SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૩ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા • અભાવ ઉભયાત્મક સ્વરૂપવાળી હોવાથી અગ્નિ પોતે જ પ્રતિબંધકના અભાવાત્મક છે. માટે પ્રતિબંધકના અભાવાત્મક એવી (કૃષ્ણવર્મની) અગ્નિને (અમારા મતે) પ્રતિબંધક સ્વભાવતા આવશે નહીં પરંતુ તમને તો આ દોષ આવશે જ. કારણ કે તમે ભાવને અભાવથી એકાન્ત ભિન્ન માનો છો. किञ्च-प्रतिबन्धकाभावस्य कारणत्वे, प्रतिबन्धकस्य कस्यचिनकट्येऽपि प्रतिबन्धकाभावान्तराणामनेकेषां भावात् कथं न कार्योत्पाद: ? न हि कुम्भकारकारण: कुम्भः कुम्भकारस्यैकस्याभावेऽपि कुम्भकारान्तरव्यापारान भवति । न चैक एव कश्चित्प्रतिबन्धकाभावः कारणम्, यदभावात् तदानीं न कार्य जायते, तद्वदेव त्वन्मतेन सर्वेषामवधृतसामर्थ्यत्वात् । ___ अथ सर्वे प्रतिवन्धकाभावाः समुदिता एव कारणम्, न पुनरेकैकशः कुम्भकारवत्, तर्हि कदाचिदपि दाहादिकार्योत्पत्तिर्न स्यात्, तेषां सर्वेषां (न) कदाचिदभावाद्, भुवने मणिमन्त्रतन्त्रादिप्रतिवन्धकानां भूयसां सम्भवात् । अथ ये प्रतिबन्धकास्तं तनूनपातं प्रतिबद्धं प्रसिद्धसामर्थ्याः । तेषामेवाभावाः सर्वे कारणम्, न तु सर्वेषाम्, सर्वशब्दस्य प्रकारकात्स्न्] वर्तमानस्य स्वीकारात्, इति चेत् - ननु प्रसिद्धसामर्थ्या इति सामर्थ्यशब्दस्यातीन्द्रिया शक्ति: स्वरूपं वा प्रतिबन्धकानां वाच्यं स्यात् । प्राच्यपक्षकक्षीकारे क्षीणः क्षणेनावयोः कण्ठशोष: अतीन्द्रियशक्तिस्वीकारात् । द्वितीयपक्षे तु त एव तं प्रति प्रतिबन्धकाः, नापरे, इति कौतस्कुती नीति: ? स्वरूपस्योभयेषामपि भावात्, न खलु मणिमन्त्रादेः कश्चिदेव जातवेदसमाश्रित्य तत्स्वरूपम्, न पुनर्जातवेदोऽन्तरमिति ॥ તથા વળી હે તૈયાયિક ! જો અગ્નિની જેમ પ્રતિબંધકાભાવ” એ પણ દાહનું સ્વત–પાશે કારણ હોય તો જ્યાં અગ્નિ અને ચંદ્રકાન્ત મણિ આદિ કોઈ એક પ્રતિબંધકની નિકટતા છે ત્યાં પાગ મંત્ર-તંત્ર ઔષધિ આદિ ઈતર પ્રતિબંધકોનો અભાવ પણ વિદ્યમાન છે જ, તેથી આવા પ્રકારનાં ઈતર પ્રતિબંધકોના અનેક અભાવો ત્યાં હાજર હોવાથી દાહાત્મક કાર્યની ઉત્પત્તિ કેમ ન થાય? અર્થાત્ થવી જ જોઈએ, કારણ કે પ્રતિબંધક ચંદ્રકાન્ત મણિ ભલે ત્યાં હોય પરંતુ કાર્યની ઉત્પત્તિમાં કારણ તરીકે માનેલ (૧) અગ્નિ અને (૨) ઈતર સર્વ પ્રતિબંધકોના અભાવો, એમ બન્ને કારણો મળી ચુક્યાં છે. માટે શા માટે દાહાત્મક કાર્ય ન થાય ? કુંભાર છે કારાગ જેમાં એવો વિવક્ષિત ઘટ કોઈ વિવક્ષિત એક કુંભકારનો અભાવ હોવા છતાં પાણ બીજા કુંભકારાન્તરના પ્રયત્નવિશેષથી ઘટ નથી બનતો એમ નહીં પરંતુ બને જ છે. તેવી જ રીતે પ્રતિબંધકાભાવ છે કારણ જેમાં એવો આ દાહ વિવક્ષિત એવા એક ચંદ્રકાન્ત મણિ રૂપ પ્રતિબંધકનો અભાવ ભલે ત્યાં ન હો, તથાપિ ઈતર અનેક પ્રતિબંધકાભાવ રૂપ કારાણસામગ્રી ત્યાં હાજર હોવાથી તેના કારણે દાહ ન થવો જોઈએ એમ નહીં પરંતુ થવો જ જોઈએ, અને દાહ થતો દેખાતો નથી માટે “પ્રતિબંધકાભાવ” એ સ્વતંત્ર કારણ નથી. તથા ન વ = કોઈ વિવક્ષિત એક પ્રતિબંધકાભાવ (ધારો કે ચંદ્રકાન્ત મણિનો અભાવ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy