________________
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૮૩/૮૪/૮૫
૪૮૫
ઉપલબ્ધિનું ઉદાહરણ છે. ૫૩-૮૨ા
અંધારામાં આમ્રફલનો રસ ચાખી શકાય છે. પરંતુ રૂપ જોઈ શકાતું નથી. તેથી અંધારામાં આસ્વાદન કરાતા રસ દ્વારા ન દેખાતા રૂપનું આ અનુમાન છે. પૂર્વકાલમાં આ અપક્વ આમ્રલમાં સંભવતા નીલરૂપને અને ખાટા રસને માણેલો છે. ત્યારબાદ આમ્રફલને તૃણ-અન્નાદિમાં રાખી ઉષ્ણતા દ્વારા પકાવેલ છે. પછી તે પક્વ આમ્રલને અંધારામાં જ જ્યારે આસ્વાદિત કરાય છે ત્યારે રૂપ અને રસ આ બન્ને સહચર છે. તેને બદલી નાખે તેવી ઉષ્ણતારૂપ સામગ્રીનો યોગ થયેલો છે. તેના દ્વારા પરિવર્તિત થયેલ રસ જિલ્લા દ્વારા જણાય છે. પરંતુ અંધકાર હોવાથી ચક્ષુ દ્વારા રૂપ જણાતું નથી. છતાં સાધ્ય જે રૂપ, તેનું સહચર જે રસ, તે પરિવર્તિત થયેલું જણાય છે માટે રૂપ પણ વિશિષ્ટ થયેલું જ છે એમ સિદ્ધ થાય છે. આ અવિરૂદ્ધસહચરની ઉપલબ્ધિનું ઉદાહરણ સમજવું.
રત્નાકરાવતારિકા
ટીકા :- વં ચ સાક્ષાત્ પોતાઽષિદ્ધોપરુષિવતા/ પરમ્પરયા પુન: સન્મવન્તીયમંત્રૈવાન્તાવનીયા तद्यथा - कार्यकार्याऽविरुद्धोपलब्धिः कार्याविरुद्धोपलब्धौ । “अभूदत्र कोश: कलशोपलम्भात् इति । कोशस्य हि कार्यं कुशूलस्तस्य चाविरुद्धं कार्यं कुम्भ इत्येवमन्या अप्यत्रैवान्तर्भावनीयाः || ३-८२ ॥
Jain Education International
ટીકાનુવાદ :- આ પ્રમાણે જે આ છ પ્રકારની અવિરૂદ્ધોપલબ્ધિ સમજાવી તે સાક્ષાત્ અવિરૂદ્ધોપલબ્ધિ સમજવી. સાધ્યની સાથે સીધે સીધી સ્વભાવની કાર્યની કારણની જે અવિરૂદ્ધ ઉપલબ્ધિ તે આ સાક્ષાત્ અવિરૂદ્ધોપલબ્ધિ કહેવાય છે અને તે છ પ્રકારની છે.
પરંતુ પરંપરાએ જે અવિરૂદ્ધ ઉપલબ્ધિ સંભવે છે. એ ઉપલબ્ધિ પણ આ છ માં જ (સાક્ષાત્માં જ) અંતર્ભાવિત સમજી લેવી. તે આ પ્રમાણે -
સાધ્યનું જે કાર્ય, અને તેનુ પણ જે કાર્ય, તેની જે અવિરૂદ્ધઉપલબ્ધિ તે કાર્યકાર્યાવિરૂદ્ધોપલબ્ધિ કહેવાય છે. તેનો કાર્યાવિરૂદ્ધઉપલબ્ધિમાં સમાવેશ થાય છે. જેમ કે “અહીં કોશ હતો, કારણ કે ઘટની ઉપલબ્ધિ થાય છે.’’ આ અનુમાનમાં જે કાર્યકાર્યાવિરૂદ્ધોપલબ્ધિ છે તેનો કાર્યાવિરૂદ્ધોપલબ્ધિમાં સમાવેશ જાણવો. મૃપિંડમાંથી ઘડા બનાવવાની પ્રક્રિયામાં જે જે ક્રમશઃ આકારો બને છે તેને અનુક્રમે (૧) નૃષિંડ, (૨) સ્થાસ, (૩) કોશ, (૪) કુશુલ, અને (૫) ઘટ કહેવાય છે. જે ઘટ બને છે તેની આ બધી પૂર્વ અવસ્થાઓ છે. મૃત્પિડમાંથી સ્થાસ બને છે. સ્થાસમાંથી કોશ બને છે. કોશમાંથી કુશુલ બને છે. અને કુશુલમાંથી ઘટ બને છે. તે બનેલો ઘટ પ્રત્યક્ષ દેખાય છે. હવે તે ઘટ ક્યારે દેખાય ? તેની પૂર્વે કુશુલ બન્યો હોય તો જ, કુશુલ ક્યારે બન્યો હશે ? તેની પૂર્વે કોશ બન્યો હશે તો જ. તેથી અનુમાન કરાય છે કે આ ઘટ દેખાય છે તેથી તેની પૂર્વે અહીં કોશ બનેલો છે. આ અનુમાનમાં સાધ્ય કોશ છે. તેનું કાર્ય કુશુલ છે. અને તેનું પણ કાર્ય ઘટ છે. તે કોશની સાથે અવિરૂદ્ધ છે. અને ઉપલબ્ધ છે. માટે સાધ્યના કાર્યના કાર્યની અવિરૂદ્ધોપલબ્ધિ છે. તે કાર્યાવિરૂદ્ધોપલબ્ધિમાં સમાવિષ્ટ કરી લેવી. આ દૃષ્ટાન્તમાં કોશ એટલે ભંડારનિધિ અને કુશુલ એટલે કોઠી એવો અર્થ ન કરવો. નૃષિંડથી ઘટ સુધીની અવસ્થામાં થતા પર્યાયો
For Private & Personal Use Only
www.jainelibrary.org