SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ ૫૩૦ જે કાક, કે જે સાધ્યાભવવાન્ છે. તેમાં બાળસ્વાતિ હેતુ વર્તે છે. આ રીતે જે હેતુ પક્ષભિન્ન અધિકરણમાં વર્તે તે વ્યધિકરણાસિદ્ધ કહેવાય છે. તેવી જ રીતે અહીં પક્ષ અપૌરૂક્ષેયસાધ્યવાળી શ્રુતિ, એ પક્ષ છે. તેનાથી વિરૂદ્ધ અધિકરણ પૌષય ધર્મવાળા પ્રાચીનકુપાદિના કર્તારૂપ પુરૂષ, તે પુરૂષમાં કર્તુ-અસ્મરણ હેતુ વર્તે છે. માટે વ્યધિકરણાસિદ્ધ છે. હવે જો મીમાંસક એમ કહે કે અમે અનુમાનમાં ત્રમરળાત્ ને બદલે અમર્થમાળતુંત્વાત્ લખીશું. જેથી અમને વ્યધિકરણાસિદ્ધ હેત્વાભાસ આવશે નહીં. અમે અનુમાન પ્રયોગ હવે આ પ્રમાણે કરીશું. श्रुतिः, अपौरुषेया, सम्प्रदायाव्यवच्छेदे सति अस्मर्यमानकर्तृकत्वात्, आकाशवत् । “શ્રુતિ (પક્ષ), એ અપૌરૂષય છે (સાધ્યું), પરંપરાથી અનાદિ હોતે છતે અસ્મર્યમાણ કર્યુ વાળી હોવાથી (હેતુ), આકાશની જેમ (ઉદાહરણ), “આવા પ્રકારની અનુમાનની રચના અમે કરીશું. જેથી વ્યધિકરણાસિદ્ધિ આવવાનો અલ્પ પણ અવકાશ નથી. આવું અનુમાન અમે કરીશું. જેથી દોષ આવશે નહીં કારણ કે ‘‘સમર્થમાનતુંત્વાર્’’ આ બહુવ્રીહિ સમાસ થવાથી અન્યપદપ્રધાન સમાસ કહેવાય છે. જો તત્પુરૂષ સમાસ પૂર્વની જેમ કરીએ તો ઉત્તરપદપ્રધાન હોવાથી કર્તાનુ અસ્મરણ ગમે તેમાં (પ્રાચીનકુપાદિના કર્તા પુરૂષમાં) પણ ઘટી શકે. પરંતુ બહુવ્રીહિ સમાસ કરવાથી મનમાં કલ્પેલ જ અન્ય પદ લેવાશે. અને અમે તે અન્યપદ શ્રુતિ જ લઈશું. એટલે વ્યધિકરણમાં હેતુ ન જવાથી વ્યધિકરણાસિદ્ધ હેત્વાભાસ અમારે થશે નહીં. જૈન - મૈવમ્ આ પ્રમાણે ન કહેવું. કારણ કે જો આ પ્રમાણે બહુવ્રીહિ સમાસ કરી અન્યપદ તરીકે શ્રુતિમાત્રની વિવક્ષા કરશો તો ભલે વિશેષ્યહેતુમાં વ્યધિકરણાસિદ્ધ હેત્વાભાસ નહીં આવે. પરંતુ ‘‘સંપ્રવાવાવ્યવછેતે સતિ એ વિશેષણમાં સંદિગ્ધાસિદ્ધ હેત્વાભાસ થશે. તે આ પ્રમાણે - જે આદિવાળા પ્રાસાદાદિ કાર્યો છે. તેનો સંપ્રદાય અલ્પ કાળનો હોવા છતાં પણ વ્યવચ્છેદ પામતો નજરે દેખાય છે. તો પછી જે શ્રુતિ વિગેરે અનાદિ છે એમ કહો છો તેનો સંપ્રદાય વ્યવચ્છેદવાળો કેમ ન હોય ? અર્થાત્ અનાદિ એવી શ્રુતિનો સંપ્રદાય પણ ઘણા કાળવાળો હોવાથી સારી રીતે વ્યવચ્છેદવાળો જ હોય, માટે અવ્યવચ્છેદવાળો છે આવું સમજાવવું તે મૃતકને મજબૂત બાંધવા બરાબર છે અર્થાત્ નિરર્થક છે એટલે કે આ વાત મડાગાંઠ રૂપ છે. ન સંભવી શકે તેમ છે. સારાંશ કે જે આદિવાળાં કાર્યો છે તેને કાળ થોડો જ થયો છે તો પણ સંપ્રદાય વ્યવચ્છેદ પામતો દેખાય છે તો ઘણા કાળવાળી વસ્તુ તો ભૂતકાળમાં એકવાર નહીં પણ અનેકવાર વ્યવચ્છેદ પામેલા સંપ્રદાયવાળી જ હોય. તેથી હેતુમાં રહેલું વિશેષણ સંદિગ્ધાસિદ્ધ કેમ ન બને ? અર્થાત્ બને જ. કારણ કે શ્રુતિઓમાં સંપ્રદાયનો અવ્યવચ્છેદ જ હોય એમ કેમ કહી શકાય ? विशेष्यमपि = તથા અસ્મર્થમાળનુંવાત્ એવું જે વિશેષ્ય છે. તે ઉભયાસિદ્ધ હેત્વાભાસ રૂપ છે. કારણ કે તે શ્રુતિમાં વાદી અને પ્રતિવાદી એવા અમને તથા તમને તેના કર્તાનું સ્મરણ છે જ, અમે તો તે શ્રુતિ વર્ણાત્મક હોવાથી કર્તા છે એમ કહીએ જ છીએ અને તમે મીમાંસકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy