SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ આ હેતુ અસિદ્ધહેત્વાભાસ થતો નથી. અમારું અનુમાન સાચુ જ છે. અને સાચા એવા આ અનુમાન વડે તમારી પ્રત્યભિજ્ઞા બાધિત થાય જ છે. यदपि श्रावणत्त्वादित्यनुमानम्, तदपि . कान्तकीर्तिप्रथाकामः, कामयेत स्वमातरम् । ब्रह्महत्यां च कुर्वीत, स्वर्गकामः सुरां पिबेत् ॥१॥ इत्याद्यानुपुर्व्या सव्यभिचारम् । नित्यैवेयमिति चेत्, तर्हि प्रेरणावत् प्रामाण्यप्रसङ्गः । तदर्थानुष्ठानाश्रद्धाने च प्रत्यवायापत्तिः । उदात्त-स्वरित-तीब्र-मन्द-सुस्वर-विस्वरत्वादिधर्मेश्च व्यभिचारः । तेषां नित्यत्वे सदाप्येकाकारप्रत्ययप्रसक्तेः । नित्यत्वेऽप्यमीषामभिव्यक्तिः कादाचित्कीति चेत्, तदचारु, परस्परविरुद्धानामेकत्र समावेशासम्भवात् । प्रभाकरेण शब्दत्वास्वीकारादुभयविकलश्च तं प्रत्यत्र दृष्टान्तः । अथ भट्ट एवेत्थमनुमानयति, प्रभाकरस्तु देशकालभिन्ना गोशब्दव्यक्तिबुद्धय एकगोशब्दगोचराः, गौरित्युत्पद्यमानत्वात्, अद्योचारितगोशब्दव्यक्तिबुद्धिवदिति वदतीति चेत्, तदप्यनवदातम्, अत्र प्रतिबन्धाभावात्, तडित्तन्तुनित्यत्वसिद्धावप्येवंविधानुमानस्य कर्तुं शक्यत्वात् । તથા વળી શબ્દને નિત્ય સિદ્ધ કરવા માટે તમે જે અનુમાન આપ્યું છે તેમાં કહેલ “શ્રવણત્યા” હેતુ વ્યભિચારી છે. તમારૂ કહેલું અનુમાન આ પ્રમાણે છે. રાઃ નિત્ય: શ્રીવત્વ રાત્રેત્ આ અનુમાનમાં જણાવેલ હેતુ સાધ્યાભાવવવૃત્તિ હોવાથી વ્યભિચારી છે. “મનોહર કીર્તિની પ્રસિદ્ધિની કામનાવાળાએ સ્વમાતાની સાથે વિષયસેવન કરવું. અને બ્રહ્મહત્યા કરવી. તથા સ્વર્ગની ઈચ્છાવાળાએ સુરાનું પાન કરવું.” આવા પ્રકારના અર્થને જણાવનારા અનેક શ્લોકોની જે આનુપૂર્વી અર્થાત પરંપરા, તેની સાથે વ્યભિચાર દોષ આવે છે આ શ્લોકનો અર્થ જોતાં એમ સમજાય છે કે ભલે વર્ષોથી પરંપરાગત આવા શ્લોકો હોય, તો પણ અર્થ વિચારતાં નિત્ય હોઈ શકે નહીં. કોઈ ભોગાભિલાષી ધર્મ વિરોધી વ્યક્તિએ ચલાવેલી આ પરંપરા છે. માટે અનિત્ય છે. છતાં શબ્દાત્મક શ્લોક હોવાથી શ્રાવણત્વ” હેતુ ત્યાં પણ છે. એટલે હેતુની નિત્યસાધ્યના અભાવમાં (અનિત્યમાં) વૃત્તિ હોવાથી વ્યભિચારી છે. મીમાંસક - નિત્યયમ્ = આ આનુપૂર્વી પણ નિત્ય જ છે. એમ અમે માનીશું. એટલે “શ્રાવણત્વ” હેતુ સાધ્યમાં જ વર્તશે. સાધ્યાભાવમાં જશે નહીં. જેથી અમને વ્યભિચાર હેત્વાભાસનો દોષ આવશે નહીં. જૈન - તો પ્રેરવત્ = પ્રેરણાવાકયની જેમ એટલે વેદવાકયની જેમ આવા વિરૂદ્ધાર્થને કહેનારા શ્લોકોને પણ તમારે (નિત્ય હોવાથી વેદની જેમ) પ્રમાણ જ માનવા પડશે. (કરવા યોગ્ય યજ્ઞાદિકાર્યમાં પ્રવર્તવાની જે પ્રેરણા કરે તે વેદવાકયો પ્રેરણાવાકય કહેવાય છે). એમ થવાથી વેદોમાં કહેલા અથની અને અનુષ્કાનોની અશ્રદ્ધા કરવામાં દોષ લાગે. તેમ આવા વાકયોના અર્થમાં અને તત્કથિત અનુષ્ઠાનમાં અશ્રદ્ધા કરવાથી દોષ લાગે આવી આપત્તિ આવશે. એટલું જ નહીં પરંતુ તબ્લોક કથિતાનુષ્ઠાન આચરવાયોગ્ય થશે. સ્વમાતાનો સંભોગ અને બ્રહ્મહત્યા યશ આપનાર અને સુરાપાન સ્વર્ગ આપનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy