________________
૫૩૨
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ થઈ ચુકેલી એવી તે શાખાઓ તેઓ વડે પાવી = આ યુગની આદિમાં જોવાઈ છે. અથવા જગત્સમક્ષ પ્રકાશિત કરાઈ છે. તેથી તે તે શાખાઓ તે તે ઋષિઓના નામના ચિહ્નવાળી (અંકિત) થયેલી છે. બાકી છે તો અનાદિની જ, તે ઋષિઓએ તો અપ્રગટને માત્ર પ્રગટ કરી છે.
જૈન - જો મીમાંસક આવું કહે તો આ શાખાઓ અનાદિકાળથી છે. એટલે અનંતકાળથી છે. તે અનંતકાળમાં આવા યુગો અનંતા આવ્યા છે. તેથી અનંતીવાર આ શાખાઓ ખોવાઈ હશે અને અપ્રગટ થઈ હશે અને અનંત ઋષિઓએ તેને જોઈ હશે, પ્રકાશિત કરી હશે, પ્રગટ કરી હશે તેથી અનંત ઋષિઓના નામથી અંકિત થયેલી હોવી જોઈએ. પરંતુ ઋષિઓનાં આવાં અનંત નામ નથી માટે તે તે શાખા તે તે ઋષિઓએ જ બનાવી છે. તેથી તે તે ઋષિઓ જ તે તે શાખાના કર્તા છે એમ માનવું જોઈએ, પરંતુ તે ઋષિઓએ માત્ર જોઈ જ છે કે માત્ર પ્રકાશિત જ કરી છે એમ માનવું જોઈએ નહીં.
તથા વળી અમે જૈનો તો આ કૃતિઓના કર્તા કાલાસુર નામના દેવને માનીએ છીએ, તેથી શાખાઓ કર્તાવાળી હોવાથી ““મર્યમાર્તૃત્વ તમારો હેતુ તમારા પ્રતિવાદી એવા અમને જેનોને અમાન્ય છે માટે આ હેતુ પ્રતિવાદિઅસિદ્ધ હેત્વાભાસ પણ થશે.
મીમાંસક - ર્રવિરો = આ કૃતિઓનો કર્તાવિશેષ કાલાસુર છે ? કે બીજા કોઈ (બ્રહ્મા) આદિ છે ? એ વાત હજુ વિવાદવાળી હોવાથી જૈનોએ ઉપર કહેલી કાલાસુરકતૃત્વની વાત અપ્રમાણ જ છે. (તસ્મરણમ્ = જૈનોનું આ સ્મરણ-કથન અપ્રમાણ છે.)
જૈન - નૈવમ્ = મીમાંસક જો આમ કહે તો તે બરાબર નથી. કારણ કે મૂલ વિપ્રતિપત્તિ: = વિવાદ જ્યાં હોય તે જ અપ્રમાણ ભલે હો. પરંતુ કર્તામાત્રનું કથન અપ્રમાણ સિદ્ધ થતું નથી. અર્થાત્ આ શાખાઓના કર્તા અમે કાલાસુર કહીએ છીએ, તમને કદાચ એમાં વિવાદ હોય અને એ કારણથી કાલાસુર કદાચ માન્ય ન હોય અને બ્રહ્મા આદિ કોઈ પણ ઈતરદેવ ધારો કે તમને કર્તા તરીકે માન્ય હોય તો કાલાસુરની કર્તુત્વની માન્યતામાં અમારે તમારે વિવાદ હોવાથી એ વાત તમારી દષ્ટિએ ભલે અપ્રમાણ બનો પરંતુ કાલાસુર કે બ્રહ્મા કે કોઈ પણ ઈતર દેવ કર્તા છે એમ તો સિદ્ધ થયું જ. તેથી કર્તમાત્રનું કથન કંઈ અપ્રમાણ બની જતું નથી. આ રીતે કર્તા માત્રના સ્મરણમાં કોઈ વિવાદ ન હોવાથી વેદો પૌરુષેય છે એમ માનવું જોઈએ. અને ત્રસ્મરVIતુ કે મર્યમાતૃત્વ એમ બન્ને રીતે તમારો કહેલો પ્રથમ હેતુ દોષિત છે. એમ સમજવું જોઈએ.
મીમાંસક = વેદો અપૌરુષેય (નિત્ય) છે એમ અમારા કથનમાં સ્ત્રમરાતું આ પ્રથમ હેતુ તમે ભલે દોષિત કર્યો પરંતુ અમારી પાસે નીચેના બે શ્લોકોમાં જણાવ્યા મુજબ બીજા બે હેતુ છે. તે બીજા બે હેતુથી અમે વેદોને અપૌરુષેય સિદ્ધ કરીશું. તે અનુમાનો આ પ્રમાણે છે - (વેલ્ય સર્વ મધ્યયનમ), વેદોનું સર્વ અધ્યયન (પક્ષ), ગુરૂ પાસે અધ્યયન કરવા પૂર્વકનું જ હોય છે (સાધ્ય), વેદોનું અધ્યયન હોવાથી અર્થાત્ વેદાધ્યયન એ એક વિશિષ્ટ અધ્યયન છે. સ્વયં ભાગવાનો નિષેધ છે. ગુરૂ પાસે જ ભાગાય છે, માટે (હેતુ), વર્તમાનકાળમાં કરાતા વેદાધ્યયનની જેમ (દષ્ટાન્ત).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org