________________
૬૩૬
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૬ __ यथैवकारोऽयोगादि व्यवच्छेदप्रयोजनः ॥१॥ ॥४-१५॥ તથા વળી (અહીં ગ શબ્દનો અર્થ વળી કરવો). જો વર મુકીએ પરંતુ “ચા” શબ્દ ન મુકીએ, અને તેથી “નવ ” ઘટ છે જ એટલું જ માત્ર જો કહેવામાં આવે તો બધી રીતે “ઘટ છે જ' એમ અર્થ થશે તેથી ઘટ જેમ ઘટભાવે છે તેમ સ્તંભ-પટ-મઠાદિ અન્ય દ્રવ્યરૂપે પણ છે જ આવો અર્થ થવાથી એક ઘટમાં સંસારવત સર્વપદાર્થ રૂપે “અસ્તિત્વની” હોવાપણાની આપત્તિ આવશે. એમ થવાથી પ્રતિનિયત “આ ઘટ માત્ર છે” એવા સ્વસ્વરૂપની અનુપત્તિ થશે.
હવે જો આ ઘટ એ ઘટમાત્ર છે. પરંતુ સ્તંભ-પટ-મઠ આદિ રૂપે નથી એમ સ્વીકારવું હોય તો તે સ્વીકારવા માટે “ ” એમ પ્રયોગ કરવો જ જોઈએ, થાત્ એટલે કથંચિ, કથંચિ એટલે અમુક અપેક્ષાએ જ આ ઘટ છે. સર્વ અપેક્ષાએ આ ઘટ નથી. એમ સમજવા માટે એટલે કે સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ જ આ ઘટ અસ્તિ છે. પરંતુ પરદ્રવ્ય-પરક્ષેત્રપરકાલ અને પરભાવની અપેક્ષાએ આ ઘટ અસ્તિ નથી. આ અર્થ સમજવો હોય તો “ ” મુકવું જોઈએ.
કદાચ કોઈ કોઈ વાક્યોમાં પ્રયોગ કરનારા પુરૂષો વડે આ “વાર્” શબ્દ જ્યાં પણ બોલાયો ન હોય ત્યાં પણ વ્યવચ્છેદકફળવાળા એવકારની જેમ બુદ્ધિશાળી પુરૂષોએ સમજી લેવો જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે -
અયોગાદિ (અયોગ-અન્યયોગ અને અત્યાયોગાદિ) ના વ્યવચ્છેદ ફળ વાળો વાર વાક્યમાં ન પ્રયોગાયો હોય તો પણ તેના જાણકાર પુરૂષો વડે જેમ વાર સમજી લેવાય છે તેમ પ્રવૃmist સો પ્રયોગ ન કરાયેલો એવો આ “a” શબ્દ પણ તેના જાણકાર પુરૂષો વડે સર્વ સ્થાને અર્થના વસથી સમજી લેવો જોઈએ. ૪-૧પ अथ द्वितीयभङ्गोल्लेखं ख्यापयन्ति -
स्यानास्त्येव सर्वमिति निषेधकल्पनया द्वितीयः ॥४-१६॥ હવે ગુરૂજી બીજા ભાંગાનો ઉલ્લેખ સમજાવે છે -
સર્વ ઘટ-પટ-આત્માદિ પદાર્થો (પર દ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ અને પરભાવ ની) અપેક્ષાએ નાસ્તિ રૂપ જ છે. આવા પ્રકારની નિષેધ કલ્પના વડે આ બીજો ભાંગો જાણવો. ૪-૧૬
- स्वद्रव्यादिभिरिव परद्रव्यादिभिरपि वस्तुनोऽसत्त्वानिष्टौ हि प्रतिनियतस्वरूपाभावाद् वस्तुप्रतिनियमविरोधः।
न चास्तित्वैकान्तवादिभिरत्र नास्तित्वमसिद्धमित्यभिधानीयम् । कथञ्चित्तस्य वस्तुनि युक्तिसिद्धत्वात् साधनवत् । न हि कचिदनित्यत्वादौ साध्ये सत्त्वादिसाधनस्यास्तित्वं विपक्षे नास्तित्वमन्तरेणोपपन्नम्, तस्य साधनाभासत्वप्रसङ्गात् ।
ટીકાનુવાદ - ઘટ-પટ-આત્મા-આકાશ આદિ સર્વ પદાર્થો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ જેમ અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org