________________
૫૯૭
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા
રત્નાકરાવતારિકા
असत्त्वात् = અસત્ રૂપ હોવાથી કારણ કહી શકાય નહીં, અન્યથા જો એમ નહી માનો અને પ્રતિબંધકોનો અત્યન્નાભાવ હોય છે એમ માનશો તો તમારા મતે અત્યન્તાભાવ વૈકાલિક ધ્રુવનિત્ય હોવાથી અગ્નિ પાસે મણિ-મંત્ર-તંત્રાદિ પ્રતિબંધકો વિદ્યમાન હોય ત્યારે પણ, અને વિદ્યમાન ન હોય ત્યારે પણ સદા દાહોત્પત્તિ થયા જ કરશે, કોઈ રોકી શકશે નહી, કારણ કે અત્યન્તાભાવ ધ્રુવ-નિત્ય હોવાથી મણિ-મંત્ર-તંત્રાદિની હાજરી વખતે પણ તે અત્યન્તાભાવ ત્યાં હાજર છે જ, તેથી મણિ-મંત્રાદિની હાજરી કાળે પણ દાહ થશે અને ગેરહાજરીકાળે પણ દાહ થશે જ. તેથી આ જગતમાં મણિ આદિ પ્રતિબંધક છે એવી કથા (ચર્ચા) જ અસ્તપણાને પામશે. તેથી અત્યન્તાભાવ તો દાહનું કારણ સંભવી શકતો નથી.
=
अपरे पुनः બીજા જે પ્રતિબંધકાભાવો છે, તે એકેક દાહોત્પત્તિમાં સહકારી કારણ છે કે બે-ત્રણ ભેગા થઈને સહકારી કારણ બને છે ? જો પહેલો પક્ષ લેતા હો તો શું પ્રાગભાવ સહકારી છે ? પ્રÜસાભાવ સહકારી છે ? કે પરસ્પરાભાવ સહકારી છે ? કે જે તે કોઈ પણ અભાવ સહકારી છે ?
(૧) ન પ્રથમઃ = પહેલો પક્ષ બરાબર નથી એટલે કે કેવળ એકલો પ્રતિબંધકનો પ્રાગભાવ માત્ર દાહોત્પત્તિનું કારણ છે એમ કહો તો તે ઉચિત નથી, કારણ કે પ્રતિબંધકના ધ્વંસકાળે પણ (પ્રાગભાવ ન હોવા છતાં પણ) દાહોત્પત્તિનું કાર્ય દેખાય જ છે. મણિ આદિ પ્રતિબંધકો પ્રથમ લાવવામાં આવ્યા હોય અને પછી દૂર કરવામાં આવ્યા હોય ત્યારે ધ્વંસ હોતે છતે પણ પ્રાગભાવ ન હોવા છતાં પણ પાવકમાં પ્લોષકાર્ય (બાળવાનું કાર્ય) ઉપલબ્ધ થાય જ છે. માટે પ્રાગભાવ કારણ નથી.
(૨) ન દ્વિતીયઃ એવી જ રીતે બીજો પક્ષ પણ ઉચિત નથી. એટલે કે કેવળ એકલો પ્રતિબંધકનો પ્રöસાભાવ પણ દાહોત્પત્તિનું કારણ છે એમ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે પ્રતિબંધકના પ્રાગભાવકાળે પણ (ધ્વંસ ન હોવા છતાં પણ) દહનમાં દાહોત્પત્તિ કાર્ય દેખાય જ છે. મણિ આદિ પ્રતિબંધકો હજુ લાવ્યા જ ન હોય ત્યારે પ્રાગભાવ હોતે છતે ધ્વંસાભાવ નથી છતાં પણ દહનમાં દાહોત્પત્તિનું કાર્ય દેખાય જ છે.
=
न तृतीयः = ત્રીજો પક્ષ પણ ઉચિત નથી, એટલે કે પરસ્પરાભાવ (અન્યોન્યાભાવ) પણ દાહોત્પત્તિમાં સહકારી કારણ નથી, કારણ કે જ્યારે અગ્નિ પાસે ચન્દ્રકાન્તમણિ પ્રતિબંધક હાજર હોય ત્યારે પણ અગ્નિમાં પ્રતિબંધકનો અન્યોન્યાભાવ હાજર હોવાથી દાહ થવો જ જોઈએ, તમે તાદાત્મ્યસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતા વાળા અભાવને અન્યોન્યાભાવ કહો છો. એટલે ઘટ એ પટરૂપ નથી, ઘટમાં પટનો પટપણે જે અભાવ તે જ અન્યોન્યાભાવ છે. એવી જ રીતે અગ્નિએ પોતે ચંદ્રકાન્તમણિ નથી. માટે અગ્નિમાં મિણનો મણિરૂપે જે અભાવ તે અન્યોન્યાભાવ છે. તેથી અગ્નિ સદા મણિના અન્યોન્યાભાવ રૂપ જ છે. તેથી પ્રતિબંધક એવા ચંદ્રકાન્તમણિના સંબંધવાળા, અને તેથી જ તે મિણના બંધૂભૂત સાથે રહેલા એવા ધનંજય (અગ્નિ) માંથી પણ ફોડલા થવા રૂપ દાહની ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવશે. કારણ કે તત્ત્વ તે અન્યોન્યાભાવ તફાનીવિ તે વખતે
Jain Education International
=
For Private & Personal Use Only
-
www.jainelibrary.org