________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
૫૯૦ વળી હે તૈયાયિક ! અમારા અનુમાનમાં અમે જે “તુરંગશૃંગ” નું દષ્ટાન્ત કહ્યું છે તે સાધ્યસાધન ઉભયથી વિકલ છે એવો તમે અમને દષ્ટાન્તદોષ આપતા હો તો તે પણ વ્યાજબી નથી. તમે તૈયાયિકો અમને જૈનોને કદાચ આવો દષ્ટાન્તદોષ આપો કે તમારા અનુમાનમાં મુકાયેલું તુરંગશૃંગનું દષ્ટાન્ત વધ્યાપુત્ર-આકાશપુષ્પાદિની જેમ અસત્ છે. મિથ્યા છે. અર્થાત્ સંસારમાં નથી જ. તેથી તે દષ્ટાન્ત અસતું હોવાથી તેમાં સાધ્ય (ભાવોત્પાદકાભાવ) કે હેતુ (ભાવાદત્યન્તવ્યતિરિક્તત્વ) કેમ હોઈ શકે ? કારણ કે જેમ પક્ષ અસતું હોવાથી તેમાં હેતુ ન હોઈ શકે તેથી આશ્રયાસિદ્ધ હેત્વાભાસ થાય છે એ જ ન્યાયે આ દૃષ્ટાન્ત પણ અસત્ હોવાથી તેમાં સાધ્ય કે સાધન કેમ વર્તી શકે ? માટે આ રીતે સાધ્ય-સાધન એમ ઉભયથી વિકલ આ દાન્ત છે. આવો દોષ કદાચ તમે અમને આપો તો તે તમારું બોલવું મિથ્યા છે કારણ કે અમે આ સુરંગઝંગનું દષ્ટાન્ત પાગ પક્ષની જેમ વિકલ્પમાત્રથી જ મુકયું છે. અને પક્ષ જેમ વિકલ્પથી મુકાયા પછી ભાવાનુત્પાદકત્વ સાધ્ય અને ભાવાદત્યન્તવ્યતિરિક્તત્વ હેતુ પક્ષમાં વર્તે છે. એ જ રીતે તે તુરંગઝંગ નામના વિકલ્પમાત્રથી મુકાયેલા દષ્ટાન્તમાં વસ્તુથી અત્યન્ત વ્યતિરિક્તત્વ હેતુ હોતે છતે ભાવનું અનુત્પાદકત્વ સાધ્ય પણ ત્યાં છે જ. માટે સાધ્ય-સાધન-ઉભયાભાવ ત્યાં પ્રસિદ્ધ નથી. એટલે દૃષ્ટાન્તદોષ પણ અમને આવતો નથી. __ननु जैनै वादभिन्नस्याभावस्याभ्युपगमाद् वाद्यसिद्धो हेतुरिति चेत् - तदसत् - पराभ्युपगताभावस्य धर्मीकृतत्वात्, तस्य च भावादेकान्तेन पृथग्भूततया जैनैरपि स्वीकारात् । न खल्ववस्तु वस्तुभूताद् भावाद् अभिन्नमिति मन्यन्ते जैनाः । ततो नाभावो भावोत्पादकस्तवास्तीति सिद्धम् ॥
તૈયાયિક - હે જૈનો ! તમારા અનુમાનમાં આશ્રયસિદ્ધિ દોષ ભલે ન આવે. પરંતુ સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ દોષ અવશ્ય આવશે જ, તે આ પ્રમાણે. પક્ષ જ સંસારમાં ન હોય તો તે આશ્રયાસિદ્ધ અને પક્ષ સંસારમાં હોય પરંતુ પક્ષમાં જે હેતુ વર્તતો ન હોય તો તે સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. તમે જૈનો “અભાવને” ભાવથી અભિન્ન સ્વીકારો છે. કારણ કે જેનો કોઈપણ વસ્તુને ભાવઅભાવ એમ ઉભયાત્મક માને છે. જે કોઈ ઘટ-પટાદિ પદાથોં છે તે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ ભાવાત્મક છે. તે જ ઘટપટાદિ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ અભાવાત્મક છે. એટલે ભાવ એ અભાવથી જેમ અભિન્ન છે તેમ અભાવ એ ભાવથી પણ અભિન્ન છે. એટલે તમારા જૈનોના અનુમાનમાં ‘‘વિવાર,મૂત: માવ: (પક્ષ), માવાનુFાઢ: (સાધ્ય), માધેશાન્તવ્યતિરિવતત્વાર્ (હેતુ), તૃરકૃવત્ (ઉદાહરાણ) આ અનુમાનમાં મુકાયેલો પક્ષ (જૈનોએ મુકેલો હોવાથી) ભાવથી અભિન્ન એવો અભાવ છે. કારણ કે તેઓ અભાવને ભાવથી અભિન્ન માને છે તેથી તેમાં હેતુની અવૃત્તિ છે. કારણ કે હેતુ ભાવથી એકાન્ત અત્યન્ત વ્યતિરિકતત્વ છે. તે હેતુ જૈનોએ કરેલા આ પક્ષમાં વર્તતો નથી. કારણ કે જેનોને અભાવ એ ભાવથી અભિન્ન માનેલો છે. માટે (અમને પ્રતિવાદીને-નૈયાયિકોને નહીં પરંતુ) તમને વાદીને (એટલે જેનોને) આ હેતુ અસિદ્ધ-સ્વરૂપાસિદ્ધ થશે.
વાદી એવા જૈનો પક્ષીકૃત અભાવને ભાવથી કથંચિત્ અભિન્ન માને છે તેથી તેવો જ પક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org