________________
રત્નાકરાવતારિકા
હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન
૪૯૨
प्राण्यनुकम्पादेः कुतश्चित् लिङ्गात् प्रसिद्ध्यत्सहचरं सम्यग्ज्ञानं साधयति । (सिध्यमानं तत्सम्यग्ज्ञानं मिथ्याज्ञानं નિયતિ) ।
ટીકાનુવાદ :- અહીં આ અનુમાનમાં પ્રતિષેધ યોગ્ય ‘મિથ્યાજ્ઞાન” છે. તેની સાથે વિરૂદ્ધ સમ્યજ્ઞાન છે. અને તે સમ્યજ્ઞાનનું સહચર સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન પ્રાણીઓની અનુકંપા આદિ કોઈ પણ બાહ્યલિંગથી આ આત્મામાં સિદ્ધ થતું છતું તેના સહચર એવા સમ્યજ્ઞાનને અવશ્ય સિધ્ધ કરે જ છે. (અને સિધ્ધ થતું એવું તે સમ્યજ્ઞાન તેના વિરૂદ્ધ એવા મિથ્યાજ્ઞાનનો અવશ્ય નિષેધ કરે જ છે).
1
इयं च सप्तप्रकाराऽपि विरुद्धोपलब्धिः प्रतिषेध्येनार्थेन साक्षाद्विरोधमाश्रित्योक्ता परम्परया विरोधाश्रयणेन त्वनेकप्रकारा विरुद्धोपलब्धिः संभवन्त्यत्रैवाभियुक्तैरन्तर्भावनीया । तद्यथा कार्यबिरुद्धोपलब्धिर्व्यापकविरुद्धोपलब्धिः कारणविरुद्धोपलब्धिरिति त्रयं स्वभावविरुद्धोपलब्धौ । तत्र कार्यविरुद्धोपलब्धिर्यथा - नात्र देहिनि दुःखकारणं अस्ति सुखोपलम्भात् इति, साक्षादत्र सुखदुःखयोर्विरोधः । प्रतिषेध्यस्वभावेन तु दुःखकारणेन परम्परया । व्यापकविरुद्धोपलब्धिर्यथा- न सन्निकर्षादिः प्रमाणम् अज्ञानत्वादिति । साक्षादत्र ज्ञान - त्वाज्ञानत्वयोर्विरोधः, प्रतिषेध्यस्वभावेन तु ज्ञानत्वव्याप्येन प्रामाण्येन व्यवहितः । कारणविरुद्धोपलब्धिर्यथा नासौ रोमहर्षादिविशेषवान्, समीपवर्तिपावकविशेषादिति । अत्र पावकः साक्षाद् विरुद्धः शीतेन । प्रतिषेध्यस्वभावेन तु रोमहर्षादिना शीतकार्येण पारम्पर्येण ॥
-
આ સાતે પ્રકારની પણ વિરૂદ્ધોપલબ્ધિ પ્રતિષેધ્ય પદાર્થની સાથે સાક્ષાત્ વિરોધને આશ્રયી કહેલી છે. પરંતુ પરંપરાએ વિરોધનો જો આશ્રય કરીએ તો અનેક પ્રકાર વાળી આ વિરૂદ્ધોપલબ્ધિઓ अत्रैव = આ અમે દર્શાવેલી સાત વિરૂદ્ધોપલબ્ધિઓમાં જ વિદ્વાનોએ અંતર્ભાવિત કરી લેવી. અર્થાત્ પરંપરાએ વિરોધને આશ્રયી સંભવતી અનેકવિધ વિરૂદ્ધોપલબ્ધિઓ ઉપરોક્ત સાક્ષાત્ વિરોધવાળી સાતમાં જ વિદ્વાનોએ યથાયોગ્ય સમાવિષ્ટ કરવી. (અમિયુક્ત વિદ્વાનોએ).
તે વાત વધુ સ્પષ્ટ ઉદાહરણ સાથે આ પ્રમાણે છે પરંપરાએ થતી કાર્યવિરૂદ્ધોપલબ્ધિ, પરંપરાએ થતી વ્યાપકવિરૂદ્ધોપલબ્ધિ અને પરંપરાએ થતી કારણવિરૂદ્ધોપલબ્ધિ, આ ત્રણે પરંપરાએ જે વિરૂદ્ધોપલબ્ધિઓ છે તે ત્રણે સાક્ષાત્ વિરોધને આશ્રયી થતી સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિમાં જ અંતર્ગત થઈ જાય છે. તે ત્રણેનાં ઉદાહરણો આ પ્રમાણે છે -
-
=
(૧) પરંપરાએ વિરોધને આશ્રયી થતી કાર્યવિરૂદ્ધોપલબ્ધિનો સમાવેશ સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિમાં થાય છે તેનુ દૃષ્ટાન્ત આ પ્રમાણે - “આ પ્રાણીમાં (પક્ષ), દુઃખનું કારણ નથી (સાધ્ય), કારણ કે મુખાદિ ઉપર ચારે તરફ સુખ જ દેખાય છે (હેતુ).
Jain Education International
આ અનુમાનમાં સુખ અને દુઃખ એ બન્ને ગુણો હોવાથી અને પરસ્પર વિરોધી હોવાથી તે બન્ને વચ્ચે સાક્ષાદ્ વિરોધ છે. પરંતુ સુખનો દુઃખની સાથે વિરોધ હોવાથી દુઃખનાં કારણોની સાથે પણ વિરોધ કહેવો તે પરમ્પરાએ વિરોધ છે. કારણ કે જે દુઃખનું વિરોધી હોય તે દુઃખનાં કારણોનું
For Private & Personal Use Only
www.jainelibrary.org