________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯
ઉપલંભ હોવાથી ઉત્પત્તિ-વિનાશ છે જ પરંતુ અભિવ્યષ્ઠિ-અનભિવ્યક્તિ માત્ર નથી.
જૈન - તાજીવાતારિòતુાપારપ્રેક્ષળાવ્ = અક્ષરોની બાબતમાં પણ તેવી જ રીતે ઉત્પત્તિ વખતે તાલુ આદિ (તાલુ-કંઠ-ઓષ્ઠ આદિ)નો વ્યાપાર જણાય જ છે અને વિનાશ વખતે વાતાદિનો વ્યાપાર જણાય જ છે માટે ત્યાં પણ તમારે તે ઉત્પત્તિ-વ્યયનો સ્વીકાર કરવો જોઈએ. પરંતુ અભિવ્યક્તિઅનભિવ્યક્તિ માત્ર માનવી જોઈએ નહીં. ત્યાં પણ ઉત્પાદક એવા તાલુઆદિનો અને વિનાશક એવા વાયુ આદિનો વ્યાપાર સમાન જ છે.
મીમાંસક શબ્દોમાં તાલુઆદિનો અને વાયુઆદિનો વ્યાપાર કારણ અવશ્ય છે. પરંતુ તે શબ્દની ઉત્પત્તિ-વ્યયનું કારણ નથી. પરંતુ માત્ર અભિવ્યક્તિ (આવિર્ભાવ) અને અનભિવ્યક્તિ (તિરોભાવ) માત્રનું જ કારણ છે. તાલુઆદિનો વ્યાપાર નિત્ય એવા શબ્દને માત્ર આવિર્ભૂત કરે છે અને વાતાદિનો વ્યાપાર શબ્દને તિરોભૂત કરે છે. માટે શબ્દની ઉત્પત્તિ-વિનાશ નથી. પરંતુ નિત્ય છે અને તાલ્વાદિથી માત્ર અભિવ્યક્ત થાય છે.
જૈન જો એમ હોય તો છીછાવેરપિ તવસ્તુ
ઘટાદિના વિષયમાં પણ ઘટાદિને નિત્યઅપૌરૂષય માનો અને કુલાલાદિનો વ્યાપાર ઘટના આવિર્ભાવમાં, અને મુદ્ગરાદિનો વ્યાપાર ઘટના તિરોભાવમાં જ માત્ર કારણ છે. એમ માની ત્યાં પણ ઉત્પત્તિ-વ્યય નથી પરંતુ માત્ર તે આવિર્ભાવતિરોભાવ જ છે. એમ માનવું જોઈએ. ત્યાં તમે તેમ કેમ માનતા નથી ?
-
૫૪૬
મીમાંસક કુંભકારાદિના પ્રયત્નકાળે વાસ્તવિકપણે ઘટની ઉત્પત્તિ નથી પરંતુ અભિવ્યક્તિ જ છે અને મુદ્ગરાદિના પ્રયત્નકાળે વાસ્તવિકપણે વિનાશ નથી પરંતુ અભિવ્યક્તિનો અભાવ જ માત્ર છે એમ હું માનું છું. ફકત અભિવ્યક્તિ અને અનભિવ્યક્તિ વડે લોકમાં તથાપ્રતીતિ = તેવા પ્રકારની એટલે કે ઉત્પાદ-વ્યયની પ્રતીતિ થાય છે.
સારાંશ કે હકીકતમાં તો ઘટાદિની પણ અભિ-વ્યક્તિ-અનભિવ્યક્તિ માત્ર જ છે. ઉત્પત્તિવ્યય તો તેમાં પણ નથી. પરંતુ લોકો તેને તેવી પ્રતીતિ અર્થાત્ ઉત્પત્તિ-વ્યય માની લે છે. જૈન - ઘટાદિમાં પણ અભિવ્યક્તિ અને અનભિવ્યક્તિ માત્ર વડે લોકોમાં તેવી ઉત્પાદ અને વ્યયની પ્રતીતિ ઉત્પન્ન થયેલી છે. આવા પ્રકારની મીમાંસકની આ વાત બરાબર નથી. જો એમ હોય તો નિર્ સૂર્યના કિરણોના સમુહ વડે આવિર્ભૂત થતા કુંભાદિમાં, અને નરત = ગાઢ અંધકારના સમુહ વડે તિરોભૂત થતા કુંભાદિમાં પણ ‘“આ કુંભાદિ ઉત્પન્ન થયા અને નાશ પામ્યા” એવી પ્રતીતિ થવી જોઈએ, પરંતુ તે પ્રતીતિની સર્વત્ર અનુત્પત્તિ છે. કયાંય પણ કોઈને પણ પ્રકાશકાળે ઘટાદિ ઉત્પન્ન થયા, અને અંધકારકાળે ઘટાદિ વ્યય પામ્યા એવી પ્રતીતિ થતી જ નથી. માટે મીમાંસકની
=
Jain Education International
આ વાત બરાબર નથી. જો ખરેખર કુંભકારાદિના પ્રયત્નથી ઘટાદિ આવિર્ભૂત માત્ર જ થતા હોય અને લોકો તેને ઉત્પાદ કહેતા હોય તો સૂર્યના કિરણો વડે આવિભૂર્ત (પ્રકાશિત) થતા ઘટાદિમાં પણ લોકોની અંદર ઉત્પાદનો વ્યવહાર દેખાવો જોઈએ, અને તેવી જ રીતે અંધકારમાં તિરોભૂત થતા એવા ઘટાદિમાં નાશનો વ્યવહાર દેખાવો જોઈએ. પરંતુ આવો વ્યવહાર દેખાતો નથી. માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org