________________
- બેબોલ)
વિશ્વનું સૌથી મોટામાં મોટું પદ અરિહંત પદ . વિશ્વનું સૌથી મોટામાં મોટું તત્ત્વ આઈજ્ય છે.
આહત્ત્વનું ઉત્પત્તિસ્થાન કરૂણા છે. જીવો પ્રત્યેની શ્રેષ્ઠ કોટિની કરૂણાના કારણે શ્રેષ્ઠ તથા ભવ્યત્વવાળા જીવો તીર્થંકર નામકર્મનો બંધ કરીને અરિહંત પદવીને પામે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે લોકો કરતાં રાજા શ્રેષ્ઠ છે. રાજા કરતાં ચક્રવર્તી શ્રેષ્ઠ છે. ચક્રવર્તી કરતાં ઈન્દ્ર શ્રેષ્ઠ છે. આ બધા કરતાં વિશ્વત્રયના નાયક એવા અરિહંતો શ્રેષ્ઠ છે.
लोकेभ्योऽपि नृपतिस्ततोऽपि वरः चक्री, ततो वासवः, सर्वेभ्योऽपि जिनेश्वरो समधिको विश्वत्रयनायकः।
પરંતુ શાસ્ત્રકાર આટલેથી અટકતા નથી. આગળ ફરમાવે છે કે જ્ઞાનના મહાસાગર એવા શ્રી તીર્થકર ભગવંતો પણ જેને નમસ્કાર કરે છે તે શ્રી સંઘ છે. તીર્થકરોને પણ નમસ્કરણીય શ્રીસંઘની જેઓ વજૂસ્વામી આદિની જેમ ઉન્નતિ કરે છે તે આ પૃથ્વી પર સ્તુતિને પાત્ર છે.
सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं सङ्घ नमस्यत्यहो । वज्रस्वामिवदुन्नतिं नयति तं यः स प्रशस्यः क्षितौ ॥
સમસ્ત જૈનશાસનનો સાર આ શ્લોકમાં બતાવ્યો છે. શક્તિશાળી જીવોને કર્તવ્યનું માર્ગદર્શન અહીં આપ્યું છે. તમારામાં જે શક્તિ હોય તેનો ઉપયોગ સંઘની ઉન્નતિમાં કરો એ જ જીવનનો સાર છે. એમાં જ શક્તિની સફળતા છે. અને તીર્થંકર નામકર્મ સુધીના પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ પણ આનાથી જ થાય છે. આપણને વર્તમાનમાં ભાવતીર્થકરોની પ્રાપ્તિ નથી થઈ. પરંતુ એ જ તીર્થંકર ભગવંતોને નમસ્કરણીય એવા શ્રી સંઘની પ્રાપ્તિ થઈ છે. એ આપણું મહાન સદ્ભાગ્ય છે. આપણો પ્રકૃષ્ટ પુણ્યોદય છે. આ તો એવું થયું કે હજાર રૂપિયાની નોટ નથી મળી પણ લાખ રૂપિયાની નોટ મળી છે.
વિધિ, ઉદ્યમ, વર્ણ, ભય, ઉત્સર્ગ, અપવાદ, તદુભયગત ગંભીર ભાવોવાળા અનેક પ્રકારનાં શાસ્ત્રો છે. તેનો ઉપયોગ શ્રીસંઘની ઉન્નતિ-આબાદી માટે જ કરવાનો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
વિદ-૩ન-વન-મ-૩ વવાય તદુપયયાર્ડ | सुत्ताई बहुविहाई समए गंभीरभावाइं ॥ કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) વિધિમાર્ગ બતાવનારા હોય છે. કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) ઉદ્યમમાં પ્રવર્તાવનારા હોય છે. કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) પદાર્થોનું વર્ણન કરનારા હોય છે. કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) નરકાદિ ભયોનું વર્ણન કરનારા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org