમર્થ નથી. તેવી જ રીતે મુળરાદિથી નાશ ઉત્પન્ન થતો હોય તો ભલે થાઓ તે નાશ ઉત્પન્ન થવા છતાં પાણ ઘટે તો તેનાથી અત્યંત ભિન્ન હોવાથી પોતાનો ઉપલંભ અને પોતાની અર્થક્રિયા કરશે જ, માટે નાશ આવવા છતાં ઘટ જવો ન જોઈએ તથા અર્થક્રિયા અટકવી ન જોઈએ અને ઘટ જાય તો છે જ તથા અર્થક્રિયા પણ વિરામ પામે જ છે. તેથી આ પૃથભૂતવાળો પણ તમારો પક્ષ બરાબર નથી.
ननु पटस्याविरोधित्वान तदुत्पतौ तदभावः, अभावस्य तु तद्विपर्ययादसौ स्यात् । ननु किमिदमस्य विरोधित्वं नाम ? नाशकत्वं, नाशस्वरूपत्वं वा ? नाशकत्वं चेत्, तर्हि मुद्गरादिवनाशोत्पादद्वारेणानेन घटादिरुन्मूलनीयः, तथा च तत्रापि नाशेऽयमेव पर्यनुयोग इत्यनवस्था । नाशस्वरुपत्वं चेत्, नन्वेवमर्थान्तरत्वाविशेषात् कथं कुटस्यैवासौ स्यात् ? अन्यस्यापि कस्मानोच्यते ? तत्सम्बन्धित्वेन करणादिति चेत् ? कः सम्बन्धः ? कार्यकारणभावः, संयोगः, विशेषणीभावः, अविष्वग्भावो वा ? न प्राच्यः पक्षः, मुद्गरादिकार्यत्वेन तदभ्युपगमात् । न द्वितीयः, तस्याद्रव्यत्वात्, कुटादिसमकालतापत्तेश्च । न तृतीयः, भूतलादिविशेषणतया तत्कक्षीकारात् । तुरीये त्वविष्वम्भावः सर्वथाऽभेदः कथञ्चिदभेदो वा भवेत् ? नायः पक्षः, पृथग्भूतत्वेनास्य कक्षीकारात् । न द्वितीयः, विरोधावरोधात् । इति नाशहेतोरयोगतः सिद्धं वस्तूनां तं प्रत्यनपेक्षत्वमिति ।
બૌધ્ધ પોતાની દલીલ બરાબર મજબૂત કરતાં કહે છે કે અહીં કદાચ કોઈ જૈન પોતાનો બચાવ કરવા માટે આવું કહે કે પટ પટ એ ઘટનો અવિરોધી હોવાથી તડુતની = તત્ત્વાદિથી તે પટ ઉત્પન્ન થવા છતાં પણ ન તમાd = તે ઘટનો અભાવ થતો નથી. પટ ભલે ઉત્પન્ન થાય, પરંતુ ઘટનો અભાવ શા માટે થાય ? અવિરોધી હોવાથી પટ થવા છતાં ઘટ રહેશે, તું = પરંતુ અમાવસ્ય = આ ઘટનો અભાવ એ વિપર્યયાત્ = તેનાથી (અવિરોધિત્વથી) વિપરીત હોવાથી એટલે કે ઘટનો અભાવ એ ઘટનો વિરોધી હોવાથી રસી = આ ઘટાભાવ થાત્ થશે જ. સારાંશ કે પટ એ ઘટનો અવિરોધી છે માટે પટ આવે તો પણ ઘટ રહે પરંતુ ઘટનો અભાવ એ ઘટનો વિરોધી છે. (પટ અવિરોધી હતો અને ઘટાભાવ તેનાથી વિપરીત એટલે વિરોધી છે) માટે અભાવ આવે ત્યારે ઘટ રહે જ નહીં, ઘટાભાવ જ થાય. આવો બચાવ જો જૈન કરે તો અમે બૌધ્ધો તે જૈનને પૂછીએ છીએ કે મણ રૂમ વિરોધિત્વે નામ જિં ? (૩) આ અભાવનું (ઘટની સાથે) (મુ) આ વિરોધીપાશું તમારા વડે જે કહેવાયું. તે શું છે ? ઘટાભાવ એ ઘટનો વિરોધી છે એટલે શું ? (૧) આ ઘટાભાવ એ ઘટનો નાશક છે એવો અર્થ વિરોધીનો છે ? કે (૨) આ ઘટાભાવ એ ઘટના નાશાત્મક છે એવો અર્થ વિરોધી છે ? વિરોધિત્વનો અર્થ શું ? નાશક કે નાશાત્મકતા ? નારીત્વે વેત્ = જે આ ઘટાભાવ એ ઘટનો નાશક છે. અર્થાત્ આ ઘટાબાવ એ ઘટના નાશને કરનાર છે. એમ જો પ્રથમપક્ષ કહેશો તો જેમ મુદ્ગરાદિ વડે ઘટાદિનો નાશ કરવા દ્વારા ઘટાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org