________________
૫૪૫ વર્ણાદિના નિયત્વની ચર્ચા
રત્નાકરાવતારિકા દંડ-ચક્ર-કુલાલ-મુદાદિ અનન્યથાસિદ્ધ છે. અને જે હોય તો પણ ઠીક અને ન હોય તો પણ ઠીક તે અન્યથાસિદ્ધ જેમ ઘટોત્પત્તિમાં રાસભ, તેમ અહીં શબ્દની ઉત્પત્તિ-વ્યયને જણાવનારૂં પ્રત્યક્ષ પ્રગટ દેખાય છે અને તે માનવું અતિશય આવશ્યક છે. માટે અનન્યથાસિદ્ધ છે. તેવી પ્રત્યભિજ્ઞા માનવી આવશ્યક નથી કારણ કે કાળભેદને લીધે પૂર્વકાલીન ગકાર અને વર્તમાન કાલીન ગકાર ભિન્ન ભિન્ન છે. માટે પ્રત્યભિજ્ઞા એ અન્યથાસિદ્ધ છે. તેથી શબ્દ અનિત્ય જ છે. તમારી પ્રત્યભિજ્ઞા એ અમારા કહેલા પ્રત્યક્ષવડે બાધિત છે.
अभिव्यक्तिभावाभावाभ्यामेवेयं प्रतीतिरिति चेत्, कुट-कट-कटाह-कटाक्षादावपि किं नेयं तथा ? । कुम्भकारमुद्गरादिकारणकलापव्यापारोपलम्भात् तदुत्पत्तिविपत्तिस्वीकृतौ तालुवातादिहेतुव्यापारप्रेक्षणादक्षरेष्वपि तत्स्वीकारोऽस्तु । तालुवातादेरभिव्यक्त्यनभिव्यक्तिमात्रहेतुत्वे कुलालादेरपि तदस्तु । न चाभिव्यक्तिभावाभावाभ्यां तथाप्रतीतिरुपापादि, दिनकरमरीचिराजिव्यज्यमाने घनतरतिमिरनिकराकीर्यमाणे च कुम्भादौ "उत्पादि व्यपादि चायम्" इति प्रतीत्यनुत्पत्तेः । तिमिरावरणवेलायामपि स्पार्शनप्रत्यक्षेणास्योपलम्भान्न तथेयमिति રેત્ –
यदा तर्हि नोपलम्भः तदा किं वक्ष्यसि ? अथ क्वापि तिमिरादेः तत्सत्त्वाविरोधित्वावधारणात् सर्वत्रानभिव्यक्तिदशायां तत्सत्त्वं निश्चीयत इति चेत् - तत्किमावृतावस्थायां शब्दस्य सत्त्वनिर्णायकं न किञ्चित्प्रमाणमस्ति ? ओमिति चेत् - तर्हि साधकप्रमाणाभावादसत्त्वमस्तु । अस्त्येव प्रत्यभिज्ञादिकं तदिति चेत्, - न, अस्य प्रत्यक्षबाधितत्वेनोन्मङ्क्तुमशक्तेः । उन्मज्जनेऽपि व्यक्तिभावाभावयोः कुम्भादाविवात्राप्युदयव्ययाध्यवसायो न स्यात् । अस्ति चायम्, तस्मादनन्यथासिद्धप्रत्यक्षप्रतिबद्ध एवेति निश्चीयते ॥
મીમાંસક - હે જૈનો ! ઈન્દ્રિય પ્રત્યક્ષ વડે તમને શબ્દની જે ઉત્પત્તિ વ્યય દેખાય છે. તે ખરેખર ઉત્પત્તિવ્યય નથી, પરંતુ શબ્દ નિત્ય અપૌરૂષય હોવાથી સદા સંસારમાં છે જ, માત્ર પુરૂષના ઉચ્ચારણકાળે તે અભિવ્યક્ત થાય છે (પ્રગટ થાય છે) અને અનુચ્ચારણકાલે અભિવ્યક્તિનો અભાવ છે. આ પ્રમાણે અભિવ્યક્તિના ભાવ અને અભાવ માત્ર વડે જ આ ઉત્પત્તિ વ્યયની પ્રતીતિ થાય છે. પરંતુ પહેલાં શબ્દ ન હતો અને ઉચ્ચારણ કરવાથી શબ્દ ઉત્પન્ન થયો છે અને અનુચ્ચારણ કાળે સર્વથા નાશ પામ્યો છે એમ નથી.
જૈન - જો એમ જ હોય તો કુટ (ઘટ), કટ (સાદડી), કડાહ (કડાઈ), અને કટાક્ષ (ચક્ષુવિક્ષેપ) આદિ કાર્યોમાં પણ જિં ન ાં તથા = આ પ્રતીતિ તેમ કેમ નથી મનાતી ? અર્થાત્ કુટાદિ સંસારના સર્વ પદાર્થો નિત્ય અને અપૌરૂષયમાત્ર જ છે. ફકત બનાવતી વખતે તેની અભિવ્યકિત થાય છે અને કુટે ત્યારે અનભિવ્યક્તિમાત્ર થાય છે એમ ત્યાં પણ આ જ પ્રમાણે કેમ નથી મનાતું ?
મીમાંસક - ઘટાદિના વિષયમાં તો કુંભારાદિ (કુંભાર-ચક્ર-દંડ-ચીવરમુદ્દે આદિ) કારણોના સમુહનો વ્યાપાર ઉત્પત્તિ વખતે પ્રગટ જણાતો હોવાથી અને મુગરાદિ કારણોના સમુહનો વ્યાપાર વિનાશ વખતે પ્રગટ જગતો હોવાથી તે ઘટાદિની ઉત્પત્તિ અને વ્યય વાસ્તવિક છે એમ અમે સ્વીકારીએ છીએ. એટલે કે ઘટાદિમાં ઉત્પાદક અને વિનાશક એવાં કારણોના કલાપના વ્યાપારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org