________________
૬૧૯
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા એવી વિશેષતા કહી શકો. માટે ઉપરોક્ત સર્વ બચાવો કરવા તે ઉચિત નથી. તથા તમે ચાર્વાકાદિની વાણીમાં અને ઉપકારીઓની વાણીમાં વિશેષતા (પ્રમાણ-અપ્રમાણતાનો ભેદ) નથી સ્વીકાયો એમ નથી. પરંતુ સ્વીકાર્યો જ છે. જો આ બે વચ્ચેનો ભેદ તમે ન સ્વીકાર્યો હોત તો તત્પવિતાનુન = તે બૌદ્ધભગવાન તથા માતા-પિતાદિ ઉપકારીઓએ કહેલા અનુષ્ઠાનની જ આચરણા કરવામાં જે પ્રવૃત્તિ કરો છો તે પ્રવૃત્તિ નિષ્કારણ-પ્રયોજન વિનાની થઈ જાય. તથા ઉપકારીઓની જેમ ચાર્વાકાદિ ની વાણીમાં પણ પ્રવૃત્તિ કરવી જોઈએ, અથવા ચાર્વાકાદિની જેમ ઉપકારીઓની વાણીમાં પ્રવૃત્તિ ત્યજી દેવી જોઈએ. આવું તમે કરતા નથી. માટે તમે જ આત-અનાતનો ભેદ, અને આસોની જ વાણીની પ્રમાણતા સ્વીકારી જ છે. માટે ઉપરની સર્વ દલીલો કરવી તે અનુચિત છે. નિરર્થક જ છે. अथानुमानिक्येवाप्तशब्दादर्थप्रतीतिः -
पादपार्थविवक्षावान्, पुरुषोऽयं प्रतीयते ।
वृक्षशब्दप्रयोक्तृत्वात् पूर्वावस्थास्वहं यथा ॥१॥ इति विवक्षामनुमाय “सत्या विवक्षेयम्, आप्तविवक्षात्वात् मद्विवक्षावत्' इति वस्तुनो निर्णयादिति ને ?
तदचतुरस्त्रम्। अमूदृशव्यवस्थाया अनन्तरोक्तवैशेषिकपक्षप्रतिक्षेपेण कृतनिर्वचनत्वात् । किञ्च, शाखादिमति पदार्थे वृक्षशब्दसङ्केते सत्येतद्विवक्षाऽनुमानमातन्येत अन्यथा वा ? न तावदन्यथा, केनचित्कक्षे वृक्षशब्दं संकेत्य तदुच्चारणात्, उन्मत्तसुप्तशुकसारिकादिना गोत्रस्खलनवता चान्यथाऽपि तत्प्रतिपादनाच हेतोळभिचारापत्तेः । सङ्केतपक्षे तु यद्येष तपस्वी शब्दस्तद्वशाद् वस्त्वेव वदेत्, तदा किं नाम शूणं स्यात् । न खल्वेषोऽर्थाद् बिभेति । विशेषलाभश्चैवं सति यदेवंविधाननुभूयमानपारम्पर्यपरित्याग इति ॥
બૌદ્ધ - હે જૈન ! અમે આખપુરૂષને પણ માનીએ છીએ આમ પુરૂષો વાગીનું ઉચ્ચારણ કરે છે એમ પણ માનીએ છીએ અને આમપુરૂષની વાણીને પ્રમાણ પણ માનીએ છીએ પરંતુ આપ્તપુરૂષના શબ્દથી અર્થની જે પ્રતીતિ થાય છે તે અનુમાનથી થનારી છે. આગમથી થનારી નથી એમ અમે માનીએ છીએ, આમ શબ્દથી થતી અર્થપ્રતીતિ તે અનુમાનમાં જે અંતર્ગત થાય છે. આગમ પ્રમાણને માનવાની જરૂર નથી. તે આ પ્રમાણે - કોઈ આમપુરૂષે “આ વૃક્ષ છે” એવો શબ્દપ્રયોગ કર્યો ત્યારે વૃક્ષના અર્થની જે પ્રતીતિ થાળે છે. તે અમે અનુમાનથી કરીશું. આગમથી નહીં. તે અનુમાન આ પ્રમાણે છે.
પુરુષોડ્યું = આ પુરૂષ (પક્ષ), પાર્થવિવેક્ષાવાન્ = વૃક્ષના અર્થની વિવક્ષાવાળો છે (સાધ્ય), વૃક્ષારીયો વીત્ = વૃક્ષ શબ્દનો પ્રયોગ કરનાર હોવાથી (હેતુ), પૂર્વાવસ્થાનું કહ્યું થી = જેમ મેં પૂર્વકાળમાં પાદપના અર્થમાં વૃક્ષ શબ્દનો પ્રયોગ કર્યો હતો તેમ (દષ્ટાન્ત).
આ પ્રમાણે પ્રથમ વિવક્ષાનું અનુમાન કરીને આ અમારી વિવક્ષો સાચી જ છે એમ સમજાવવા હવે પછી બીજુ અનુમાન કરીશું. વિવોવમ્ = આ વિવક્ષા (પા), સત્યા સાચી જ છે (સાધ્ય),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org