________________
રત્નાકરાવતારિકા
હેતુના ભેદ અને પ્રતિભેદોનું વર્ણન
૪૮૮
જ આ અનુમાન પ્રવર્તે છે. એટલે કે પર્વત અને ધૂમનું પ્રત્યક્ષજ્ઞાન થયા પછી જ પર્વતો હિમાન્ આ અનુમાન પણ પ્રત્યક્ષમૂલક હોવાથી આ અનુમાનને પણ
ધૂમર્ આ અનુમાન પ્રવર્તે છે. તેથી પ્રત્યક્ષ રૂપ જ કેમ કહેવાતું નથી ?
માટે જે વસ્તુ જે મૂલક હોય તે વસ્તુ તરૂપ હોય એવો નિયમ નથી. વળી અનુપલબ્ધિમાં ઉપલબ્ધિનો અભાવ માત્ર જ હોય છે જેને પ્રસન્ત્યપ્રતિષેધ કહેવાય છે. જેમ કે આ ભૂતલ ઉપર ઘટ દેખાતો નથી. આ માત્ર પ્રસજ્યપ્રતિષેધ હોવાથી અનુપલબ્ધિ કહેવાય છે. જ્યારે સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિમાં વિરૂધ્ધ સ્વભાવની ઉપલબ્ધિ છે માટે પર્યાદાસ છે. જેમ કે વિન્ને શીતળ નથી કારણ કે ઉષ્ણતા જણાતી હોવાથી, અહીં શીતળતાની વિરોધી ઉષ્ણતાનો ઉપરંભ છે માટે આ અનુપલબ્ધિરૂપ નથી. પરંતુ સાધ્યના વિરૂધ્ધની ઉપલબ્ધિરૂપ છે. ૩-૮૫ા विरुद्धोपलब्धेराद्यप्रकारं प्रदर्श्य शेषानाख्यान्ति -
प्रतिषेध्यविरुद्धव्याप्तादीनामुपलब्धयः षट् ॥३-८६॥
વિરૂધ્ધોપલબ્ધિનો પ્રથમ ભેદ જણાવીને હવે શેષ બાકી રહેલા છ ભેદો જણાવે છે નિષેધ કરવા યોગ્ય એવા સાધ્યથી વિરૂધ્ધ વ્યાપ્ત આદિની ઉપલબ્ધિ છ પ્રકારની છે.
||૩-૮૬।।
ટીકા :- પ્રતિષેષ્યનાથૈન સ ્ યે સાક્ષાત્ વિદ્ધાન્તેષાં યે વ્યાસાવયો વ્યાપ્ય-ન્યાય-૧ારણહૈ - पूर्वचरोत्तरचर सहचरास्तेषामुपलब्धयः षड् भवन्ति । विरुद्धव्याप्तोपलब्धि:, विरुद्धकार्योपलब्धिः, विरुद्धकारणोपलब्धिः, बिरुद्धपूर्वचरोपलब्धिः, विरुद्धोत्तरचरोपलब्धिः, विरुद्धसहचरोपलब्धिश्वेति ॥ ३-८६॥
ટીકાનુવાદ :- પ્રતિષેધ કરવા યોગ્ય જે પદાર્થ, તેની સાથે જે સાક્ષાત્ વિરૂદ્ધ વસ્તુ હોય, તેના જે વ્યાપ્યાદિ એટલે વ્યાપ્ય-કાર્ય-કારણ-પૂર્વચર-ઉત્તરચર અને સહચર હેતુઓ, તેઓની જે ઉપલબ્ધિ છે તે ઉપલબ્ધિ છ પ્રકારની છે.
અનુમાનપ્રયોગમાં નિષેધાત્મક જે સાધ્ય કહ્યું હોય, તેની સાથે સાક્ષાત્ વિરૂદ્ધ જે વસ્તુ હોય તેના વ્યાપ્યાદિ હેતુઓની જે ઉપલબ્ધિ તે છ પ્રકારની છે. (૧) વિરૂદ્ધવ્યાપ્યોપલબ્ધિ, (૨) વિરૂદ્ધકાčપલબ્ધિ, (૩) વિરૂદ્ધકારણોપલબ્ધિ, (૪) વિરૂદ્ધપૂર્વચરોપલબ્ધિ, (૫) વિરૂદ્ધોત્તરચરોપલબ્ધિ, (૬) વિરૂદ્ધસહચરોપલબ્ધિ.
આ છ એ ઉપલબ્ધિઓનાં ઉદાહરણો હવે પછીના સૂત્રોમાં ગ્રંથકારશ્રી પોતે જ જણાવે છે. તેથી અમે અહીં વધુ વિસ્તાર કરતા નથી. ।।૩-૮૬॥
क्रमेणासामुदाहरणान्याहुः -
·
-
विरुद्धव्याप्तोपलब्धिर्यथा नास्ति अस्य पुंसस्तत्त्वेषु निश्चयस्तत्र સન્દેહાત્ ॥૩-૮ગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org