________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨
૫૧૨
તો સપક્ષસત્ત્વ થાય છે. પરંતુ ઘટ શબ્દ તો ઘટપદાર્થમાં કે ઈતરપદાર્થમાં સંભવતો જ નથી તેથી સપક્ષમાં હોવાપણું પણ કેમ ઘટશે ? અબાધિતવિષય પણ સંભવતો નથી. શબ્દ તો વક્તાના મુખદેશમાં છે અને પદાર્થ તો અન્યક્ષેત્રમાં છે. તેથી પ્રત્યક્ષબાધા છે જ કારણ કે શબ્દવાન્ ઘટપદાર્થ કે ઘટપદાર્થવાન્ શબ્દ કહેવાય જ નહીં. માટે હેતુનાં લક્ષણો કેવી રીતે લગાડશે અને સમજાવશે ?
વૈશેષિક અમે પક્ષધર્મતા આદિ હેતુનાં લક્ષણો આ રીતે સમજાવીશું - ચૈત્ર નામના કોઈ પુરૂષ ‘માનવ’ ઈત્યાદિ વાક્યનું ધારો કે ઉચ્ચારણ કર્યું. ત્યારે અમે આવું અનુમાન કરીશું. “આ ચૈત્ર (પક્ષ), ખુંધ આદિવાળા પદાર્થની વિવક્ષા વાળો છે (સાધ્ય). કારણ કે ગાય શબ્દનું ઉચ્ચારણ કરતો હોવાથી (હેતુ), મારી જેમ (ઉદાહરણ) જેમ હું જ્યારે જ્યારે ગોશબ્દનું ઉચ્ચારણ કરૂં છું ત્યારે ત્યારે કકુદાદિમાન્ પદાર્થની વિવક્ષાવાળો છું. તેમ આ ચૈત્ર પણ તેવો છે. આ પ્રમાણે પક્ષધર્મતા આદિ અનુમાનનાં અંગો ઘટાવીશું.
જૈન
તમારા કરેલા આ અનુમાનથી તો ઉચ્ચારણ કરનાર વકતા કયા પદાર્થને કહેવાની વિવક્ષાવાળો છે ? એમ વક્તાની વિક્ષા માત્રની જ પ્રતીતિ થાય છે. તેથી પદાર્થમાં ગ્રહણમોચન સંબંધી પ્રવૃત્તિ કેવી રીતે થશે ? આ અનુમાન તો શબ્દના અર્થની વિવક્ષા માત્રને જ જણાવનારૂ છે. પરંતુ પદાર્થમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરાવનારૂં બનશે નહીં. અર્થાત્ અર્થસિદ્ધિ થશે નહિં.
-
વૈશેષિક - અનુમાનથી વિવક્ષા સમજાશે અને વિવક્ષાથી પદાર્થની (પ્રવૃત્તિ-નિવૃત્તિની) સિદ્ધિ થશે. વક્તા કયા અર્થમાં આ શબ્દપ્રયોગ કરે છે ? તે અર્થની વિવક્ષા આ અનુમાનથી જાણ્યા પછી શ્રોતા તે અર્થની લેવડ-દેવડમાં પ્રવૃત્તિ કરશે જ. એટલે અર્થસિદ્ધિ થશે જ.
=
જૈન - તમારી આ વાત બરાબર નથી. કારણ કે ‘જ્યાં જ્યાં જે જે અર્થની વિવક્ષા હોય ત્યાં ત્યાં તે તે અર્થની સિદ્ધિ થતી જ હોય.” એવો નિયમ જો હોત તો જ વિવક્ષાથી અર્થ સિદ્ધિ થાય. પરંતુ તેવું નથી ઞસ્યાઃ = આ વિવક્ષા તત્ત્વમિનારાત્ = તે અર્થ સિદ્ધિની સાથે વ્યભિચારવાળી છે. અનામ (દુર્જન-લુચ્ચા) માણસોની અન્યથાપિ અર્થસિદ્ધિ વિના પણ તરુવરુજ્યે: તે વાણી (પ્રયોગ કરાતી) દેખાય છે. ખુણામાં કાળુ દોરડુ જ પડ્યુ હોય છતાં અનાત મનુષ્યો લોકોને છેતરવા અથવા ડરાવવા ‘આ સર્પ છે’” એવી વાણીનો પ્રયોગ કરતા દેખાય છે. એટલે કે અર્થની વિવક્ષા કરે છે તે જ અર્થ ત્યાં હોય છે એવો નિયમ નથી. માટે તમારી વાત વ્યભિચારી છે. વૈશેષિક જો આમ-અનામ એમ બન્નેના સાધારણ શબ્દને પક્ષ કરીને જો આ અનુમાન અમે કરીએ તો અનામની વાણી અર્થસિદ્ધિમાં વ્યભિચાર વાળી હોવાથી અવશ્ય વ્યભિચાર દોષ આવે. પરંતુ માત્ર આમ પુરૂષો વડે ઉચ્ચારાયેલી વાણીને જ પક્ષ કરીને અમે આ અનુમાન કરેલ છે અને આમ તો યથાર્થવકતા હોય છે. તેમની વાણી અર્થસિદ્ધિમાં વ્યભિચાર વાળી હોતી નથી. તથા તેમની વિવક્ષા પણ અર્થસિદ્ધિમાં વ્યભિચાર વાળી સંભવતી નથી. તેથી યથા-સાન્નોવતાત્ જેમ આમ પુરૂષોએ કહેલા શબ્દોથી અર્થ સિદ્ધિ અવ્યભિચારી છે. તેવી જ રીતે આસપુરૂષોએ કરેલી અર્થવિવક્ષાથી પણ અર્થસિધ્ધિ મૂળા વ = અવ્યભિચારી જ થશે. જેથી કોઈ દોષ આવશે
=
નહીં.
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org