________________
૫૫૫ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા
રત્નાકરાવતારિકા આ શબ્દનું પ્રતિનિયત (ભિન્ન-ભિન્ન) આવરણ વડે આવાર્યત્વ પણ નથી અને તેથી જ પ્રતિનિયત (ભિન્ન ભિન્ન) વ્યંજક વડે વ્યંગ્યત્વ પણ નથી.
अस्तु वैतत्तथाऽप्ययमभिव्यज्यमानः सामस्त्येन प्रदेशतो वा व्यज्येत ? नाद्यः पक्षः क्षेमंकरः, सकलशरीरिणां युगपत्तदुपलम्भापत्तेः । द्वितीयविकल्पे तु कथं सकर्णस्यापि सम्पूर्णवर्णाकर्णनं भवेत् ? न खलु निखिलावृताङ्गराजाङ्गनानामपटुपवनापनीयमानवसनाञ्चलत्वेन चलनाङ्गुलिकोटिप्रकटतायां विकस्वरशिरीषकुसुमसुकुमारसमग्रविग्रहयष्टिनिष्टङ्कनं विशिष्टेक्षणानामपीक्ष्यते । प्रदेशाभिव्यक्तौ चास्य सप्रदेशत्वं प्रसज्यते। ततो व्यञ्जकस्य कस्यचिच्छब्दे सम्भवाभावात् तद्गता एव तीव्रतादय (धर्माः) इति नासिद्धो हेतुः ॥
તથા શબ્દોમાં વ્યંજક એવા વાયુ વિશેષ વડે વ્યંજિત થવા પણું છે આ વાત, અને તે શબ્દ નિત્ય હોતે છતે તેના ઉપરના આવરણનો જ માત્ર અપગમ થાય છે આ વાત, એમ બન્ને વાતો જો કે કોઈ પણ રીતે સંભવતી નથી. છતાં માનો કે એમ હોય તો પણ તે યુક્તિસંગત નથી એ વાત ગ્રંથકારશ્રી તર્કથી સમજાવે છે.
આ આવરણ અપગમ ધારો કે જેમ તમે કહો છો તેમ હોય, તથાપિ આવરણના અપગમથી વ્યંજક વડે વ્યંજિત થતો આ શબ્દ શું સમસ્તપણે વ્યંજિત થાય છે ? કે એક દેશથી વ્યંજિત થાય છે ? જો પ્રથમ પક્ષ કહો તો એટલે સમસ્તપણે વ્યંજિત થાય છે એમ જો કહો તો તે પક્ષ પણ નિર્દોષ નથી. કારણ કે જો સમસ્તપણે વ્યંજિત થતો હોય તો સર્વસંસારી જીવોને એકી સાથે તે શબ્દ ઉપલબ્ધ થવો જોઈએ તેવી આપત્તિ આવશે અને જો બીજો પક્ષ કહો તો એટલે કે અંશમાત્રથી શબ્દ વ્યંજિત થાય છે એમ કહો તો સકર્ણ (સાવધાન) પુરૂષને પણ વાર્થનું સંપૂર્ણ પણે શ્રવણ કેમ થશે ? કારણ કે વર્ણ અંશથી જ વ્યંજિત થયો છે. બાકી શેષભાગ હજુ આવૃત જ છે તેથી સજાગ પુરૂષને પણ પૂર્ણપણે શબ્દથવાણ કેમ ઘટે ?
જેમ કે સર્વ આવરણો (વસ્ત્રો)થી આવૃત છે અંગ જેનું એવી રાજઅંગનાઓ (રાજરાણીઓ)ના તોફાની પવન વડે વસ્ત્રનો છેડો દૂર કરાયે છતે ચરણના અંગુઠાની કિનારી (અંશ) માત્ર પ્રગટ (ખુલ્લી) કરાવે છતે પણ વિકસ્વર એવાં શિરીષનાં ફુલ જેવી અતિસુકોમળ એવી સમગ્ર વિગ્રહયષ્ટિ (શરીર રૂપ લાકડી)નું સંપૂર્ણદર્શન વિશિષ્ટચક્ષુવાળાને પણ સંભવતું નથી. અર્થાત્ અંશ માત્ર શરીરનો ભાગ દેખાયે છતે વિશિષ્ટચક્ષુવાળાને પાણ સંપૂર્ણ શરીરયષ્ટિ દેખાતી નથી. તેમ શબ્દનો અંશભાગ સંભળાવે છતે સંપૂર્ણ શબ્દ જાગૃત જીવને પાગ સંભળાશે નહીં. તથા વળી શબ્દને અંશથી વ્યંજિત માનવામાં આ શબ્દ “સપ્રદેશી” છે એમ માનવું પડશે. અર્થાત્ શબ્દ સંપ્રદેશી થવાની આપત્તિ આવશે. તેથી શબ્દમાં કોઈ વ્યંજકતત્ત્વ સંભવતું ન હોવાથી આવી કલ્પના નિરર્થક જ છે. માટે તીવ્ર-મંદાદિ ધમાં શબ્દના જ છે. અને તીવ્ર-મંદપણે શબ્દ જ સંભળાય છે માટે શબ્દો અનિત્ય છે. વકતા વડે જ ઉત્પન્ન કરાયા છે. તેથી નિત્ય: રા: તીવ્રમન્તાદ્રિધતિત્વ, સુરવટુંકવાવિત્ આવા પ્રકારના અને પૂર્વે કહેલા અનુમાનની અંદરનો અમારો (જૈનોનો) હેતુ પક્ષમાં યથાર્થપણે વર્તે જ છે. તીવ્રાદિ ધમ શબ્દમાં જ છે. વાયુવિશેષના કે અવાઅપદાર્થના નથી. તેથી અમારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org