________________
૫૪૩ વાણદિ વચનોની વ્યાખ્યા
રત્નાકરાવતારિકા કેમ બોલાત ? અને સંસારમાં બોલાય તો છે જ, માટે પૂર્વોચ્ચારિત વર્ણ નષ્ટ થતો નથી. પાગ નિત્ય છે.
(૨) અનુમાન પ્રમાણ - શબ્દો (પક્ષ), નિત્ય છે (સાધ્ય), શ્રોત્ર ગ્રાહ્ય હોવાથી (હેતુ), શબ્દત્વજાતિની જેમ (દષ્ટાન્ત), અહીં સાધ્યની સાથે અવિનાભાવ સંબંધવાળો નિર્દોષ એવો અમારો આ હેતુ હોવાથી આ અનુમાન પ્રમાણ પણ શબ્દના નિત્યત્વને જ સિદ્ધ કરે છે.
(૩) અર્થપત્તિપ્રમાણ - શબ્દો નિત્ય છે. અન્યથા પરને માટે કરાતું શબ્દોનું તે ઉચ્ચારણ ઘટી શકે નહીં. જો શબ્દ નિત્ય ન હોય તો ઉચ્ચારણની સાથે જ પ્રથમવાર્ણ નાશ પામવાથી, બીજો વર્ણ આવે તો પણ સમુહ ભેગો ન થવાથી શ્રોતાવ્યકિતને અર્થબોધ કરાવી શકાય નહી. જેમ કે રામ શબ્દમાં જ બોલ્યા પછી મ ના ઉચ્ચારણ કાલે ા છે જ નહી, તો તેના વિના એકલા મથી રામ અર્થ કેમ સમજાવાય ? માટે વણોને નિત્ય માન્યા વિના પરના માટે કરાતું તે શબ્દોચ્ચારણ અન્યથા ઘટતુ ન હોવાથી સિદ્ધ થાય છે કે શબ્દો નિત્ય છે. આ અર્થપત્તિ પ્રમાણ
જાણવું.
આ પ્રમાણે સૂર્યનાં કિરાણોનો સમુહ સતત પ્રસરતે છતે, તેના પરામર્શ (સ્પર્શ)થી ઉત્પન્ન થયો છે (ઝુમારમ) વિકસ્વરતાનો પ્રારંભ જેનો એવાં કમળો જેમ મનની પ્રસન્નતાને ઘોતિત કરે છે તેવી જ રીતે ઉપરોકત પ્રત્યભિજ્ઞા-અનુમાન અને અર્થપત્તિ આદિ પ્રમાણો ગમ્ય = આ શબ્દના નિત્યત્વને જ સિદ્ધ કરે છે.
तदवयम् • यतः प्रत्यभिज्ञानं तावत् कथञ्चिदनित्यत्वेनैवाविनाभावमाभेजानम्, एकान्तैकरूपतायां ध्वनेः, “स एवायम्" इत्याकारोभयगोचरत्वविरोधात् । कथमात्मनि तद्रूपेऽपि “स एवाहम्" इति प्रत्यभिडेति चेत्, तदशस्यम्, तस्यापि कथश्चिदनित्यस्यैव स्वीकारात्। प्रत्यभिज्ञाभासदायम्, प्रत्यक्षानुमानाभ्यां बाध्यमानत्वात्, प्रदीपप्रत्यभिज्ञावत् । प्रत्यक्षं हि तावत् - "उत्पेदे विपेदे च बागियम्" इति प्रवर्तते । न च प्रत्यभिज्ञानेनैवेदं प्रत्यक्षं बाधिस्यत इत्यभिधानीयम्, अस्यानन्यथासिद्धत्वात् ।।
જૈન - મીમાંસકની ઉપરોક્ત વાત અઘરૂપ (દોષરૂપ) છે. કારણ કે પ્રત્યભિજ્ઞાન નામનું જે પ્રમાણ તમે કહો છો તે વસ્તુના કથંચિત્ અનિત્યત્વની સાથે જ અવિનાભાવસંબંધવાળું છે. અવિનાભાવસંબંધને પામેલું છે. અહીં સામેનાનમ્ શબ્દનો અર્થ પ્રાપ્ત કરેલું = પામેલું (આત્મપદ પરોક્ષભૂતકૃદન્ત) એવો અર્થ કરવો. એટલે કે જે વસ્તુ કથંચિત્ અનિત્ય હોય છે ત્યાં જ પ્રત્યભિજ્ઞા થાય છે. જે વસ્તુ એકાન્ત નિત્ય એકસ્વરૂપવાળી હોય છે ત્યાં તે અને આ એમ બે શબ્દોના પ્રયોગવાળી પ્રત્યભિક્ષાનો પ્રયોગ સંભવતો નથી. કારણ કે તે શબ્દ ભૂતકાળવાચી હોવાથી સ્મૃતિસૂચક છે. અને આ શબ્દ વર્તમાનકાળવાચી હોવાથી પ્રત્યક્ષસૂચક છે. હવે જો પદાર્થ પરિણમનશીલ અનિત્ય ન જ હોય તો ભૂતકાળવાચી અને વર્તમાન કાળવાચી એવા “તે અને આ” આવા બે શબ્દોનો પ્રયોગ કેમ ઘટે ? માટે કાળ આશ્રયી વસ્તુ પરિણામી હોય તો જ પ્રત્યભિજ્ઞા સંભવે, તેવી જ રીતે “તે જ આ ગકારમાં પાણ કાળ આશ્રયી પરિવર્તન હોવાથી કથંચિત્ અનિત્ય જ છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org