________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
૫૮૦ કાર્ય પ્રત્યે વ્યભિચારને જણાવતું છતું અગ્નિમાં કોઈ અતીન્દ્રિય શક્તિની સત્તાને સિદ્ધ કરે જ છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે -
સહકારી કારણોની હાજરી તથા પૂર્ણ સહકાર હોવા છતાં પણ અગ્નિના દષ્ટમાત્ર રૂપથી ક્યાંઈક (ચંદ્રકાંતમણિ આદિ હોય ત્યારે) અનુદ્યત્ = દાહાત્મક એવું કાર્ય ઉત્પન્ન ન થતુ હોય ત્યાં “અતીન્દ્રિય એવી અન્ય શક્તિને કલ્પવા માટે કેમ સમર્થ ન થવાય ? અર્થાત્ અતીન્દ્રિય શકિત કેમ ન કલ્પાય?
તથી વળી હે તૈયાયિકો ! તમે જે પૂર્વે એમ કહ્યું કે અવયવ્યતિરેક વડે અથવા વૃધ્ધવ્યવહાર માત્ર વડે અગ્નિમાત્રને જ અમે કારણ સમજીએ છીએ ઈત્યાદિ, તે બોલવા પુરતુ જ છે અર્થાત્ તમારૂં આ કથન યુક્તિસંગત નથી. કારણ કે “દાહ અને દહન (અગ્નિ) ની વચ્ચે કાર્યકારણભાવનો નિયમ જો પ્રસિદ્ધિની પદ્ધતિ માત્રથી પ્રતિબદ્ધ હોય તો તે જ કારણથી તમને “પ્રસંગ' દોષ આવશે. અનિષ્ટની આપત્તિને પ્રસંગ દોષ કહેવાય છે. જો અગ્નિમાં દાહાત્મક કાર્ય કરવાની અતીન્દ્રિય શક્તિ ન હોય અને કેવળ વૃધ્ધવ્યવહાર આદિ પ્રસિદ્ધિ માત્રની જ પદ્ધતિ ને લીધે અગ્નિ જો પોતાના સ્વરૂપમાત્રથી જ દાહને ઉત્પન્ન કરતો હોય તો તવિરોષાત્ = તે જ અગ્નિ અવિશિષ્ટ હોવાથી (સમાન હોવાથી) કન્યાપનોમ = તૃષાની પીડાનો નાશ પણ કરનાર બનવો જોઈએ. જો અગ્નિ પોતાના સ્વરૂપથી જ દાહાત્મક કાર્ય કરે તો તૃષાવિનાશકાર્ય કરવામાં પણ અગ્નિનું સ્વરૂપ તો સમાન જ છે. દાહકાર્ય કરવામાં કે તૃષાવિનાશ કાર્ય કરવામાં અગ્નિનું સ્વરૂપ તો અવિશેષ જ છે. તો શા માટે એક કાર્ય કરે અને બીજું કાર્ય ન કરે ? જો અતીન્દ્રિય શક્તિ કલ્પશો તો જ આ વાત સંગત થશે કે જે કાર્ય કરવાની અતીન્દ્રિયશક્તિ તેમાં છે તે કાર્ય આ અગ્નિ કરે છે. અને જે કાર્ય કરવાની અતીન્દ્રિય શક્તિ આ અગ્નિમાં નથી તે કાર્ય આ અગ્નિ કરતી નથી. અને અગ્નિની અંદર તે તે કાર્યની અતીન્દ્રિય શક્તિ છે માટે જ વૃધ્ધવ્યવહાર એ પ્રમાણે પ્રવર્યો છે. કેવળ એકલા અગ્નિને કે તેના દષ્ટરૂપ માત્રને જ કારણ માનવામાં તો તૃષાની પીડાના વિનાશમાં પાગ કારાગ માનવા રૂપ અનિટાપત્તિમય પ્રસંગદોષ તમને આવશે જ. માટે અતીન્દ્રિયશક્તિ સ્વીકારો.
તૈયાયિક :- ચંદ્રકાન્ત મણિ- મંત્ર-તંત્ર આદિની નિકટતા હોતે છતે અગ્નિમાંથી જે સ્ફોટની (ફોલ્લાની) અનુત્પત્તિ છે તે અદષ્ટરૂપને (અતીન્દ્રિયશક્તિને) સિદ્ધ કરતી નથી. કારણ કે ચંદ્રકાન્ત મણિમંત્ર-તંત્ર અને ઔષધિ આદિ જે જે અગ્નિમાંથી થતા દાહને રોકનારા છે તેને અમે પ્રતિબંધક માનીએ છીએ. રઈસન્ટેડ ફાર્યનનર્ત પ્રતિવર્ધન્ય સ્ત્રક્ષણમ્ = ઉપાદાન-નિમિત્ત અને સહકારી આદિ સકલ કારણો હોવા છતાં જે કાર્ય ન થવા દે તે પ્રતિબંધક કહેવાય છે. ચંદ્રકાન્ત મણિ આદિ પ્રતિબંધક છે. અને જેમ અગ્નિનું દષ્ટરૂપ દાહાત્મકકાર્યનું કારણ છે તેવી જ રીતે પ્રતિબંધકાભાવ પણ દાહાત્મક કાર્યનું કારણ છે. માટે જ્યાં ચંદ્રકાન્ત મણિ આદિ પ્રતિબંધકો છે ત્યાં “પ્રતિબંધકાભાવ” નામનું બીજું કારણ ન હોવાથી દાહાત્મક કાર્ય થતું નથી. અર્થાત્ અન્વયવ્યતિરેક વડે નિશ્ચિત સામર્થ્યવાળો અને નિમિત્તાદિસકલ કારણોથી યુક્ત એવો અગ્નિ જેમ દાહનો હેતુ છે. તેવી જ રીતે પ્રતિબંધકનો અભાવ પણ દાહનો હેતુ છે. જ્યાં પ્રતિબંધકનો અભાવ હોય ત્યાં જ દાહ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org