________________
૫૦૫
' શબ્દને ભિન્ન પ્રમાણ ન માનનાર વૈશેષિકની ચર્ચા રત્નાકરાવતારિકા अनन्योपायताख्यापनार्थम् ।
अत्रैवं वदन्ति काणादाः - शब्दोऽनुमानम्, व्याप्तिग्रहणवलेनार्थप्रतिपादकत्वाद धूमवद् इति । तत्र हेतोरामुखे कुटाकुटकार्षापणनिरूपणप्रवणप्रत्यक्षेण व्यभिचारः, तथाभूतस्यापि तत्प्रत्यक्षस्यानुमानरूपताऽपायात्। ___ आ ! कथं प्रत्यक्षं नाम भूत्वा व्याप्तिग्रहणपुरस्सरं पदार्थ परिच्छिन्द्यात् ? उन्मीलितं हि चेल्लोचनम्, जातमेव परीक्षकाणां कटाक्टविवेकेन प्रत्यक्षमिति क्व व्याप्तिग्रहणावसर इति चेत् ? __एतदेवान्यत्राऽपि प्रतीहि । तथाहि - समुचारितश्चेद् ध्वनिः, जातमेव जनस्य शब्दार्थसंवेदनमिति क्व व्याप्तिग्रहणावसर इति । एवं तर्हि नालीकेरद्वीपवासिनोऽपि पनसशब्दात् तदर्थसंवित्तिः स्यादिति चेत् - किं नापरीक्षकस्यापि कार्षापणे कूटाकूटविवेके न प्रत्यक्षोत्पत्तिः ?
ટીકાનુવાદ - વકતા જ્યારે વચન ઉચ્ચાર કરે છે. ત્યારે તે વચનથી શ્રોતાને જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે વકતાનું બોલાયેલું વચન પ્રતિષય એટલે શ્રોતાના જ્ઞાનનું કારણ બને છે. માટે વાસ્તવિક પણે તો ભલે શ્રોતાના હૃદયમાં થયેલું જે જ્ઞાન તે જ જ્ઞાનાત્મક હોવાથી સ્વ-ર-વ્યવસાય જ્ઞાનું પ્રમાણમ્ “આ સૂત્રના આધારે આગમ પ્રમાણ કહેવાય છે. તો પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને આમવચન એ જ્ઞાન ન હોવા છતાં, ભાષાવર્ગણાનાં પુદ્ગલમાત્ર હોવાથી જડ હોવા છતાં, પ્રતિપાઘના જ્ઞાનનું કારણ હોવાથી આતવચનને પણ આગમ કહેવાય છે. શ્રોતાના હૃદયમાં જ્ઞાન પ્રગટ કરવા કરાવવાનો આ આસવચન એ જ અનન્ય-અદ્વિતીય-અનુપમ ઉપાય છે. એમ સમજાવવા માટે આ ઉપચાર કરેલ છે.
(તથા ટીકામાં લખ્યું નથી તો પણ આ વાત પણ સમજી લેવી કે વકતાના હૃદયમાં રહેલું જે જ્ઞાન તે જ્ઞાન હોવાથી વાસ્તવિક આગમ છે. પરંતુ તે જ્ઞાનમાંથી જે વચનો નીકળે છે. તે પણ આગમ છે કારણ કે વકતાનું જ્ઞાન એ કારણ છે અને વચન એ કાર્ય છે અને તે જડ છે. છતાં કાર્યમાં કારણનો ઉપચાર કરવાથી પણ આતવચનને આગમ કહેવાય છે. એમ બન્ને રીતે વકતા શ્રોતાની અપેક્ષાએ ઉપચાર સંભવે છે.)
જૈન દર્શનકારો આપવચનને વકતા અને શ્રોતાના જ્ઞાનનું અનુક્રમે કાર્ય અને કારણ હોવાથી ઉપચાર દ્વારા પ્રમાણ માને છે તથા શબ્દોનું ઉચ્ચારણ થતાં જ અર્થબોધ થઈ જાય છે. ધૂમ દેખાવાથી વધિનું જ્ઞાન કરવામાં જેમ વ્યાપ્તિસ્મરણ ઉદાહરણ-ઉપનય આદિની અપેક્ષા રહે છે તેવી અપેક્ષા શબ્દબોધમાં રહેતી નથી. તેથી આ શબ્દબોધ એ અનુમાન પ્રમાણમાં અંતર્ગત ન કરતાં “આગમ” રૂપે સ્વતંત્ર ભિન્ન પ્રમાણે કહેલ છે અને વૈશેષિક દર્શનકારો એટલે કાણાદો આ આગમ પ્રમાણને અનુમાનમાં અંતર્ગત કરે છે. તે કાણાદનું ખંડન કરવા માટે ગ્રંથકારશ્રી ચર્ચા શરૂ કરે છે -
વૈશેષિક - શબ્દ એટલે કે આગમપ્રમાણ (પક્ષ), એ અનુમાન જ છે (સાધ્ય), વ્યાપ્તિ ગ્રહણના બળ વડે જ અર્થનો બોધ કરાવતું હોવાથી (હેતુ), ધૂમની જેમ (ઉદાહરણ), જેમ ધૂમ દ્વારા થતું વહ્નિનું જ્ઞાન વ્યાતિગ્રહણપૂર્વક થતું હોવાથી અનુમાન કહેવાય છે તેવી જ રીતે આ શબ્દજ્ઞાન પણ વ્યાતિગ્રહણ પૂર્વક થતું હોવાથી અનુમાન જ છે અનુમાનમાં જ અંતર્ગત છે. ભિન્ન પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org