________________
૭૧૭ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫
રત્નાકરાવતારિકા કરાય તો રૂપેક્ષણને જ્ઞાનક્ષાગપાળાના સ્વરૂપની આપત્તિ આવશે. કારણ કે બન્ને એક સ્વભાવજન્ય હોવાથી આ વિવક્ષિત પક્ષાણ પણ જ્ઞાનક્ષણાત્મકતાને જ પામશે. તૃતીય = હવે જો ત્રીજો પક્ષ કહેશો તો એટલે કે રૂક્ષણ ભિન્નસ્વભાવથી ઉત્પન્ન કરાય છે અને જ્ઞાનક્ષણ પાગ ભિન્નસ્વભાવથી ઉત્પન્ન કરાય છે એમ જો સ્વભાવાન્તર વાળો પક્ષ કહેશો તો રૂપક્ષાણનું (ક્ષણિક પદાર્થનું) જે ક્ષણિક અનંશ એવું સ્વરૂપ તમે માન્યું છે. તેની વ્યાપત્તિ થશે. અર્થાત્ પદાર્થ “ક્ષણિક – અવંશ સ્વરૂપ” રહેશે નહીં કારણ કે ક્ષણિક - અનંશ સ્વરૂપનો ભેદ કરનારો, ક્ષણિકને અક્ષણિક કરનારો અને અનંશને સાંશ કરનારો એવો સ્વભાવભેદ તે રૂપેક્ષણમાં હોવાથી હવે ક્ષણિક-અનંશતા ઘટશે નહીં. એક કાલે એક જ સ્વભાવ સંભવવાથી કાલાન્તરે બીજો સ્વભાવ આવવાથી ક્ષણિકતા રહેશે નહીં તથા એક જ રૂપક્ષાગમાં (પદાર્થમાં) ભિન્ન ભિન્ન બે સ્વભાવને ક્રમશઃ ઘટવાથી વસ્તુ અવંશ રહેતી નથી પરંતુ સાંશ થઈ જાય છે.
બૌધ્ધ - ૩થીનીસ્વરૂપમ = હવે અહીં બૌધ્ધ કદાચ એમ કહે કે અમે વસ્તુને ક્ષણિક -અનંશ એક સ્વરૂપવાળી જ માનીશું. પરંતુ ક્ષણિક અને અનંશ એક સ્વરૂપવાળું રૂપ = તે રૂપ અર્થાત્ પદાર્થ છે. પરંતુ ઉત્પાદક એવી સામગ્રીના ભેદથી ભિન્નભિન્ન કાર્યને (રૂપક્ષણને અને જ્ઞાનક્ષણને) કરનાર બને છે. અર્થાત્ રૂપમાં (પદાર્થમાં) તો રૂપક્ષાગ અને જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરનારો સ્વભાવ એક જ છે. પરંતુ નિમિત્ત ભૂત સામગ્રીના ભેદથી ભિન્ન ભિન્ન કાર્ય થાય છે. એમ અમે માનીશું. તો શું દોષ છે?
જૈન - જો આમ કહેશો તો નિત્ય એવો એક રૂપવાળો પદાર્થ પાગ તેવી તેવી સામગ્રીના ભેદથી જ તે તે ભિન્ન ભિન્ન કાર્ય કરનાર થશે. એમ માનવામાં પાગ શું દોષ છે ?
અર્થાત્ પદાર્થ નિત્ય હોય, એક સ્વભાવ વાળો હોય અને સામગ્રીના ભેદથી ભિન્નભિન્ન કાર્ય કરતો હોય એમ પણ કેમ ન બને ? પદાર્થને નિત્ય માનનારા સાંખ્યાદિને તમે હવે એવો દોષ કેવી રીતે આપી શકશો કે ભિન્ન ભિન્ન કાર્ય કરવાથી સ્વભાવ ભેદ થશે, અને સ્વભાવભેદ થવાથી નિત્યતા રહેશે નહીં. આવો દોષ તમે તેઓને જે આપો છો તે હવે આપી શકશો નહીં. કારાગ કે પદાર્થ પોતે નિત્ય અને એકસ્વભાવવાળો જ હોતે છતે સામગ્રીભેદથી ભિન્નભિન્ન કાર્ય થાય છે એમ પણ કેમ ન હોઈ શકે ? બીજાની આવી માન્યતામાં જો તમે દોષ આપો છો. તો તેવી માન્યતા તમે તો ન જ માની શકો એમ થવાથી તમારા માનેલા ક્ષણિક એકાન્તની સિધ્ધિ કેમ થશે ? આ રીતે ક્ષણિક એકાન્તપક્ષમાં “યુગપ-અક્રમ” વાળો પક્ષ પાગ સંભવતો નથી. તેથી ક્ષણિક એકાન્તપક્ષમાં ક્રમે કે અક્રમે અર્થક્રિયા સંભવતી નથી તેથી તમારો “સત્વહેતુ” વિરૂધ્ધ હેત્વાભાસ સ્વરૂપ છે એમ સિધ્ધ થયું.
___ यदप्याचक्षते भिक्षवः क्षणक्षयैकान्तप्रसाधनाय प्रमाणम्- ये यद्भावं प्रत्यनपेक्षाः, ते तद्भावनियता:, यथाऽन्त्या कारणसामग्री स्वकार्यजनने, विनाशं प्रत्यनपेक्षाश्च भावा इति । तत्र विनासं प्रत्यनपेक्ष त्वमसिद्धतावष्टब्धमेव नोच्छ्वसितुमपि शक्नोतीति कथं वस्तूनां विनाशनैयत्यसिद्धौ सावधानतां दृध्यात् ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org