SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૭ શબ્દને આકાશગુણ માનનાર નૈયાયિકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા શબ્દની બાબતમાં મીમાંસકની સાથે ચર્ચા સમાપ્ત કરીને ટીકાકારશ્રી હવે નૈયાયિકની સાથે ચર્ચાનો આરંભ કરે છે. अस्त्वनित्यो ध्वनिः, किन्तु नायं पौद्गलिक: संगच्छत इति यौगा: सङ्गिरमाणा: सप्रणयप्रणयिनीनामेव गौरवार्हाः । यतः कोऽत्र हेतुः ?, (१) स्पर्शशून्याश्रयत्वम्, (२) अतिनिबिडप्रदेशे प्रवेशनिर्गमयोरપ્રતિયાત:, (૩) પૂર્વીથી થવાનુપથિ, (૪) સૂર્મમૂર્તદ્રવ્યાન્તર કરશā, (૬) નાગવં વા? નિયાયિકો અને વૈશેષિકો એટલે યૌગિકો કહે છે કે હે જૈનો ! શબ્દ અનિત્ય ભલે હો. તે અમને માન્ય છે. પરંતુ આ શબ્દ પૌદ્ગલિક (ભાષાવર્ગણાનાં પુદ્ગલોનો બનેલો) હોય તે વાત યુક્તિસંગત નથી. જૈન - ઉપર મુજબ કહેતા યૌગિકો પ્રેમવાળી (પોતાની સ્ત્રીઓ પાસે જ ગૌરવને (માનને) યોગ્ય છે. સારાંશ કે પોતાના ઘરમાં પોતાની સ્ત્રીઓ પાસે ગમે તેમ યુક્તિવિનાનું પણ બોલે તો પણ તે સ્ત્રિઓ રાગવાળી હોવાથી માન પામે પરંતુ વિદ્વાનોની સભામાં આવું બોલતા આ યૌગિકો માન પામે તેમ નથી, કારણ કે તેઓનું આ વચન યુક્તિયુક્ત નથી. તે આ પ્રમાણે - અમે તૈયાયિકોને પુછીએ છીએ કે શબ્દો અપૌદ્ગલિક છે એમ કહેવામાં તમારી પાસે કયા હેતુઓ છે ? શું યુક્તિઓ છે? (૧) શું શબ્દ એ સ્પર્શની શૂન્યતાવાળો છે માટે અપૌદ્ગલિક છે ? (૨) અતિશય ગાઢ પ્રદેશમાં પણ પ્રવેશ-નિર્ગમન કરવામાં ક્યાંય સ્કૂલના પામતો નથી માટે અપૌગલિક છે ? (૩) શબ્દમાં આગળ-પાછળ ક્યાંય અવયવો દેખાતા નથી માટે અપૌગલિક છે ? (૪) સૂક્ષ્મ-મૂર્ત એવા બીજા દ્રવ્યોનો અપ્રેરક છે માટે અપૌલિક છે ? (૫) આકાશનો ગુણ છે એટલે અપૌલિક છે ? શબ્દ એ પૌલિક નથી પરંતુ અપૌદ્ગલિક છે એમ સિદ્ધ કરવા ઉપરોક્ત પાંચ હેતુઓમાંથી કહો તમારી પાસે કયો હેતુ છે ? એકેક હેતુની ચર્ચા આ પ્રમાણે છે (રાઃ પત્રિા : શૂન્યત્વાત્માનારીવત્ - આ અનુમાનની જેમ વારાફરતી પાંચે હેતુઓ મુકીને પાંચ અનુમાન બનાવવાં. હે મૈયાયિકો ! કહો કે આ પાંચ અનુમાનમાંથી શબ્દને અપૌલિક સિદ્ધ કરવા માટે તમારી પાસે કયું અનુમાન સાચું છે ? તમારું એક અનુમાન સાચું નથી. તેની ચર્ચા આ પ્રમાણે છે) नाय: पक्षः । यतः शब्दपर्यायस्याश्रये भाषावर्गणारूपे स्पर्शाभावो न तावदनुपलब्धिमात्रात् प्रसिध्यति, तस्य सव्यभिचारत्वात् । योग्यानुपलब्धिस्त्वसिद्धा, तत्र स्पर्शस्यानुद्भूतत्वेनोपलब्धिलक्षणप्राप्तत्वाऽभावात्, उपलभ्यमानगन्धाधारद्रव्यवत् । अथ घनसारगन्धसारादौ गन्धस्य स्पर्शाव्यभिचारनिश्चयादत्रापि तन्निर्णयेऽप्यनुपलम्भादनुद्भूतत्वं युक्तम्, नेतरत्र, तन्निर्णायकाभावात् इति चेत् । मा भूत्तावत्तन्निर्णायकं किञ्चित्। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy