________________
૭૦૫ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫
રત્નાકરાવતારિકા આ જ કારાગથી “નાથ” વાળો ત્રીજો પક્ષ પણ ઉચિત નથી કારણ કે જે પદાર્થ કાર્ય કરવામાં સમર્થ હોય તો પાગ અને અસમર્થ હોય તો પણ જેમ સહકારી કારણો તરફથી ઉપકારની અપેક્ષા નકામી છે. તેવી જ રીતે કાર્ય કરવા માટે પણ તે સહકારી કારાગોનો ઉપયોગ બીનજરૂરી છે. અનાવશ્યક છે. સમર્થ જો છે તો સહકારીઓની રાહ શું કરવા જુએ ? અને જો સમર્થ નથી તો સહકારીઓ આવીને પણ શું કરશે. તેથી કાર્ય કરવા માટે તે પદાર્થને સહકારીઓની જરૂર નથી. શાસ્ત્રમાં જ કહ્યું છે કે -
“જે પદાર્થ પોતે જ કાર્ય કરવામાં સમર્થ જ છે તો સહકારી કારણો વડે (તેની રાહ જોવા પડે) સર્યું. અને જો પદાર્થ કાર્ય કરવામાં અસમર્થ જ છે. તો પાણ સહકારીકારણો (આવીને પાગ કંઈ ફાયદો કરવાના નથી માટે તે કારણો) વડે સર્યું.”
હવે હે જેનીઓ ! તમે કદાચ એમ કહો કે પદાર્થ તો પોતે જ કાર્ય કરવામાં સંપૂર્ણપણે સમર્થ જ છે. પરંતુ તેમાંથી ઉત્પન્ન થતું એવું “#ાર્યમેવ સાધીનવમીવતા તાન્ ૩પેક્ષતે = કાર્ય જ અનેક કારણોને આધીન જન્મ થવાના સ્વભાવવાળું હોવાથી કાર્ય જ તે તે અપેક્ષારીય કારણોની અપેક્ષા રાખે છે. અર્થાત્ કાર્યને ઉત્પન્ન કરનારા એવા પદાર્થને સહકારી કારણોની અપેક્ષા નથી. પરંતુ ઉત્પન્ન થતું એવું કાર્ય પોતે જ સહકારીઓની અપેક્ષા રાખે છે.
બૌધ્ધ કહે છે કે જેનીઓની આ વાત બરાબર નથી. કારણ કે પદાર્થમાંથી ઉત્પન્ન થતું તય = તે કાર્ય કરતસ્નેત્તાત્ = પરતંત્ર હોવાથી, સારાંશ કે ઉત્પન્ન થનારું આ કાર્ય તેને ઉત્પન્ન કરનારા એવા કારણોને આધીન જ તેનો જન્મ છે એટલે પરતંત્ર છે. તેથી તેને ઉત્પન્ન કરનારો પદાર્થ આવે અને તે કાર્ય કરવામાં પૂર્ણ પણે સમર્થ હોય તો કાર્ય સ્વતંત્ર ન હોવાથી ઉત્પન્ન ન થાય એમ ન બને. પરંતુ ઉત્પન્ન થાય જ એટલે તેને બીજા કોઈની અપેક્ષા રાખવાની રહેતી જ નથી. સ્વાતચ્ચે વા કાર્યત્વચાવાતાત્ = જો તેને સ્વતંત્ર માનીએ તો તે કાર્યમાં કાર્યતા માનવાનો વ્યાઘાત થાય. કારણ કે જો ઉત્પન્ન થનારું આ કાર્ય સ્વતંત્ર હોય તો ત ડપ = તે જનક કારણ સ્વરૂપ પદાર્થ અને નિમિત્ત કારાગરૂપ સહકારીકારણો એમ બધાં હાજર હોવા છતાં પણ સ્વાતન્નોવેવ પોતે સ્વતંત્ર જ હોવાથી ઉત્પન્ન થવું હોય તો થાય અને ઉત્પન્ન ન થવું હોય તો ન થાય એમ હોવાથી તદ્ધિ ન મિિત = તે કાર્ય ઉત્પન્ન ન થાય એમ પણ બનવું જોઈએ. પરંતુ આવું બનતું નથી. માટે સ્વતંત્ર નથી. તેથી સહકારી કારણોની અપેક્ષા છે એ વાત વ્યાજબી નથી આ પ્રમાણે પદાર્થ સમર્થ હોય તો પણ અર્થ ક્રિયાકારિત્વ ઘટતું નથી. અને અસમર્થ હોય તો તો સંભવે જ નહીં.
wવું પત્ મામાભ્યામ્ = આ પ્રમાણે નિત્ય પદાર્થ ક્રમે પણ અક્રિયા કરી શકતો નથી અને અક્રમે પણ અર્થક્રિયા કરી શકતો નથી અને જે વસ્તુ ક્રમાક્રમ દ્વારા અક્રિયાકારી હોતો નથી તે પદાર્થ સંસારમાં હોતો જ નથી અર્થાત્ તે પદાર્થ અસતું જ હોય છે. જેમ કે ગગનનું પુષ્પ તથા રાક્ષfifમમતો મવઃ = આમ હોવાથી અગિક એટલે કે નિત્ય તરીકે માનેલો કોઈપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org