________________
૫૮૫
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા તથા ચોથો જે અત્યન્તાભાવ નામનો અભાવ છે તે અભાવ તો વનસ્ય = નૈયાયિકોને પણ ભાવોત્પાદક તરીકે માન્ય નથી જ અર્થાત્ જેમ અમે જેનો અત્યન્તાભાવને કાર્યકારી માનતા નથી. તેમ તૈયાયિકો પણ અત્યન્તાભાવને તો કાર્યકારી માનતા નથી જ, તેથી તે અત્યન્તાભાવ રૂપ અભાવની બાબતમાં તો “સિદ્ધસાધ્યતા” છે. એટલે કે અમે જેનોએ જે આ અનુમાન હમણાં કહ્યું. તેમાં જો ચોથો અભાવ (અત્યનાભાવ) લઈએ તો તો તૈયાયિકોને પણ અત્યન્તાભાવ તો ભાવના અનુત્પાદક તરીકે માન્ય હોવાથી તેઓને જે સિદ્ધ છે તેને જ સાધવા જતાં સિદ્ધસાધ્યતા નામનો દોષ અમને આ અનુમાનમાં લાગે માટે વિવાદાસ્પદીભૂત અભાવ શબ્દથી પક્ષમાં પ્રાગભાવાદિ ત્રણ અભાવો જ લેવાના છે. અત્યન્તાભાવ લેવાનો નથી અને તે ત્રણ અભાવો પણ ભાવથી એકાન્ત ભિન્ન લેવાના છે. જે નૈયાયિક આદિ વડે કાર્યકારી મનાયા છે. તેનું જ આ નિરસન છે.
नन्वयं धर्मित्वेनोपात्तोऽभावो भवद्भिः प्रतिपन्नो नवा ? यदि प्रतिपन्नः, किं प्रत्यक्षाद् - अनुमानाद् - विकल्पाद् वा, उपमानादेरत्रानुचितत्वात् । यदि प्रत्यक्षात्तर्हि कथमभावस्य भावोत्पादनापवादः सूपपादः स्यात् ? प्रत्यक्षस्यैवोत्पादितत्वात् । अनुमानात्तु तत्प्रतिपत्तौ, तत्राप्यभावधर्मिणः प्रतीतिरनुमानान्तरादेव, इत्यत्रानवस्थादौस्थ्यस्थमा। विकल्पादपि तत्प्रतीतिः प्रमाणमूलात् तन्मात्रादेव वा ? न प्रथमात्, प्रमाणप्रवृत्तेस्तत्र तिरस्कृतत्वात् । विकल्पमात्रात्तु तत्प्रतीतिरसत्कल्या, ततः कस्यापि प्रतिपत्तेरनुपपत्तेः । अन्यथा प्रामाणिकानां प्रमाणपर्येषणमरमणीयं स्यात् । तथा चाश्रयासिद्धो हेतुः । अथाप्रतिपन्नः, तर्हि कथं धर्मितयोपादायि ? उपात्ते चास्मिन् हेतुराश्रयासिद्ध एव ॥
તૈયાયિક = વિવાદ્રામૃત: સમાવે: (પક્ષ), માવોહિલો ન મવતિ (સાધ્ય), માવાવેન્તિનિરિવેત્તત્વોત્ (હેતુ), તુર#કૃવત્ (ઉદાહરણ), તથા રાયમ્ (ઉપનય), તમાથા (નિગમન), અભાવ એ ભાવોત્પાદક નથી એમ જણાવવા માટે જૈનોએ જે આવા પ્રકારનું અનુમાન પૂર્વે કહ્યું છે તે અનુમાનમાં પક્ષ રૂપે રજુ કરાયેલ (એટલે કે ધર્મી તરીકે કહેલ) આ અભાવ છે જેનો ! તમારા વડે સ્વીકૃત છે ? કે સ્વીકૃત નથી ? જો તે અભાવ સ્વીકૃત હોય (એટલે કે અભાવ નામનો પદાર્થ છે એમ તમારા વડે સ્વીકારાયું હોય, તો તે અભાવપદાર્થનો સ્વીકાર શું પ્રત્યક્ષથી કરાયો છે ? કે અનુમાનથી કરાયો છે ? કે શું વિકલ્પમાત્રથી જ સ્વીકાર કરાયો છે ? ઉપમાનાદિ શેષ પ્રમાણો (અનુમાનમાં જ અંતર્ગત થતાં હોવાથી) જરૂરી ન હોવાથી અમે અહીં રજુ કર્યા નથી. હવે હે જૈનો ? પ્રત્યક્ષપ્રમાણથી “અભાવ છે” એમ જો તમારા વડે સ્વીકાર કરાતો હોય તો તે અભાવને ભાવોત્પાદકના નિષેધ તરીકે કહેવો કેમ સૂપ પાદ (યુક્તિયુક્ત) કહેવાય ? કારણ કે જે આ અભાવપદાર્થ પ્રત્યક્ષપ્રમાણથી ગૃહીત થયો તો તેનો અર્થ એ થયો કે તે અભાવે પોતાનું અસ્તિત્વ બતાવવા પ્રત્યક્ષ પ્રમાણને તો ઉત્પન્ન કર્યું જ છે. એટલે કે આ અભાવ બીજું કંઈ ભાવાત્મક કાર્ય ભલે ઉત્પન્ન ન કરે. પરંતુ પોતાના અસ્તિત્વને જણાવનારા પ્રત્યક્ષ પ્રમાણને તો ઉત્પન્ન કરે જ છે. એમ સિદ્ધ થયું જ. માટે તે અભાવ પ્રત્યક્ષપ્રમાણનો જનક હોવાથી ભાવોત્પાદક જ થયો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org