________________
૬૭૯ પંચમ પરિચ્છેદ સૂત્ર-૧
રત્નાકરાવતારિકા એટલે કે આ ગોત્વ પૂર્વવ્યકિતની સાથે આ તર્ણકમાં દાખલ થાય છે એમ જો કહો તો તર્ણકમાં (શાબલેયમાં) પણ પૂર્વવ્યકિતની (બાહુલેયની) પ્રતીતિ થવાનો પ્રસંગ આવશે, અર્થાત્ માતામાં રહેલું ગોત્વ માતાભૂત ગાય સાથે જો તાર્ણકમાં આવે તો તર્ગક જ ગાય માતા છે એવી પ્રતીતિ થવી જોઈએ. ધારો કે તર્ગકનું નામ શાબલેય હોય અને માતાભૂતગાયનું નામ બાહુલેય હોય તો શાબલેયમાં પણ બાહુલેયની પ્રતીતિ થવાનો પ્રસંગ આવશે. હવે જો બીજો પક્ષ કહેશો તો સામાન્ય એવી ગોત્રી જાતિ ઉભયમાં અંશથી વર્તનાર થવાથી સામાન્યને “સાંશ” માનવું પડશે. અને સાંશ માનવાથી વ્યકિતની જેમ ગણ્ય = આ સામાન્યને પણ અનિત્યતા માનવાની આપત્તિ આવશે. જે જે સાંશ હોય, એટલે અવયવી હોય તે તે વસ્તુ અવયવોથી - અંશોથી ઉત્પન્ન થાય છે. જેમ કપાલય સંયોગથી ઘટ, તત્ત્વસંયોગથી પટ, તેમ આ ગોત્વ પણ સાંશ થવાથી અવયવજન્ય બનવાથી ઉત્પતિવાળું થશે. અને તેથી અનિત્ય માનવું પડશે. શાસ્ત્રમાં સામાન્યને નિત્ય માનેલું છે. નિત્યમે મનેર્તિ સામાન્યમ્ એ પ્રમાણે કહેલું છે. માટે ઉપરની દલીલોથી સમજાય છે કે આ સામાન્ય વ્યકિતમાં સર્વવ્યાપી કોઈ પણ રીતે ઘટી શકતું નથી.
अथ विचित्रा वस्तुनां शक्तिः । यथा मन्त्रादिसंस्कृतमस्त्रमुदरस्थं व्याधिविशेषं छिनत्ति, नोदरम्, तद्वदिहापि सामान्यस्येदृशी शक्ति: यया स्वहेतुभ्यः समुत्पद्यमानेऽर्थे पूर्वस्थानादचलदेव तत्र वर्तत इति વેત્ ?
स्यादेतदेवम्, यद्येकान्तेनैक्यं सामान्यस्य प्रमाणेन प्रसिद्धं स्यात्, न चैवम्, तस्यैव तत्त्वतो विचारयितुमुपक्रान्तत्वात् । तथाहि - यद्यस्यैकान्तैक्यं कीर्त्यते, तदा भिन्नदेशकालासु व्यक्तिषु वृत्तिर्न स्यादिति । यदि तु स्वभाववादालम्बनमात्रेणैवेयमुपपाद्यते तदा किममुना सामान्येन ? किन्तरां वाऽन्येनापि भुयसा वस्तुना परिकल्पितेन ? एकैव काचिद् पद्मनिधीयमाना व्यक्तिरभ्युपगम्यताम् । सा हि तथास्वभावत्वात् तथा तथा प्रथिष्यत इति लाभाभिलाषुकस्य मूलोच्छेदः । तन्न व्यक्तिसर्वगतत्वमेतस्य सङ्गतिगोचरीभावम
હવે અહી તૈયાયિકો કદાચ એવો સ્વબચાવ કરે કે “વસ્તુઓની શકિત ચિત્ર-વિચિત્ર હોય છે” જેમ કે મન્ટોથી મંત્રિત કરેલું (સંસ્કારાયેલું) એવું શસ્ત્ર ઉદરગત વ્યાધિવિશેષનો નાશ કરે છે પરંતુ ઉદરનો નાશ કરતું નથી તેની જેમ અહીં સામાન્યની પણ એવા પ્રકારની શકિત જ છે કે જે શકિત વડે તે આ સામાન્ય પૂર્વ સ્થાન (માતાભૂત ગાય આદિ)થી ચલિત ન થયું છતું જ પોત-પોતાના (જનક એવા) કારાગોથી ઉત્પન્ન થતા એવા તર્ણકાદિ પદાર્થોમાં પણ ત્યાં વર્તે છે. સારાંશ એવો છે કે જેમ મંત્રિત એવું શસ્ત્ર જે રોગનાશના ઉદ્દેશથી છોડાયું હોય તે રોગનો જ નાશ કરે છે પરંતુ તે રોગના આધારભૂત ઉદરનો નાશ કરતું નથી. આવી બાબતમાં બુદ્ધિગમ્ય કોઈ તર્કનું સ્થાન જ નથી. માત્ર મંત્રિત શસ્ત્રની તેવા પ્રકારની શકિતવિશેષ જ માનવી પડે છે. તેવી જ રીતે અમે માનેલા સામાન્ય નામના પદાર્થની તેવા પ્રકારની શકિતવિશેષ જ છે કે જે શકિતના બળે તે સામાન્ય પૂર્વવ્યકિતમાં જે છે તે તો તેમને તેમ જ રહે છે ત્યાંથી અલ્પ પાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org