________________
પંચમ પરિચ્છેદ સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
બૌધ્ધ અમારો આ હેતુ એ અસિધ્ધ હેત્વાભાસ નથી પરંતુ સાધ્યસિધ્ધિમાં ‘“સાધન’’ જ છે (સહેતુ જ છે) આ વાતની સિધ્ધિ કરવામાં બધ્ધકક્ષા વાળા (અર્થાત્ કમર કસીને તૈયાર રહેલા) એવા અમે હોતે છતે અમારા હેતુમાં અસિધ્ધતા કહેવાને તમારા વડે કેમ કિતમાન્ થવાશે
તમે કહેલી અસિધ્ધતા અમારા હેતુમાં ઘટતી નથી. તેથી અમારો હેતુ સ્વસાધ્ય સાધવામાં નિર્દોષ જ છે.તે આ પ્રમાણે પ્રચંડ વેગવાળા મુદ્ગરાદિને તમે જે નાશહેતુ માનો છો ત્યાં અમે તમને પુછીએ છીએ કે ઉત્પત્તિસમયથી જ નશ્વરસ્વભાવ વાળા જન્મેલા એવા ઘટાદિપદાર્થને આ નાશહેતુ એવા વેગવાન્મુદગરાદિ નાશ કરે છે કે ઉત્પત્તિ સમયથી જ અનશ્વરસ્વભાવ વાળા જ જન્મેલા એવા ઘટાદિપદાર્થને આ મુદગરાદિ નાશ કરે છે ? ત્યાં જો તમે એમ કહો કે ઘટાદિ પદાર્થો ઉત્પત્તિસમયથી જ “અનશ્વર સ્વભાવવાળા” જ છે. અને તેનો મુરાદિ નાશ કરે છે. તો આ તમારી વાત ઉચિત નથી. કારણ કે જે પદાર્થમાં જે સ્વભાવ હોય છે તે સ્વભાવ (ffઃપ્રમુ =) ઈન્દ્ર વડે પણ અન્યથા કરવો શક્ય નથી. તેથી જો વસ્તુ પોતે અનશ્વર સ્વભાવ વાળી જ છે તો તેના નાશનાં સેંકડો કારણો આવી મળવા છતાં પણ તે વસ્તુમાં નાશની અનુપત્તિ જ છે. અને જો એમ કહો કે વસ્તુ જ્યારે ઉત્પન્ન થઈ છે ત્યારથી નશ્વરરસ્વભાવ વાળી જ ઉત્પન્ન થઈ છે. તો વસ્તુ પોતે જ નશ્વર સ્વભાવવાળી જ હોવાથી સ્વયં નાશ પામવાની જ છે. નશ્વર વસ્તુના નાશમાં નાશનાં કારણો માનવાં તે વ્યર્થ છે. કારણકે મુદ્-દંડ-ચક્ર-ચીવરાદિ સ્વકારણોથી જ્યારે ઘટ ઉત્પન્ન થાય છે. ત્યારે જ તેમાં નશ્વર સ્વભાવ જો પ્રાપ્ત થઈ જ જાય છે. તો સ્વહેતુઓથી જે નાશપણાના પ્રામસ્વભાવવાળા પદાર્થમાં બીજા બીજા પદાર્થોનો વ્યાપાર માનવો તે ફળવાન્ (જરૂરી) નથી. ઘટ પોતે જ ઉત્પત્તિથી જ જો નશ્વરભાવ વાળો જન્મ્યો જ છે. તો તે પ્રાપ્તસ્વભાવથી જ સ્વયં નાશ પામવાનો છે. તેમાં વળી નાશ માટે મુદ્ગરાદિ અન્ય અન્ય પદાર્થોનો વ્યાપાર માનવો તે આવશ્યક નથી. તથા પોતાના નશ્વર સ્વભાવથી જ ઘટાદિ સ્વયં નાશ પામવાના હોવા છતાં પણ જો અનાવશ્યક (બીનજરૂરી) મુદ્ગરાદિને જો સહકારીકારણ માનવાનો આગ્રહ રાખશો તો એવાં હજારો બીજા પદાર્થોને પણ નાશનાં કારણ માનવાં પડશે. એટલે ક્યાંય તેનો વિરામ જ થશે નહીં. અર્થાત્ અનવસ્થા જ આવશે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જો પદાર્થ પોતે નથ્થરસ્વરૂપ (નશ્વરસ્વભાવવાળા) જ જન્મ્યો છે તો નશ્વરસ્વરૂપ હોવાથી જ ઉત્પત્તિ બાદ તુરતજ નાશ પામવાનો જ છે. ત્યાં પ્રલયનાં કારણો (વડે આ પદાર્થ નાશ પામ્યો એમ) માનવાની જરૂર શું ? અને જો પદાર્થ પોતે અનશ્વરસ્વરૂપ (-અનશ્વર સ્વભાવવાળો) જ જન્મ્યો છે તો અનશ્વર સ્વભાવ હોવાથી ઈન્દ્ર પણ તે સ્વભાવને બદલવા સમર્થ ન હોવાથી તે પદાર્થ નાશ પામવાનો જ નથી. માટે પણ પ્રલયના હેતુઓ માનવા વડે સર્યું ?
૩૧૮
=
अपि च । भावात् पृथभूतो नाशो नाशहेतुभ्यः स्यात्, अपृथग्भूतो वा ? यद्यपृथग्भूतः, तदा भाव एव तद्धेतुभिः कृतः स्यात्, तस्य च स्वहेतोरेवोत्पत्तेः कृतस्य करणायोगात्तदेव तद्धेतुवैयर्थ्यम् । अथ पृथग्भूतोऽसौ, तदा भावसमकालभावी, तदुत्तरकालभावी वा स्यात् ? तत्र समकालभावित्वे निर्भरप्रतिबन्ध
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org