________________
રત્નાકરાવતારિકા સ્મરણની પ્રમાણતા-અપ્રમાણતાની ચર્ચા
૩૬૮ સ્મરણમાં લાવેલું, અથવા પ્રત્યભિજ્ઞાનથી જાણેલું અથવા તર્કથી માનેલું અથવા અનુમાનથી કલ્પેલું અથવા આગમાદિ શાસ્ત્રોથી જાણેલું ઈત્યાદિ કોઈ પણ પ્રકારના અનુભવથી જોયેલું કે જાણેલું તીર્થકર ભગવાનનું બિંબ આજે નજર સમક્ષ હાજર ન હોવા છતાં યાદ આવે- સ્મૃતિગોચર થાય - તેનો પરામર્શવિશેષ (વિચારવિશેષ) મનમાં આવે તે સર્વ આવા પ્રકારના તત્વ' શબ્દના પ્રયોગથી વિચારાતું જે જ્ઞાન મનમાં થાય છે તે સર્વે સ્મરણ કહેવાય છે.
સારાંશ કે પૂર્વે ભૂતકાળમાં ચાક્ષુષાદિ પ્રત્યક્ષથી કે સ્મરણાદિ પાંચ પ્રકારના પરોક્ષપ્રમાણથી જે અનુભવેલું હોય તેની યાદ તાજી થાય અને મનમાં “તત્'' શબ્દથી જે સંબોધિત થાય તે સર્વે સ્મરણ કહેવાય છે.
ये तु योगाः स्मृतेप्रामाण्यमध्यगीपत, न ते साधु व्यधिपत । यतो यत्तावत् केचिदनर्थजत्वादस्याः तदानासिषुः। तत्र हेतुः - "अभूद् वृष्टिः" "उदेष्यति शकटम्" इत्याद्यतीतानागतगोचरानुमानेन सव्यभिचार इत्यनुचित एवोच्चारयितुम् ।
જે યોગદર્શનકારો (એટલે કે નૈયાયિકો અને વૈશેષિકો) સ્મૃતિની અપ્રમાણતાને કહે છે તેઓ સારું કહેતા નથી. અહીં ૩ષ્યfષત એવું જે રૂપ છે તે ગધ ઉપસર્ગપૂર્વક 3 (ભણવું-આત્મને પદ) એ ધાતુનું અદ્યતની અન્ય પુરૂષનું બહુવચનનું રૂપ છે અને ધષત એ વિ ઉપસર્ગ પૂર્વક ધ ધાતુનું અઘતની બહુવચનનું રૂપ છે. સાધુ શબ્દ ક્રિયાવિશેષણ છે. અને તે શબ્દથી તે યોગદર્શનકારો સમજવા. - જે નૈયાયિકો અને વૈશેષિક “સ્મૃતિ એ પ્રમાણ નથી' એમ કહીને સ્મૃતિને અપ્રમાણ જણાવે છે તેઓનું તે બોલવું સારું નથી. અર્થાત્ યુક્તિસંગત નથી. તે દર્શનકારોનું તે કથન દોષિત છે.
પ્રશ્ન :- પરંતુ એ તો પહેલું જણાવો કે યોગદર્શનકારો સ્મૃતિને અપ્રમાણ કેવી રીતે માને છે ? પૂર્વપક્ષકારની શું યુક્તિ છે ? તે તો સમજાવો.
ઉત્તર :- તે યોગદર્શનકારો સ્મૃતિને અપ્રમાણ માનવામાં આવી યુકિત જણાવે છે કે - જ્યારે જ્યારે ભૂતકાળના વિષયની સ્મૃતિ થાય છે ત્યારે ત્યારે તે વિષય વર્તમાનકાળે વિદ્યમાન ન હોવાથી સ્મરણાત્મક આ જ્ઞાન અર્થજન્ય ન હોવાથી - એટલે કે જણાતા પદાર્થથી તે સ્મૃતિ ઉત્પન્ન થતી નથી. પરંતુ તે પદાર્થ વિના જ ઉત્પન્ન થાય છે માટે સ્મૃતિ અપ્રમાણ છે. જેમ ઝાંઝવાના જળમાં જલનું જ્ઞાન થાય છે પરંતુ જલપદાર્થ ત્યાં નથી તેથી તે જ્ઞાન અપ્રમાણ છે તેમ જ્યારે જ્યારે જે જે વિષયની સ્મૃતિ થાય છે ત્યારે ત્યારે તે તે વિષય ત્યાં નથી અને તે વિષય વિના જ સ્મૃતિ થતી હોવાથી ઝાંઝવાના જલના જ્ઞાનની જેમ અપ્રમાણ છે. તેઓનું અનુમાન આ પ્રમાણે છે.
स्मृतिः अप्रमाणा अनर्थजत्वात् मरुमरीचिकाजलज्ञानवत्
આ પ્રમાણે જે કેટલાક યોગદર્શનકારો આ સ્મૃતિની તે અપ્રમાણતાને અનર્થજત્વ હેતુથી માને છે તે ઉપરના અનુમાનથી સમજાવ્યું છે. જેમ ઝાંઝવાના જલજ્ઞાનકાળે જલપદાર્થ નથી અને જલજ્ઞાન થાય છે માટે અર્થજન્ય ન હોવાથી એટલે કે અનર્થજન્ય હોવાથી તે જ્ઞાન અપ્રમાણ છે તેમ સ્મૃતિકાળે જે પદાર્થનું સ્મરણ થાય છે. તે કાળે તે પદાર્થ ત્યાં નથી અને તે પદાર્થનું જ્ઞાન થાય છે. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org