________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
૫૮૬ તેથી ભાવોત્પાદકતાનો અપવાદ (નિષેધ) કહેવો તે કેમ સૂપ પાદ (યુક્તિ યુક્ત) કહેવાય ?
હવે જો આ અભાવનો સ્વીકાર પ્રત્યક્ષપ્રમાણને બદલે, વિવક્ષિત અનુમાનથી અન્ય એવા બીજા અનુમાન પ્રમાણથી કરશો તો તત્રાપિ = ત્યાં પણ એટલે અભાવને જણાવનારા તે બીજા અનુમાન પ્રમાણમાં ધર્મી તરીકે કહેલા તે અભાવરૂપ ધર્માની પ્રતીતિ ત્રીજા અનુમાનથી જ માનવી પડશે, જેમ આ પ્રથમાનુમાનમાં મુકેલા અભાવધર્મીની પ્રતીતિ બીજા અનુમાનથી કહો છો તેમ તે બીજા અનુમાનમાં કહેલા અભાવધર્મીની પ્રતીતિ ત્રીજા અનુમાનથી, અને ત્રીજા અનુમાનમાં કહેલા અભાવધર્મીની પ્રતીતિ ચોથા અનુમાનથી, એમ પરંપરા ચાલવાથી અનવસ્થા નામનો મહાદોષ આવશે. ઢીચ્ય = દોષ થેમા = લાગશે.
હવે જે અભાવનો સ્વીકાર વિકલ્પમાત્રથી કરતા હો તો તે પ્રમાણમૂલક એવા વિકલ્પથી કરો છો કે કેવળ કપોલકલ્પિત એવા વિકલ્પમાત્રથી જ કરો છો ? જો પ્રમાણમૂલક એવા પ્રથમ વિકલ્પરૂપ પ્રથમપક્ષ કહો તો પ્રમાણમૂલક એવા તે વિકલ્પની સિદ્ધિમાં પ્રત્યક્ષાદિ કોઈ પણ પ્રમાણો પ્રવર્તતાં નથી આ વાત પહેલાં હમાણાં જ આવી ગઈ છે અર્થાત્ અભાવમાં પ્રત્યક્ષાદિ પ્રમાણોની પ્રવૃત્તિ તિરસ્કૃત છે. જે હમાણાં જ સમજાવાઈ છે.
હવે (કોઈપણ પ્રકારના પ્રમાણો વિના) કેવલ = એકલા વિકલ્પમાત્રથી (મનની કલ્પના માત્રથી) જ જો અભાવની તમે પ્રતીતિ માનતા હો તો તે પ્રતીતિ આકાશપુષ્પ-વવ્યાપુત્રાદિની જેમ “અસ” તુલ્ય છે. જેમ આકાશપુષ્પાદિ અસત્ હોવાથી તેનાથી કોઈની પણ પ્રતિપત્તિ થતી નથી તેમ આ અભાવ પાગ સર્વથા અસત્ હોવાથી તેનાથી પણ કોઈની પ્રતિપત્તિ શકય બનશે નહીં. અન્યથા = જો એમ ન હોય અને સર્વથા અસત્ વસ્તુને મન માત્રથી કલ્પી લેવાથી પણ જો સાધ્યસિદ્ધિ થતી હોય તો તો પ્રમાણિકપુરૂષોને પોતાના ઈષ્ટસાધ્યની સિદ્ધિ માટે પ્રમાણની ગવેષણા કરવી તે અરમણીય જ બનશે. તથા વાશ્રય સિદ્ધિઃ = આ રીતે અભાવને સિદ્ધ કરવામાં કોઈ પણ પ્રમાણ ન હોવાથી પક્ષ તરીકે રજુ કરાયેલો “અભાવ” સંસારમાં છે જ નહીં તો માવાન્ટેકાન્તતિરિક્તત્વીત્ એવો તમારા (જેનો) વડે કહેવાયેલો આ હેતુ કયાં રહેશે ? માટે તમારો આ હેતુ આશ્રયાસિદ્ધ થશે. જેમ નાનાવિન્દ્ર સુરમ, મરવિન્દ્રીત, સરોના વિદ્વત્ આ અનુમાનમાં નાવિન્દ્ર પક્ષ જ સંસારમાં ન હોવાથી આશ્રયાસિદ્ધ છે. તે જ રીતે આ પક્ષ પણ સંસારમાં ન જ હોવાથી જૈનોનો હેતુ આશ્રયાસિદ્ધ જ બને છે.
૩મથી પ્રતિપ: = હવે જો આ અભાવ સ્વીકૃત જ ન હોય તો તે જૈનો ! તમે તે અભાવને ધર્મી તરીકે (પક્ષ તરીકે) રજુ કેમ કર્યો ? જે વસ્તુ તમને માન્ય જ નથી તેનું ધર્મી તરીકે કથન કેમ શોભાસ્પદ બને ? અને માન્ય ન હોવા છતાં પણ જો તમે આ અભાવનું ધર્મી તરીકે ઉપાદાન કરો છો તો તે પક્ષમાં પણ હેતુ આશ્રયાસિદ્ધ જ થશે. કારણ કે પક્ષ તો આકાશપુષ્પાદિની જેમ અસ્વીકૃત જ છે. અને જે અનુમાનનો પક્ષ જ સંસારમાં ન હોય તો તે હેતુની પક્ષમાં અવૃત્તિ જ હોવાથી આશ્રયાસિદ્ધ જ કહેવાય છે. માટે હે જૈનો ! કહો કે તમે આ અનુમાનમાં કહેલો પક્ષ સ્વીકૃત તરીકે કહ્યો છે ? કે અસ્વીકૃત તરીકે કહ્યો છે ? બધી જ રીતે તમારું અનુમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org