________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
૫૯૬ પણ અમારે તમને અતીન્દ્રિયશકિત જ મનાવવાની હતી, તે શક્તિ તમે પોતે જ સ્વયં સ્વીકારી લીધી છે. હવે ચર્ચા કરી કંઠશોષ કરીને શું ફાયદો ? તેથી હવે બોલી બોલીને કંઠશોષ કરવાનું ક્ષીણ થાય છે. ચર્ચા સમાપ્ત જ થાય છે.
અને જો હવે દ્વિતીયપક્ષે તુ = બીજો પક્ષ કહો તો એટલે કે પ્રતિબંધકોનું એવું સ્વરૂપ જ છે કે અગ્નિના દાહને રોકે છે તો તે હવે = તે જ (નિકટવર્તી જ) પ્રતિબંધકો તેં પ્રતિ = તે વિવક્ષિત અગ્નિ પ્રત્યે પ્રતિબંધક બને, અને નાપરે = દૂર દૂર ક્ષેત્ર-કાળવર્તી ઈતરપ્રતિબંધકો પ્રતિબંધક ન બને આવી નીતિ ક્યાંથી લાવ્યા ? આવી નીતિ કેમ સંભવે ? કારણ કે પ્રતિબંધક નિકટ હોય કે દૂર હોય પરંતુ તેનું જ સ્વરૂપ છે તે સ્વરૂપ તો બન્ને પ્રકારના (નિટ અને દૂર ક્ષેત્રવર્તી) પ્રતિબંધકોમાં સદા હોય જ છે. સ્વરૂપ કદાપિ બદલાતું નથી. અર્થાત્ પ્રતિબંધક નિકટ હોય કે દૂર હોય તો પાણ પ્રતિબંધ કરનાર બનવું જોઈએ કારણ કે તમે શક્તિ તો માનતા નથી, માત્ર સ્વરૂપ જ માનો છો તો સ્વરૂપ તો ઉભયત્ર સમાન જ છે. મણિ-મંત્રાદિ પ્રતિબંધકોમાં કોઈ એક (નીતિવેલમ્ =) અગ્નિને જ આશ્રયી (નિકટવર્તી માત્ર અગ્નિને આશ્રયી) જ તે પ્રતિબંધક સ્વરૂપ હોય, અને અન્ય (પૂરતર ક્ષેત્રવત) અગ્નિને આશ્રયી તે પ્રતિબંધક સ્વરૂપ ન હોય એવું બની શકે નહીં, સ્વરૂપ તો સદા સમાન જ હોય છે. માટે એક અગ્નિનો પ્રતિબંધ કરે અને અન્ય અગ્નિનો પ્રતિબંધ ન કરે એવું હોઈ શકે નહીં.
तथा न प्रतिबन्धकस्यात्यन्ताभावस्तावत् कारणतया वक्तुं युक्तः । तस्यासत्त्वात्, अन्यथा जगति प्रतिबन्धककथां प्रत्यस्तमयप्रसङ्गात् । अपरे पुनः प्रतिबन्धकाभावा एकैकशः सहकारितां दधीरन्, द्वित्रा वा ? प्रथमपक्षे प्रागभावः प्रध्वंसाभावः, परस्पराभावः, यः कश्चिद् वा सहकारी स्यात्, न प्रथमः, प्रतिबन्धकध्वं. सेऽपि पावकस्य प्लोषकार्योपलम्भात् । न द्वितीयः, प्रतिबन्धकप्रागभावेऽपि दहनस्य दाहोत्पादकत्वात् । न तृतीयः, प्रतिबन्धकसम्बन्धबन्धोरपि धनञ्जयस्य स्फोटघटनप्रसङ्गात्, तस्य तदानीमपि भावात् । न चतुर्थः, प्ररूपयिष्यमाणानियतहेतुकत्वदोषानुषङ्गात् । द्वित्रप्रतिवन्धकाभावभेदे तु किं प्रागभावप्रध्वंसाभावी, प्रागभावपरस्पराभावी, प्रध्वंसाभावपरस्पराभावी, त्रयोऽपि वा हेतवो भवेयुः । नाद्य: पक्षः, उत्तम्भकनैकट्ये तावन्तरेणापि पावकस्य प्लोषकार्यार्जनदर्शनात् । न द्वितीयतृतीयतुरीयाः, प्रतिबंधकपरस्पराभावस्य प्राक् तदकारणत्वेन वर्णितत्वात्, भेदत्रयस्यापि चास्य परस्पराभावसंवलितत्वात् ।।
તથા વળી હે તૈયાયિક ! તમે દાહોત્પત્તિ આદિ કાર્યમાં જેમ અગ્નિ કારાગ છે તેમ પ્રતિબંધકાભાવને” પણ સ્વતંત્ર કારણ માનો છો તેથી અમે તમને પુછીએ છીએ કે પ્રતિબંધકનો કયો અભાવ દાહોત્પત્તિનું કારણ છે ? શું પ્રતિબંધકનો અત્યન્તાભાવ દાહોત્પત્તિનું કારણ છે કે ઈતર એવા પ્રાગભાવાદિ ? ત્યાં પ્રતિબંધકનો અત્યન્તાભાવ તો દાહોત્પત્તિમાં કારાગ તરીકે કહેવો શક્ય નથી. કારણ કે તે અત્યન્તાભાવ તો સર્વથા અસત્ છે. એટલે કે પ્રતિબંધકોનો અત્યન્તાભાવ સંસારમાં હોતો જ નથી, કારણ કે આ જગતમાં કોઈ પણ સ્થાને, કોઈ પણ કાળે મણિ-મંત્રતંત્ર-ઔષધિ આદિ પ્રતિબંધકો હોય જ છે. સર્વથા ન હોય એવું બનતું નથી, માટે અત્યન્તાભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org